ગરમીના દિવસોમાં ખૂબસૂરત ચહેરો રાખવો હોય તો આ ફેસપેક છે સર્વોતમ.

  • ઉનાળાની ગરમી ચહેરાને ડાર્ક કરી દે છે, પણ અહીં જણાવેલ ફેસપેકની ટીપ્સથી તમે આરામથી ગરમીમાં બહાર જઈ શકો છો અને ચહેરો બ્લેક થવાનો જરાપણ ડર નહીં રહે…

હાલ અત્યારે ગરમીના દિવસો ચાલે છે તો સ્કીનની સંભાળ રાખવી જરૂર બને છે. બપોરના સમયમાં સ્કીન ડેમેજ થઇ જાય એવો તાપ હોય છે. સાથે ધૂળ-માટી-રજકણ વગેરે ચહેરા પરની નાજુક ત્વચાને નુકસાન પહોંચાડે છે. તો ઉનાળાની ગરમીમાં પણ ચહેરા પરનો ગ્લો જાળવી રાખવા અને ચહેરાની ચમક બરાબર રાખવા માટે આ ફેસપેક લગાવો. આ ફેસપેક તમને ખૂબસૂરત બનાવવામાં કામ આવશે અને ઉનાળાની ગરમીથી થતા ચહેરા પરની ત્વચાના નુકસાનથી પણ ફાયદો કરશે.

વધુ વાંચો આગળનો પેરેગ્રાફ અહીં તમને જરૂરી એવી તમામ માહિતી જણાવી છે, જે તમને ખૂબસૂરત બનાવવા માટે અતિઉપયોગી છે. તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનો ભૂલતા નહીં.

તમે જો ગરમીમાં પણ ચહેરાની ત્વચાને કોમળ અને તાજગી ભરેલી રાખવા માંગતા હોય તો મુલતાની માટ્ટીમાંથી બનાવેલ ફેસપેક બહુ ફાયદાકારક છે. સાથે આ ફેસપેકથી ચહેરા પર તાજગી આવે છે. તેમજ સૌથી અગત્યની વાત એ કે આ ફેસપેકથી ત્વચા પર કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી. એકદમ નેચરલ ફેસપેક કહેવાય છે જેમાં ચહેરાના નીખર માટેના જરૂરી એવા બધા જ ગુણ સમાયેલા હોય છે.

મુલતાની માટ્ટીનો ફેસપેક ઓઈલી સ્કીન માટે ખાસ ફાયદેમંદ હોય છે. મુલતાની માટ્ટીમાં મેગ્નેશિયમ કલોરાઈટ હોય છે, જે ચહેરા પરના મૃત કોષોને દૂર કરે છે. સાથે પીમ્પલ્સ અને બ્લેક હેન્ડ્સને પણ દૂર કરે છે. અહીં અમે તમને આ ફેસપેકને બનાવવાની પદ્ધતિ પણ જણાવીએ છીએ, જે તમારે ખાસ નોંધી રાખવા જેવી છે.

ચહેરા મુજબ જોઈતા પ્રમાણમાં મુલતાની માટ્ટીનો પાઉડર લઈને તેમાં ગુલાબજળ, એક ચમચી ચંદન પાઉડર અને દૂધ ભેળવીને આ ફેસપેકને તૈયાર કરવામાં આવ છે. પહેલા ચહેરાને હુંફાળા પાણી વડે સાફ કરી નાખો જેથી ચહેરા પરની ગંદકી બધી સાફ થઇ જાય. ત્યાર બાદ આ ફેસપેકને ચહેરા પર લગાડવું. આશરે ૨૦ થી ૩૦ મિનીટ સુધી ચહેરા પર રહેવા દો અને છેલ્લે પાણી વડે ચહેરાને સાફ કરી નાખો.

  • બે દાગ ચેહેરા માટે આ ટીપ્સને ફોલો કરો

મુલતાની માટ્ટીનું ફેસપેક તૈયાર કરો ત્યારે તેમાં થોડો ટામેટાનો રસ અને હળદર પાઉડર ઉમેરો. આ ફેસપેકને દર બે દિવસે થોડા સમય માટે લગાતાર લગાવવાથી પરિણામ સારૂ મળે છે. આ ફેસપેકમાં જો વધુ ખીલ/ફોલ્લી થવાની ચહેરાની સમસ્યા હોય તો ફેસપેક તૈયાર કરતી વખતે તેમાં નીમ પાઉડર એટલે કે લીમડાના પાંદડાનો પાઉડર પણ ઉમેરી શકાય છે.

આ સૌથી સારી અને સરળ પદ્ધતિ જણાવી છે જેનાથી ચહેરાને એકદમ સરસ મજાનો બનાવી શકાય છે. સાથે ખૂબસૂરત બની શકાય છે. વધુ પડતી જો ડલ સ્કીન થઇ ગઈ હોય તો લાંબા સમય સુધી આ ફેસપેકને લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે. આ ફેસપેક દરરોજ ઉપયોગ કરવામાં આવે તો પણ કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી કારણ કે આ ફેસપેકમાં કોઈ કોસ્મેટિક આઇટેમનો ઉપયોગ થતો નથી. એકદમ નેચરલ આ ફેસપેક તમને સારું રીઝલ્ટ આપશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment