આ સમયે દરરોજ પીવો હળદર નું પાણી, વજન ઓછું થવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરશે

હળદર માં કરક્યુમિન નામનો એક એન્ટીઓકિસડન્ટ જોવા મળે છે. જે રોગપ્રતિકારક  શક્તિ ને મજબૂત બનાવવાની સાથે સાથે કોષો ને નષ્ટ થતા અટકાવે છે.  હળદર નું પાણી પીવાના શ્રેષ્ઠ ફાયદાઓ વિશે જાણો.

રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાયેલ હળદર ઔષધીય ગુણો થી ભરપુર છે. જેનો ઉપયોગ ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારવા તેમજ સૌથી મોટી બીમારીઓ થી છૂટકારો મેળવવા માટે થઈ શકે છે. હળદરમાં કુદરતી રીતે બળતરા વિરોધી, એન્ટી ઓક્સિડેન્ટ  તેમજ કરક્યુમિન નામના એન્ટી એકસીડન્ટ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ  ને મજબુત બનાવવા ની સાથે સાથે કોષો ને નષ્ટ થતા અટકાવે છે.તેની  સાથે નવા કોષની રચના ને વેગ આપી ને વૃદ્ધાવસ્થાની ગતિને ઘટાડે છે.

હળદરનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. તે દૂધ સાથે પીવામાં આવે છે. તેમજ ચા સાથે હળવા પાણીમાં નાખીને પીવાથી પણ ઘણા ફાયદા થાય છે.

પાચન શક્તિને યોગ્ય રાખે છે

ઘણા સંશોધન પરથી બહાર આવ્યું છે કે હળદર અને ગરમ પાણી પીવાથી શરીરમાં પિત્ત યોગ્ય રીતે બને છે, જે તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

હળદરમાં હાજર લિપો પોલિસેકેરાઈડ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં હીલિંગ ગુણધર્મોની સાથે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ પણ છે.

બ્લડ સુગર ને નિયંત્રિત કરે છે

કેટલાક સંશોધનમાં બહાર આવ્યું છે કે તેમાં મળતું કર્ક્યુરિન ઇન્સ્યુલિન વધારવામાં મદદ કરે છે. જે તમને બ્લડ સુગર ને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

સ્થૂળતામાં અસરકારક

જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તમે તેનું સેવન કરી શકો છો.  હળદરમાં મળેલ કરક્યુમિન શરીરમાં સરળતાથી ઓગળી જાય છે.  આ શરીરમાં ચરબી વધારતી પેશીની રચનાને અટકાવે છે.

તંદુરસ્ત ત્વચા મેળવો

હળદર અને ગરમ પાણીથી બનાવેલું પીણું શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે. જે કુદરતી રીતે લોહી સાફ કરે છે. આનાથી ઉંમર ને અસર થતી નથી. આ ઉપરાંત તેમાં જોવા મળતા ફ્રી રેડિકલ્સ તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કેન્સરથી બચી શકાય

હળદર નું નિયમિત સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઓછું થાય છે.  હળદરમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. આ ઉપરાંત તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ શરીરમાં કેન્સર ના કોષોની રચનાને રોકે છે.

હૃદય તંદુરસ્ત રહેશે

હળદર કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ કરે છે.  આ ઉપરાંત, તે લોહી ગંઠાવાનું રોકે છે અને આંતરિક સપાટી પર થીજવાથી બચાવે છે. જેના કારણે તમારે હાર્ટને લગતી બીમારીઓનો સામનો કરવો પડતો નથી.

તમારે હળદર નું પાણી કયા સમયે પીવું જોઈએ

જો તમારે હળદરના પાણીનો પૂરેપૂરો લાભ લેવો હોય તો દરરોજ સવારે ખાલી પેટે પીવો.

હળદર પાણી કેવી રીતે બનાવવું

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ચોથા ભાગ ની ચમચી હળદરનો પાવડર નાખીને મિક્સ કરો.  તમે તેમાં સ્વાદ માટે લીંબુ અને મધ પણ ઉમેરી શકો છો.

આમ,આવા કોરોનાના કપરા કાળમાં હળદર ના પાણી નું સેવન કરી ને શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment