દુનિયાના બે ખતરનાક દોરડાથી બનેલા પૂલ – હસબન્ડ અને વાઈફ નામના બે પૂલ બહુ પ્રખ્યાત છે..

રસ્તા પર કે નદી પર પુલ બનાવવા માટે થોડી વધુ મહેનત લાગે છે. ઉપરાંત દરેક પુલએ એન્જીનીયરની બુદ્ધિ ક્ષમતાનું ઉત્તમ ઉદારહણ રજૂ કરે છે. ટેકનોલોજીની મદદથી અત્યારે ઉત્તમ ક્વોલીટીના મટીરીયલ્સમાંથી સારામાં સારી પૂલની ડીઝાઇન પસંદ કરવામાં આવ છે. આ પૂલ એ ક્યાંય ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ છે, તો ક્યાંક બે નદીના છેડાને જોડતી લાઈન બને છે. એમ, પૂલથી માનવ જિંદગીને ફાસ્ટ બનાવી શકાય છે.

દુનિયામાં અમુક એવી જગ્યાઓ છે જ્યાં આમ તો પૂલ બનાવવો અશક્ય હોય પરંતુ ત્યાં દોરડાથી પૂલનું નિર્માણ કરવું પડે છે. આવા પૂલ હવામાં લટકતા હોય એવા દેખાય છે અને તેના પર ચાલીએ તો પણ ડર લાગતો હોય છે એ મુજબનો પૂલ હોય છે. આ પૂલ ઉપરથી નજર ચૂક થઇ જાય તો જાન ગુમાવવાની શક્યતા પણ રહે છે. તો ચાલો, આજના આર્ટીકલમાં આપણે માહિતી મેળવીશું એવા પાંચ પ્રકારના પૂલ વિશે જે એકદમ ખતરનાક છે.

(૧) કૈરિક – એ – રીડ બ્રીજ આયર્લેન્ડ

આ આયર્લેન્ડ પર રોપ બ્રીજ બનાવવામાં આવ્યો છે. આ બ્રીજની લંબાઈ ૬૬ ફૂટ અને ઉંચાઈ ૯૦ ફૂટથી વધુ છે. આ પૂલ પરથી કુદરતી નજરો નિહાળવા માટે લાખો પર્યટકો અહીં આવે છે. ઉતર આયર્લેન્ડના કાઉન્ટી એન્ટ્રીમની પાસે બાલીનટાયની પાસે સ્થિત છે. કહેવાય છે કે, અહીંના માછીમારો ૩૦૦ વર્ષ પહેલા પૂલ બનાવવાનું કામ કરતા હતા. એ સમયમાં તેને પૂલનું નિર્માણ કર્યું હતું. પછી સાલ ૨૦૦૦માં નવા રૂપમાં રોપ બ્રીજ બનાવવામાં આવ્યો અને ૨૦૦૪માં ફરી એક નવું રૂપ આપીને રોપ બ્રીજ તૈયાર કરાયો.

(૨) ઈયા વૈલી કે વિન બ્રીજ જાપાન

જાપાનની આવેલી ત્રણ ઘાટીઓમાંથી ‘વૈલી’ એક પર દોરડાથી બનાવેલ ત્રણ પૂલ છે. અહીં બધા બ્રીજમાંથી ‘હસબન્ડ બ્રીજ’ અને ‘વાઈફ બ્રીજ’ સૌથી વધુ પ્રસિદ્ધ છે. જો તમે કમજોર હદયના હોય અને ઉંચાઈ પરથી વધુ ડર લાગતો હોય તો આ બ્રીજ પર જશો તો ગભરાય જવાની શક્યતા છે. ૧૧મી સદીના વખતમાં આ પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી દોરડાથી બનાવેલ આ પૂલ એકદમ સખત એ જ સ્થિતિમાં ખડતલ ઉભો છે.

આ બંને પૂલની મુલાકાત લેવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. સાથે અહીંથી સેલ્ફી કે ફોટોગ્રાફ્સ લેવાની મજા પણ કૈંક અલગ છે. કારણ કે પૂલ પરથી કુદરતી નજરો જોવા મળે છે. તમે ગૂગલમાં આ રોપ બ્રીજના નામ સર્ચ કરીને જોઈ શકો છો કે અહીંથી કેવો અદ્દભુત નજરો જોવા મળે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close