દુનિયાની આ છ જગ્યા રીયલમાં અતિ ખુબસુરત છે – તમને એવું લાગે જાણે સ્વર્ગમાં હોય – પૃથ્વીનું સ્વર્ગ તો અહીં જ છે…

આપણે કોઈ આલીશાન બિલ્ડીંગ કે અન્ય જગ્યાએ જઈએ ત્યારે એવું લાગે છે કેવું “જબરદસ્ત”. એ પણ પૃથ્વી પણ કોઈ અવનવી વસ્તુથી કમ નથી!! દુનિયાના કોઈપણ ખૂણે જાવ તો જોવા મળશે કંઈક એકદમ નવું જ.

ચાલો, સીધી વાત કરીએ તો – આજની માહિતી એકદમ નવી જ છે. તમે કદાચ આ જગ્યાનું સપનું પણ નહીં જોયું હોય. પૃથ્વી પર આવેલ એવી જગ્યા જેને જોઈને તમે કાલ્પનિકતામાં સરી પડો છો પણ એ જગ્યા એકદમ રિયલ મતલબ કે સાચ્ચે જ હજારમાં છે.

ફોટો જોવો તો ખબર પડે. આ ફોટોમાં દેખાતી જગ્યા કોમ્પયુટરની કમાલથી નથી બનાવેલ. રીયલમાં આ જગ્યા આટલી જ ખુબસુરત છે.

(૧) માઉન્ટ રોરાઈમાં (વેનેઝુઆલા)

પહેલી નજરે એવું લાગે છે કોઈ ગ્રાફિક્સની કમાલથી આ ફોટોને બનાવવામાં આવ્યો હશે. તો તેનો જવાબ છે ‘ના’. આ સાચ્ચે જ આટલી ખુબસુરતીથી ભરેલ સ્થળ છે. એવી અદ્દભૂત નજારાથી ભરપુર છે.

(૨) ટનલ ઓફ લવ (યુક્રેન)

ટનલ એટલે કે જમીનની અંદર બનાવવામાં આવતી સુરંગ. સામાન્ય રીતે સુરંગની અંદર શું ખુબસુરતી હોય!! એ વાતને દિમાગથી કાઢવા માટે તમારે ટનલ ઓફ લવ યુકેનની આ જગ્યાએ જવું પડે. રીયલમાં આ ટનલ લવ માટેની ટનલ લાગે છે. અહીંનો નજારો અદ્દભૂત છે.

(૩) સાલાર ડી યુયૂની (બોલીવિયા)

બરફથી ભરેલ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ અત્યંત વધતા પાણી બરફ થઇ જાય છે. ત્યારે અહીંની જગ્યાનું સર્જન થાય છે. આખી નદી કે સરોવરના પાણી થીજી જાય ત્યારે સફેદ કાચ જેવો નજારો સર્જાય છે. પારદર્શક કાચ જેવી લગતી આ નદીનું પાણી બરફ બની ગયેલ હોય છે. અહીંની ફોટોગ્રાફી કરવામાં આવે તો એકદમ મસ્તમજાનું આહલાદક વાતાવરણ કેમેરામાં કેદ કરી શકાય. આ જગ્યા પર પૃથ્વીની રીયલમાં ખુબસુરતી મૌજુદ છે.

(૪) ધ સ્ટોન ઓફ ફોરેસ્ટ (યુનાન) ચીન

જંગલની વાત આવે ત્યારે મનમાં ઝાડથી ભરેલા પર્વતોની યાદ આવી જાય છે. એમ તમે ક્યારેય પથ્થરોના જંગલો જોયા છે? જો ન જોયા હોય તો ધ્યાનથી જોવો આ ફોટોને. ચીનની આ જગ્યા પર પથ્થરો જંગલો છે.

(૫) ઝાંગ્યે (ચીન)

આ ફોટો પણ રિયલ ફોટો છે. ચીનની આ જગ્યા પણ ખુબસુરતીથી ભરેલ છે. ખરેખર આ જગ્યાની સામાન્ય ફોટોગ્રાફી પણ હંમેશાં ગમતી રહે છે એવી હોય છે.

(૬) ક્રિસ્ટલ કેવ (આઈસલેન્ડ)

ગુફામાં જવાની મજા આવે એમાં પણ આવી કાચ જેવી ચકચકિત ગુફામાં જઇએ તો? આ ગુફામાં ફોટોગ્રાફી કરવી એ પણ અલગ મજા લેવા જેવી વાત છે. સુપર્બ દ્રશ્ય છે અહીનું.

છે ને ખુબસુરત પૃથ્વી!! તો આવી જ નવી પોસ્ટ માટે “ફક્ત ગુજરાતી” પેઈઝ્ને અત્યારે જ લાઇક કરો.

Author : Ravi Gohel

Leave a Comment