લોકડાઉનમાં ટીવીની રાધાની નવી હેરસ્ટાઇલ, બોલી યાદ આવે છે શુટિંગ સેટ

લોકડાઉન દરમ્યાન દરેક સેલેબ્રીટી કોઈ ને કોઈ રીતે તેના ચાહકો સાથે જોડાયેલા રહે છે. જે લોકો પરિવાર સાથે ટાઈમ આપી ના શકતા એ લોકો અત્યારે ફેમીલી ટાઈમ એન્જોય કરી રહ્યા છે. આ વચ્ચે ટીવી શો રાધા કૃષ્ણની રાધારાણી એટલે કે મલ્લિકા તેના નાનપણને ખુબ યાદ કરી રહી છે અને તે દિવસોની યાદમાં તેમણે તેની સ્ટાઇલમાં ફેરફાર કર્યા છે. તેણી તેની માતાની સાથે ઉંમરગામમાં જ રહે છે. જ્યાં તેની સીરીયલ રાધા કૃષ્ણની શુટિંગ થાય છે. મુંબઈથી રોજ શુટિંગ માટે ઉમરગામ જવું ભારે પડી રહ્યું હતું એટલા માટે સિતારાઓ ઉમરગામમાં જ ભાડા પર રહેવું ઠીક સમજતા હતા. હાલ કોરોનાને લીધે શુટિંગમાં બ્રેક લાગેલી છે.

image source

નવી હેરસ્ટાઇલ પાછળનું રાજ

હું ઘણા દિવસથી એક જ હેરસ્ટાઇલમાં બોર થઈ ગઈ હતી એટલા માટે નવી હેરસ્ટાઇલ કરાવી. આ હેરકટ મારી બ્યુટીશીયને કર્યો છે. જયારે હું નાની હતી ત્યારે મારી હેરસ્ટાઇલ આ જ હતી. તો મેં વિચાર્યું ફરીથી આ હેરસ્ટાઇલ અપનાવું. હું જોવા માંગતી હતી કે મેં એ દિવસોમાં કેવી લાગતી હતી.

image source

લોકડાઉનમાં અસ્તવ્યસ્ત થઈ ગયું રૂટીન

મલ્લિકાએ જણાવ્યું લોકડાઉન માં તેનું રૂટીન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે જણાવે છે કે પહેલા શુટિંગ માટે અમે 6 વાગે જાગી જતા અને હવે તો પૂરી રાત જાગીએ છીએ અને સવારે સુઈ જઈએ છીએ. તેણી તેની માતાની મદદ કરે છે, ઘરની સફાઈ, ખાવાનું બનાવવું, થોડી સીરીજ જોવી, કિતાબો વાંચવી વગેરે જેવા કર્યો કરે છે. આ રીતે તેનો દિવસ વીતી જાય છે.

image source

રાધા કૃષ્ણના સેટની આવે છે યાદ

વધુમાં તેણી જણાવે છે કે તેને રાધા કૃષ્ણના સેટની ખુબ યાદ આવે છે, ડાયરેક્ટરનું એક્શન બોલવું, રાધાના તે કપડા, ઘરેણા બધું જ યાદ આવે છે. હવે તો બસ જલ્દીથી શુટિંગ ચાલુ થાય અને અમે કામ પર લાગીએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *