ફેસ માસ્ક ના ઉપયોગ વખતે આ વાત નું રાખો ખાસ ધ્યાન

COVID-19 ના આ સમય માં ફેસ માસ્ક પહેરવું એ આપણાં જીવન નો એક હિસ્સો બની ગયો છે, તેમજ સુરક્ષા ને ધ્યાન માં રાખી ને માસ્ક પહેરવું, હાથ મોજા પહેરવા અને sanitizer લગાવવું એ જરૂરી થઈ ગયું છે. Corona virus થી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે.માસ્ક ના ઉપયોગ થી ચેપ લાગવા થી બચી શકાય છે.માસ્ક પહેરવાથી વાઇરસ ને ફેલાતો અટકાવી શકાય છે તેમજ તેની ગતિ પણ ધીમી થાય છે.જો કે, ફેસ માસ્ક ના ઉપયોગ થી થતી આડઅસરો ને પણ ધ્યાન માં રાખવી  જોઈએ, જેમકે જેને લાંબા સમય સુધી ફેસ માસ્ક પહેરવો જરૂરી જ હોય એમને ત્વચા ને સંબંધિત તકલીફ  પણ થતી હોય છે. અને કેટલાય પ્રકાર ની મુશ્કેલીઑ નો સામનો કરવો પડે છે. જેમકે, શ્વાસ  લેવા માં તકલીફ, ચામડી ની બળતરા, પસીનો, ગૂંગળામણ જેવુ લાગે છે.

Image Source

 • નાક ની આજુ-બાજુ છાપ પડવી કે પછી એટલો ભાગ લાલ થઈ જવો.
 • લાંબા સમય સુધી માસ્ક ના ઉપયોગ થી નાક પર અને કાન પર ઘા પડી શકે છે, કારણકે ઇલાસ્ટિક ના ઉપયોગ થી આ જગ્યા પર ઈજા થઈ શકે છે.

Image Source

 • ચામડી પર ખંજવાળ  આવવી, સોજો આવવો , કે  પછી લાલ ડાગા પડવા.
 • ખીલ ની સમસ્યા પણ થાય છે.

Image Source

 • લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવા થી શ્વાસ  લેવામાં તકલીફ થાય છે, જેના કારણે સ્વસન ને લગતી બીમારી અથવા ફેફસા ને સંબંધિત તકલીફો થાય છે.
 • ચાલો, જાણીએ ફેસ માસ્ક ના ઉપયોગ થી થતી આડઅસર થી કેવી રીતે બચી શકાય. કેટલીક સરળ રીતો અપનાવાથી આ સમસ્યા માંથી મુક્તિ મળી શકે છે.

Image Source

 • ખીલ તેમજ  ત્વચા ને સૂકી પડવાથી બચવવા માટે પુષ્કળ પ્રમાણ માં પાણી પીવું.
 • તાજા ફળ અને શાકભાજી નું સેવન કરવું
 • જો તમારા ચહેરા પર કોઈ પણ પ્રકાર ની ફોડલી છે તો કોઈ પણ પ્રકાર નું ફેસ પેક કે કેમિકલ ન લગાડવું.

Image Source

 • જો તમારી ત્વચા તૈલીય છે તો થોડા થોડા સમય ના અંતરે પાણી થી ચહેરો ધોઈ નાખવો.

Image Source

 • જો તમને ચહેરા પર સદંતર બળતરા થાય છે તો તમારે ડોક્ટર ની સલાહ લેવી.
 • ચહેરા ને સતત અડકવું નહીં, તે ન તો માત્ર બીમારી ફેલાવે છે  પણ જંતુઓ પણ ફેલાવે છે. જે ત્વચા પર ચેપ લગવાનું કારણ પણ બને છે.
 • નિયમિત રીતે કાન ની આજુ બાજુ ના વિસ્તાર ને ધોવો અને તેને moisturize પણ કરવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment