કયાંક આગ તો ક્યાંક લોહી જેવું છે પાણી – આ છે દુનિયાનું વિચિત્ર ઝરણું

કુદરતની રચનાની વાત ન થાય કારણ કે સૌથી મોટો વૈજ્ઞાની એટલે કુદરત છે. ઘરતી પર ઝાડ-પાનથી લઈને પાણી-પર્વત સુધીની સુંદરતા આપનાર કુદરતના દર્શન કરવા માટે પ્રકૃતિના ખોળે જવાથી અનુભવ થાય છે. માણસ જયારે પણ પ્રકૃતિના ખોળે એટલે કે કુદરતી વાતાવરણમાં રહે ત્યારે તેને અદ્દભુત શાંતિનો અનુભવ થાય છે. આમ પણ જીવનની ભાગદોડમાં કોઈને શાંતિ ક્યાં છે!!

પ્રકૃતિની ગોદમાં ઘણા રહસ્ય છુપાયેલા છે. ઘરતી પર અમુક એવા તથ્યો છે જેને કોઈ વૈજ્ઞાનીક સુલજાવી શકે એમ નથી. ક્યાંક ઊંચા પહાડો, ક્યાંય વિશાળ પાણીનો દરિયો અને રણ, તો ક્યાંક જમીનમાંથી નીકળતો લાવારસ પણ જોવા મળે છે. આ બધું એકસાથે બનીને જ પૃથ્વીની રચના થાય છે.

ચાલો, આજે જાણીએ એવા ઝરણા વિશે જે જાણીને તમને નવાઈ લાગશે. કારણ કે અહીં ઉંચેથી પહાડોમાંથી પડતું પાણી છે અને સાથે પહાડોની શ્રુંખલા પણ છે. ઉપરની તસવીર જોઇને કદાચ તમને અંદાજો આવી ગયો હશે કે અહીંનો નજરો કેટલો રોમાંચક હશે. અહીં જે પાણીની મોટી ધારા વહે છે એ દુનિયામાં પ્રખ્યાત છે.

અમે વાત કરી રહ્યા છીએ માઉન્ટ લેબનાનના રસ્તામાં આવેલ પોથોલ બટારાની. અહીં પહાડી વિસ્તારમાં આવેલા અદ્દભુત પાણીના સ્તોત્રની શોધ ૧૯૫૨માં કરવામાં આવી હતી. અહીં પડતા પાણીની ખાસ ખાસિયત છે. અહીંના ધોધના પાણીની બુંદ ૨૫૫ મીટર જુરાસિક ચુના પથ્થરની ગુફામાં પડે છે. અહીં પાણી ઉપરથી ૨૫૫ મીટર નીચે પડે છે.

વસંત ઋતુ દરમિયાન બરફ પીગળવાને કારણે પાણીના ધોધમાં અતિ ફોર્સ આવે છે. આ સમયમાં ઉપરથી એકદમ નીચે પડતું પાણી જોવા લાયક બને છે. ૯૦-૧૦૦ મીટરનું ઝરણા ઉપરથી નીચે પાણી પડે છે ત્યારે પાણી એવું લાગે છે કે ક્યાંક લોહી જેવું પાણી પડતું હોય એવો ભાસ થાય છે. આ ઝરણાને દુનિયાનું વિચિત્ર ઝરણું પણ કહી શકાય.

આ ઝરણાની મુલાકાતે ઘણા લોકો આવે છે સાથે અહીંના ફોટોગ્રાફ ક્લિક કરીને તેને સેવા કરવાના  પણ ઘણા લોકો છે. ઉપરથી નીચે પાણી પડતું જોઇને એવું લાગે છે કે જાણે પાતાળમાં ઝરણું પડતું હોય. દુનિયામાં અમુક એવા સ્થળો આવેલ છે જેને જોઇને વિચિત્ર લાગે પણ આ તો બધી કુદરતની કમાલ હોય છે. પોથોલ બટારાનું આ ઝરણું પણ ખાસિયતથી ભરેલું છે. તમે ગૂગલની અંદર આ ઝરણાનું નામ સર્ચ કરીને પણ ફોટોસ જોઇ શકો છો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author  : Ravi Gohel

Leave a Comment