બિગ બોસ 14: આ 11 સિતારા જોવા મળી શકે છે બિગ બોસ માં, તેમા થી 2 એ સગા ભાઈ નો રોલ પણ કર્યો છે સિરિયલ માં..

બિગ બોસ નું ગ્રાન્ડ પ્રીમિયર ઓક્ટોમ્બર માં છે. આવ માં શો માં કયા કયા સેલિબ્રિટી આવશે તે જાણવા બધા જ ઉત્સુક છે.

બિગ બોસ 14 ‘નો ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોમ્બર ના રોજ છે. આ શોમાં કઈ હસ્તીઓ આવશે તેની ઘણી ચર્ચા છે. કેટલીક હસ્તીઓએ પોતાના નામ જાહેર કરવાની ના પાડી હતી, જો કે, આ વખતે  નિર્માતાઓ એ એવા જ કોન્ટેસ્ટન્ટ ને લાવાના છે જેનાથી તે બધા જ શો ની  ટીઆરપી રેકોર્ડને તોડી શકે. જોકે શોમાં આવનારા સ્પર્ધકો અંગે મેકર્સ દ્વારા કોઈ યાદી જાહેર કરવામાં આવી નથી.

Image Source

ચાલો જાણીએ કોણ કોણ આવી શકે  છે આ વખતે બિગ બોસ હાઉસ માં..

જાસ્મિન ભસીન

Image Source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘દિલ સે દિલ તક’ અને ‘નાગિન’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી જસ્મિન ભસીન આ વખતે ‘બિગ બોસ 14’ માં એન્ટ્રી લઈ  શકે છે. ખાસ વાત એ છે કે ‘બિગ બોસ 13’માં જાસ્મિન સિદ્ધાર્થ શુક્લાને સપોર્ટ કરતી હતી.

એજાઝ ખાન

‘કાવ્યંજલિ’ જેવી સિરિયલોમાં કામ કરતાં એજાઝ ખાનનું નામ પણ ‘બિગ બોસ 14’માં સામેલ કરવામાં આવ્યું  છે. નોંધનીય વાત એ છે કે, એજાઝ થોડા સમય પહેલા રાજીવ ખંડેલવાલના ચેટ શોમાં પણ જોવા મળ્યો હતો.

નૈના સિંહ

Image Source

‘સ્પ્લીટ વિલા’ શો  ની વિજેતા અને એકતા કપૂરની પ્રખ્યાત સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળતી નૈના સિંહ પણ આ શો માં આવી શકે છે.

નિશાંતસિંહ મલકાણી

તાજેતરમાં જ પૂરી થયેલી સિરિયલ ‘ગુદાન તુમસે ના હોગા’  માં કામ કરતાં  નિશાંતનું નામ પણ આ શો માટે લેવામા આવ્યું છે.

કરણ પટેલ

Image Source

આમ તો  કરણ પટેલનું નામ ‘બિગ બોસ’  માટે ઘણી વાર લેવામા આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે કરણ પટેલ આ શોમાં આવશે તેવી સંભાવના છે. કરણ હાલમાં એકતા કપૂરના શો ‘કસૌટી જિંદગી કી  2’માં જોવા મળ્યો હતો.

અલી ગોની

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘બિગ બોસ 14’ માં અલી ગોનીનું આગમન લગભગ નિશ્ચિત છે. વિશેષ વાત એ છે કે કરણ પટેલ અને અલી ગોનીએ ‘યે હૈ મોહબ્બતેન’ સિરિયલમાં સગા ભાઈની ભૂમિકા ભજવી હતી.

પવિત્ર પુનીયા

Image Source

એકતા કપૂરની ઘણી સિરિયલોમાં દેખાઈ ચૂકેલી પવિત્ર પુનિયા પણ આ શોમાં નજર આવી શકે છે.

રાહુલ વૈદ્ય

Image Source

‘ઈન્ડિયન આઇડોલ’માં ફાઇનલમાં પહોંચનાર રાહુલ વૈદ્ય પણ આ વખતે બિગ બોસ 14 નો ભાગ બની શકે છે.

જાન કુમાર સાનુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે કુમાર સાનુ નો ​​પુત્ર જન કુમાર સાનુ પણ આ શોમાં ભાગ લઈ શકે  છે.

સ્નેહા ઉલ્લાલ

‘લકી: નો ટાઇમ ફોર લવ’ ફિલ્મમાં જોવા મળી ચૂકેલી સ્નેહા ઉલ્લાલ પણ આ વખતે ‘બિગ બોસ 14’માં જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે સ્નેહા ઘણા સમયથી લાઇમલાઇટમાંથી ગાયબ હતી.

જીયા માણેક

Image Source

બિગ બોસ ના ખબરી અકાઉંટ માંથી એક ટ્વિટટ કરવામાં આવ્યું કે  ‘સાથ નિભાના સાથિયા’ ની ગોપી વહુ એટલે કે જિયા માણેક આ શોમાં પ્રવેશી શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment