ભારત દેશના ધાર્મિક સ્થળોની હેરાન કરી દે એવી કહાની…જેને વાંચી તમને વિશ્વાસ નહિ આવે..

ભારત દેશ કિસ્સા અને કહાનીથી ભરપૂર છે. અહીં એવા અકબંધ રહસ્ય છે જેને કોઈ ક્યારેય સૂલઝાવી શકે તેમ નથી અને સાથે અમુક એવી ઘટનાઓ છે જેને વાંચવાથી નવાઈ લાગે છે. તો આજના લેખમાં તમને એવા જ કિસ્સા અને કહાનીઓ જાણવા મળશે, જે આજ સુધી તમને ક્યાંય સંભાળવા નહિ મળ્યા હોય.

(૧) નંદીના આકારમાં વધારો થાય છે :

ભારત દેશમાં ભગવાન શિવના ઘણા મંદિર છે પણ આ એક મંદિર એવું છે જે અચરજ પમાડે છે. આંધ્રપ્રદેશના કુરુનલમાં આવેલું  યંગતી મંદિરમાં એક એવી ઘટના બને છે જેનું રાઝ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આ મંદિરમાં પથ્થરની નંદી છે અને એવું માનવામાં આવે છે કે દર વર્ષે આ નંદીના આકારમાં વધારો થાય છે. 

આ વાતની સચ્ચાઈ એ ઉપરથી સાબિત થાય છે કે નંદીનો આકાર વધ્યો એટલે તેની બાજુમાં એક સ્તંભ હતો તેને દૂર કરવાની જરૂર પડી. આજે પણ આ મંદિરે લોકો દર્શનાર્થે આવે છે અને હજારો લોકોની ભીડ જામે છે.

(૨) હમ્પીના સંગીતમય સ્તંભો :

ભગવાન વિષ્ણુના વિઠ્ઠલ સ્વરૂપનું આ મંદિર છે. ૫૬ સ્તંભવાળું આ મંદિર પૌરાણિક શિલ્પ કલાનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડે છે. આ મંદિરમાં પણ એક એવી ઘટના બને છે જે લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે. અહીં કોઇપણ સ્તંભમાં હલકી ઠોકર લાગતા પણ સંગીતના સાત સ્વર ઉપત્ન્ન થાય છે. આ સ્તંભને સારેગામા પીલર્સ પણ કહેવામાં આવે છે. આ રાઝને ઉજાગર કરવામાં માટે ઘણા લોકોએ મહેનત પણ કરી પણ આજ સુધી તેને કોઈ જ પ્રકારની માહિતી હાથ આવી નથી.

(૩) ડંખ ન મારે એવો વીંછી :

ઉતર ભારતના પહેલા કવિ એવા સૂફી સંત સૈયદ હુસૈન શર્ફૂદીન શાહ હતા. હાલ ઉતર પ્રદેશના અમરોહામાં તેની મજાર મૌજુદ છે. આ મજાર પર ઝેરીલા વીંછીઓ રહે છે પણ આજ સુધીનો દાખલો છે કે આ વીંછીઓએ કોઈને ડંખ માર્યો નથી. આ વીંછીઓને શ્રદ્ધાળુઓ ઘરે પણ લઇ જઈ શકે છે પણ એ માટેનો સમય નિશ્ચિત હોય છે. જો કોઈ શ્રદ્ધાળુ સમય થતા ફરી વીંછીને મજાર સુધી મુકવા ન આવે તો વીંછી તેના પર હુમલો કરી દે છે.

રોચક અને અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અમને વિશ્વાસ છે કે અહીં પોસ્ટ કરવામાં આવતી માહિતી તમને ખુબ પસંદ આવશે.

Author : Ravi Gohel

Leave a Comment