શરીરને સ્વસ્થ રાખવા માટે તમારા ભોજનની થાળીમાં આ વસ્તુનો કરો ઉપયોગ 

Image Source

હાવર્ડ ટી. એચ. ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પોષણ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ તંદુરસ્ત ખોરાક ની પ્લેટ અને હાવર્ડ હેલ્થ પબ્લિકેશન્સ ના સંપાદકો સંતુલિત સ્વસ્થ ભોજન તૈયાર કરવા માટે માર્ગદર્શિકા બનાવી રહ્યા છે. પછી તે ભલે થાળી માં પીરસવામાં આવે કે પછી ટિફિન ના ડબ્બામાં મૂકવામાં આવે. તેની સૂચિ ફ્રિજ પર રાખો જેનાથી તે દરરોજ સ્વસ્થ અને સંતુલિત ભોજન બનાવવાની યાદ અપાવે.

Image Source

ફળો અને શાકભાજી ને તમારા ભોજન નો સૌથી મોટો ભાગ બનાવો.( અડધી થાળી જેટલી માત્રા )

કોશિશ કરો કે બધા જ રંગ ના બધા જ પ્રકારના ફળ અને શાકભાજી ખાઓ. અને યાદ રાખો કે તંદુરસ્ત ભોજન ની થાળી માં બટાકાની શાકભાજી માનવામાં આવતા નથી કારણ કે બટાકા ખાવાથી બ્લડ સુગર અથવા તો બ્લડ ગ્લુકોઝ પર નકારાત્મક અસર થાય છે.

Image Source

મોટાભાગે આખા અનાજ નો વધારે  ઉપયોગ કરો ( ચોથા ભાગની માત્રા )

આખા અનાજ જેમ કે ઘઉં,જવ,બાજરી,જુવાર, બ્રાઉન રાઈસ અથવા પ્રોસેસ વગરના ચોખા અને તેમાંથી બનાવવામાં આવતો ખોરાક જેમ કે આખા ઘઉં માંથી બનેલી રોટલી મેંદા ના લોટ માંથી બનાવેલ રોટલી અને અન્ય પ્રોસેસ્ડ અનાજ બ્લડ સુગર અથવા ઇન્સ્યુલિન પર ઓછી અસર કરે છે.

Image Source

પ્રોટીન ની તાકાત ( ચોથા ભાગની માત્રા )

માછલી ચિકન મસૂર અને અખરોટ આ બધા બહુમુખી પ્રોટીન ના સ્ત્રોત છે. તેને કચુંબરમાં ઉમેરી શકાય છે અને તે શાકભાજી સાથે પણ સારા લાગે છે. લાલ માંસ ને ઓછું ખાવું જોઈએ અને પ્રોસેસ્ડ માંસ થી પણ દૂર રહેવું જોઈએ.

Image Source

સ્વસ્થ પ્લાન્ટ તેલ અથવા વનસ્પતિ તેલ (મધ્યમ માત્રામાં )

સ્વસ્થ વેજીટેબલ તેલ અથવા તો ઓલિવ,સોયાબીન, સનફ્લાવર, મગફળી, સરસવ વગેરે જેવા તંદુરસ્ત વનસ્પતિ તેલ પસંદ કરો. અને સુગંધિત પાનવાળા અને વિલાયતી વનસ્પતિ તેલ થી દુર રહો કેમ કે તેમાં બિનઆરોગ્યપ્રદ ટ્રાન્સ ફેટ હોય છે. યાદ રાખો કે માત્ર ઓછા અથવા તો શૂન્ય ચરબી ધરાવતા ખાદ્ય પદાર્થ થી સ્વસ્થ થઈ જવાતું નથી.

પાણી, ચા અથવા કોફી પીવો

ગળ્યા પદાર્થો થી દૂર રહો દૂધ અને દૂધમાંથી બનતી અન્ય સામગ્રીને દિવસમાં એક વખત જ ખાવ. અને દિવસમાં ઓછામાં ઓછો એક નાનો ગ્લાસ ફળનો રસ પીવો.

Image Source

સક્રિય રહો

તંદુરસ્ત ખોરાક ની પ્લેટ ના ચિત્ર પર લાલ રંગ એ તમને યાદ અપાવવા માટે છે કે વજન સંતુલન માટે સક્રિય રહેવું ખૂબ જરૂરી છે.

Image Source

તંદુરસ્ત ભોજનની થાળીનો મુખ્ય સંદેશ “આહારની ગુણવત્તા” વિશે છે

  • કાર્બોહાઇડ્રેટ ની માત્રા પર ધ્યાન આપીને આપણે કયા પ્રકારના કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ તે વિશે વિચારવું વધુ મહત્ત્વનું છે. કારણ કે કાર્બોહાઈડ્રેટ ના અમુક સ્ત્રોત શાકભાજી (બટાકા સિવાય), ફળ આખા અનાજ અને કઠોળ અન્ય સ્ત્રોત થી વધારે સ્વસ્થ છે.
  •  સ્વસ્થ ભોજન ની થાળી માં લોકોને મીઠાઈ થી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. જે કેલેરી થી ભરેલી છે.અને તે ઓછું પોષણ આપે છે.
  • તંદુરસ્ત ખોરાક ની થાળીમાં લોકોને તંદુરસ્ત વનસ્પતિ તેલ ખાવા માટે પ્રોત્સાહિત કરે છે. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment