બે સુંદર સ્ટોરી: એક પુત્રીનો તેના પિયર સાથેનો સંબંધ અને ગરીબના આશીર્વાદની અસર વિશેની બે ભાવુક સ્ટોરી

Image Source

પિયરની મીઠાઈ:

પિયર માત્ર દીકરીનું હોય છે. દીકરાનું ભલે તે ‘ઘર’ કહેવાય, પરંતુ પિયર સાથેનો લગાવ ફક્ત દીકરીના ભાગ્યમાં આવે છે, કેમકે પિયર હોય જ છે દીકરીનું. પિયરનો લગાવ દર્શાવતી એક ભાવાત્મક વાર્તા છે, જે દરેક દીકરીનો અનુભવ છે.

Image Source

પીયર શબ્દ કેટલો નાનો છે, જાણે કોણે તેની શોધ કરી છે. આ શબ્દ ભલે નાનો છે પરંતુ તેનો અર્થ ખૂબ મોટો છે. ખરેખર એક છોકરી પિયરનો અર્થ ત્યાં સુધી નથી જાણી શકતી, જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય એટલે કે જ્યાં સુધી તે પારકી ન થઈ જાય અને અજાણી વ્યક્તિ થવાનો આ સાથ જ ક્યારેય માતા-પિતાથી તેને વિમુખ થવા દેતું નથી.

પિયર તો દીકરીના હૃદયનો એક ટુકડો હોય છે જે તેનાથી જુદું નથી થઈ શકતો. પિયરનો દરવાજો, પિયરની હવા, પિયરની સુગંધ તેના અસ્તિત્વનો એક ભાગ હોય છે. તે આંગણું, જ્યાં તે રમતી અને મોટી થઈ, તે આંગણું જ્યાંથી તેણે વિદાય લીધી તે આંગણામાં તેની આત્મા રહે છે.

પિતાની લાડલી અને મા ની સખી, ભાઈની મિત્ર અને નાનકડી બહેનની મા, કેટલાય સંબંધો હોય છે પિયર સાથે. હું પણ જ્યારે ઈચ્છું ત્યારે પિયર ફોન કરીને વાત કરી શકું છું. પરંતુ સાચું કહું તો તેના પત્રોમાં જેટલો આનંદ આવતો હતો એટલો ફોન પર નથી આવતો. આજે પણ માતા-પિતાએ લખેલા પત્રો મારી પાસે છે. જ્યારે તેઓની ખૂબ યાદ આવે છે ત્યારે તેમના પત્રો વાંચું છું, જાણે કે તેમનો ચહેરો તેમાં દેખાતો હોય. દરેક શબ્દ અને વાક્ય સાથે ચહેરાના બદલાતા ભાવો મને દેખાય છે. પત્રો જાણે જીવંત થઇ જાય છે અને પત્રોની સુગંધથી મારુ મન તરોતાજા થઈ જાય છે.

આજે જ્યારે હું સ્કુલેથી પાછી ફરી ત્યારે શરીર તૂટી રહ્યું હતું. ઠંડીમાં તો આ શહેર અલાસ્ક બનેલું રહે છે. ફક્ત બરફ પડવાનો અભાવ છે, એટલું ગલન થાય છે કે હાથને હાથનો અનુભવ થતો નથી.

ઘરની અંદર જઈને જાણ થઈ કે ભારતીય ટપાલ માંથી એક પાર્સલ આવ્યું છે. હું અંદાજો ન લગાવી શકી કે ક્યાંથી આવ્યું હશે. ખૂબ થાકી ગઈ હોવાથી સીધો આરામ કરવા જતી રહી. સાંજે જ્યારે આંખ ખુલી ત્યારે જાણ્યું કે માતા-પિતાની યાદો કેમ મને ઘેરી વળી. મને આશ્ચર્ય થયું કે વાદળ વિના વરસાદ કેવી રીતે વરસશે. આ ઠંડીએ નકામુ બનાવી દીધું હતું અને કામની ગતિ ધીમી થઈ ગઈ હતી. કોઈ રીતે કામ પૂર્ણ થયું તો જોયું ત્યારે ૧૦ વાગી ગયા છે.

મનમાં કહ્યું, ‘ચાલો ભાઈ, પછીના દિવસની તૈયારી કરીએ અને સુવા જઈએ.’ ભોજન કરવાની આજે કોઈ ઈચ્છા ન હતી. હા ગીત સાંભળવાનો ખૂબ જ શોખ છે, તો વિચાર્યું કે થોડા જુના ગીતો સાંભળ્યા પછી જઈએ. હું હીટર પાસે ખુરશી પર પગ રાખીને બેસી ગઈ અને હવામાનમા ગુંજતા અવાજની સાથે મન પિયર તરફ ઉડી નીકળ્યું. ‘માઇ રે મે કેસે કહું અપને પિયા કી, માહી રે.’ મને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. બધુ બરાબર છે. પતિ, બાળકો, મારો પોતાનો સંસાર તો પછી કેમ મન ઉદાસ છે, કેમ માતા પિતાની યાદ આવે છે.

મારા વિચારોના સાગરમાં ડૂબી ગઈ હતી, ત્યાં મારા નાકે એક જાણીતી સુગંધનો અનુભવ કર્યો. આતો ચણાના લોટના લાડુની સુગંધ છે અને તલના પણ લાડુ છે. મનમાં એક તરંગ ઉઠ્યો અને હું સમજી ગઈ કે તે પાર્સલ જે બપોરે આવ્યું હતું તેમાં શું હતું અને તે ક્યાંથી આવ્યું હતું. પછી કોઈ રમતિયાળ છોકરીની જેમ મેં તે પાર્સલને એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ખોલ્યું, ત્યારે મારા આનંદની કોઈ સીમા ન રહી.

કાર્ડબોર્ડ બોક્સની અંદર ચાર પ્લાસ્ટિકના ડબ્બા હતા. તે ડબ્બામાં સલોની, ખુરમી, ચણાના લોટના લાડુ અને તલના લાડુ ભરેલા હતા. મારું મન પ્રફુલ્લિત થઇ ગયું, છેલ્લા બે વર્ષથી માતા-પિતાને મળી ન હતી, એક વર્ષ વ્યસ્તતામાં કપાઈ ગયું અને બીજું વર્ષ કોરોનામાં. મારી આંખો ભરાઈ ગઈ અને મેં એક લાડુ જેવો મોઢામાં મુક્યો તો જાણે એવું લાગ્યું કે માતાએ મને પોતાનામાં સમાવી લીધી હોય. સલોની નો એક ટુકડો મોઢામાં મૂક્યો તો એવું લાગ્યું જાણે કે પિતાને ગળે મળી હોય. શું કોઈ માને કે હું રડતા રડતા મીઠાઇ ખાઈ રહી હતી. મન ન જાણે કેટલીય યાદોથી ઘેરાઈ ગયું. તે બધી ક્ષણો યાદ આવી જ્યારે ઘરમાં મીઠાઈઓ બનતી હતી, હોળી, દિવાળી, રક્ષાબંધન.

મમ્મી વાનગીઓ અને મીઠાઈ બનાવીને કબાટમાં મૂકીને તાળુ મારી દેતી હતી. અમે ભાઈ બહેન ચોરી છુપાયે ખૂરમી, સલોની, ગુજીયા અને કૂકીઝ ખાતા હતા. મમ્મી બધું જ જાણતી હતી તેમ છતાં પણ અજાણ બની રહેતી હતી. અમારા બાળપણની કેટલીયે યાદો અને વાર્તાઓ મીઠાઈઓ સાથે વણાયેલી છે. મોડી રાત્રી સુધી જ્યારે મમ્મી મીઠાઈઓ બનાવતી હતી ત્યારે અમે ભાઈ બહેન ક્યારેક મદદ કરતાં, તો ક્યારેક કંઈક મેળવવાની આશાથી આજુબાજુ રહેતા હતા. નમકીન બનાવવાનું કામ પપ્પાનું હતું, કારણ કે તેઓ નમકીન બનાવવામાં નિષ્ણાત હતા અને પપ્પાને મનાવીને નમકીન મેળવવું એ મારા માટે કોઈ મોટું કામ ન હતું.

મારા ભાઈ બહેન ઘણીવાર મને ચીડવતા હતા કે હું પપ્પાની ચમચી છું, ચમચાગીરી કરું છું, હું તેમની વાતો સાંભળતી હતી. આજે ઘરેથી આવેલી મીઠાઈઓને મને ફરીથી મારા બાળપણ તરફ ધકેલી દીધી. આ મીઠાઈઓએ ફક્ત મારી જીભ પર જ નહીં પરંતુ મારા મનમાં પણ મીઠાશ ભરી દીધી હતી. હમણાં તો હું ભોજન પણ કરતી ન હતી અને ન જાણે મને કેવી રીતે આટલી ભૂખ લાગી ગઈ. ભાવુક થઈને ઘરે ફોન કર્યો પરંતુ બધા સૂઈ ગયા હશે તેવું વિચારીને રીંગ જતા જ ફોન કાપી નાખ્યો. બીજી જ મિનિટે પ્રત્યુતરમાં ફોનની ઘંટડી વાગી. મમ્મીનો ફોન હતો. મેં જેવો ફોન ઉઠાવ્યો કે ત્યાંથી પહેલું વાક્ય હતું, ‘કેમ મીઠાઇ ખાઈ રહી છો ને, હું સમજી ગઈ હતી કે તું જ હશે.’પછી આગળ મમ્મી ન જાણે શું કહેતી રહી’કેમ છે, બધું કેવું ચાલી રહ્યું છે, ઘરમાં પતિ અને બાળકો કેવા છે, પરંતુ હું તો જાણે કોઈ બીજી જ દુનિયા માં જ હતી.

હું મારા પિયરના આંગણામાં જ ઉભી હતી હાથ ફેલાવીને, માતાના શરીરમાં સમાય જવા માંગતી હતી, આંખમાંથી આંસુ સરી રહ્યાં હતા અને મન તૃપ્ત હતું. વાત ફક્ત મીઠાઈ ન હતી, મનની લાગણીઓની હતી જે પિયર સાથે જોડાયેલી હતી, માતા-પિતા સાથે જોડાયેલી હતી. અને મનની લાગણીઓ ઝંકૃત થઈ રહી હતી. આ સંતૃપ્ત મન પિયરને લીધે સંભવ છે.

આશીર્વાદ ની અસર:

અનિલે અને નિશાએ દવાના પૈસા આપીને આશીર્વાદ લીધા. તેઓએ પેઇન્ટર દાદાની મજબૂરીને સમજી અને તેમની પરિસ્થિતિની જાણ વિધાતાએ લીધી.

Image Source

‘ખબર નહીં પરિસ્થિતિ ક્યારે સુધરશે, કોર્ટ છેલ્લા એક વર્ષથી બંધ છે, એકાઉન્ટ પણ ખાલી છે, અધિકારિક આંકડાની તો ખબર નહીં, પરંતુ સાંભળ્યું છે કે કોરોના કાળમાં લગભગ ૧૫૦ વકીલોએ આત્મહત્યા કરી લીધી કે પછી માનસિક દબાણને લીધે હાર્ટ એટેક કે બ્રેઈન હેમરેજના લીધે મોતનાં મુખમાં ચાલ્યા ગયા છે. આજે તો મારા પાકિટમાં પણ ફક્ત ૨૦૦ રૂપિયામાં વધ્યા છે. ગ્રાહકો પણ આવતા નથી કે વકીલ સાહેબ ફી માગશે. દરેક જણ હવે પરેશાન છે. હવે તો ભગવાનનો સહારો છે’ અનિલે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. ‘જેમને તમે ઉધાર પૈસા આપ્યા છે, તેઓને કહીએ કે પૈસા પાછા આપો, અને પેલા પેઇન્ટર દાદા જે આ સંપૂર્ણ કોરોના કારમાં સો-બસો માંગીને ઓછામાં ઓછા ચાર હજાર લઈ ગયા છે તેઓને કહો કે જલ્દી પૈસા આપે, ઘરમાં અનાજ પણ પૂરું થવા આવ્યું છે’ નિશા કંટાળીને બોલી.

‘નિશા, પેઇન્ટર દાદાને મેં ઉધાર નથી આપ્યા, તે બિચારા ક્યાંથી લાવશે, તેમને તો ક્યાંય કામ પણ નથી મળ્યું, મેં તેમને કહ્યું નથી પરંતુ તે પૈસા હું તેની પાસેથી નહીં લઉં’ અનિલે કહ્યું.

‘બાબુજી…..’અચાનક દરવાજા પર દાદા ના અવાજથી બંને ચોંક્યા. ‘હા દાદા, બોલો…..’અનિલ એ પૂછ્યું. ‘બાબુજી જો સો રૂપિયા મળી જાય તો ખૂબ મહેરબાની થશે, તબિયત ખરાબ છે, ઇન્જેક્શન લગાવવું છે. બાબુજી તમે બધા પૈસા લખી લેજો, કામ મળતાં જ બધા ચૂકવી દઈશ, અત્યારે ખૂબ જરૂર છે, સો રૂપિયા આપી દો’ પેઇન્ટર દાદા હાથ જોડીને બોલ્યા. ખૂબ બીમાર દેખાઈ રહ્યા હતા. ‘શું કરું, પર્સમાં ફક્ત બસો રૂપિયા છે ‘નિશા તરફ જોતા અને ધીરેથી કહ્યું.’આપી દો, જે થશે તે જોયું જશે’ નિશાએ જાણે તેના મનની વાત કહી દીધી. ‘આ લો દાદા, પરંતુ ઇન્જેક્શન જરુર લગાવી દેજો’ અનિલે પૈસા આપતા કહ્યું.

‘હા બાબુજી, ભગવાન તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે’ એવા આશીર્વાદ આપતા દાદા ચાલ્યા ગયા. ‘ટ્રીન ટ્રીન……’ મોબાઈલ વાગ્યો. ‘હેલો….’નમસ્તે, વકીલ સાહેબ, રામેસર બોલી રહ્યો છું, રમણ ગામથી ભોપાલ આવી રહ્યો છું, તમારા માટે એક થેલી ઘઉં અને એક કટો ચોખાનો લાવી રહ્યો છું, તમારી ફી પણ ચૂકવી આપીશ, પાકના પૈસા આવી ગયા છે, વિચાર્યું કે તમે પણ મુશ્કેલીમાં હશો તો આજે આવી રહ્યો છું. ભાભી માટે સુકા ચણા અને મેથીની ભાજી પણ લાવીશ, જય રામજી કી.’ ‘જોયું નિશા, આશીર્વાદની અસર.’

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “બે સુંદર સ્ટોરી: એક પુત્રીનો તેના પિયર સાથેનો સંબંધ અને ગરીબના આશીર્વાદની અસર વિશેની બે ભાવુક સ્ટોરી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *