પ્રેગનેન્ટ મહિલા એક તુલસીનું પાન ખાઈને જુઓ શું થાય છે?

  • ખાસ કરીને ગર્ભવતી મહિલા એક તુલસીનું પાન ખાશે તો એવો ફાયદો થશે કે તને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. એવી રીતે નિયમિત તુલસી ખાવાથી કંઈક આવા ફાયદા થાય છે. વધુ વાંચો નીચેની લીંક પર ક્લિક કરીને..

માતાના ઉદરમાં બાળક જયારે હોય ત્યારે તેની કાળજી રાખવી જરૂરી બને છે. એમ, માતાના ખુદનું શરીર પણ આ ગર્ભ દરમિયાન ખાસ કાળજી માંગે છે. અમુક એવી બાબતો છે જેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પણ આજના લેખમાં અમે તમને એવી ઔષધ વિશેની જાણકારી આપવાના છીએ જેનાથી ગર્ભવતી માં ને ઘણો ફાયદો થાય છે.

સામાન્ય રીતે તુલસી બધાના ઘરમાં હોય છે પણ તેના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. તો ચાલો, આજે એ માહિતીની સફર કરીએ અને ગર્ભ દરમિયાન જો તુલસી પાનનો ખાવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઘણા પ્રકારના ફાયદા થાય છે.

  • પ્રાચીનકાળથી તુલસીને પવિત્ર ગણવામાં આવે છે અને તુલસીની પૂજા પણ કરવામાં આવે છે. એટલે કે તુલસીને વનસ્પતિમાં આગવું સ્થાન મળ્યું છે તેની કારણ એ પણ છે કે તુલસી સ્વાસ્થ્યને સુધારવા માટે અતિ ઉતમ ગણાય છે.
  • શોધકર્તાઓનું કહેવું છે કે, તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીર પર પડેલા ઘાવને જલ્દીથી રૂઝાવવામાં મદદ કરે છે.
  • એ સાથે તુલસીમાં એન્ટીફંગલ ગુણ પણ હોય છે. નિયમિત તુલસીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને એકદમ ઠીક રાખી શકાય છે.
  • તુલસીના પાનમાં ઘણા પ્રકારના ખનીજ અને પોષકતત્વો હોય છે, જે ગર્ભવતી મહિલા માટે અતિ ઉપયોગી છે.
  • ગર્ભવતી મહિલા માટે તુલસી એક સુપરફૂડ છે, જેનાથી શરીરને સ્ફૂર્તિમાં રાખી શકાય છે.

 

  • એનીમિયાના ખતરાથી બચાવ કરી શકાય છે

શરીરમાં જો વધુ પ્રકારની લોહીની ઉણપ હોય તેને અનીમીયા કહેવામાં આવે છે. રક્તનો પ્રવાહ બરાબર વહેતો રહે એ માનવ શરીર માટે બહુ જરૂરી છે. શરીરના એક-એક અંગ સુધી બરાબર બ્લડ સર્ક્યુલેશન થાય એ બહુ જરૂરી છે. લોહીમાં રહેલા લાલકણ પણ અગત્યના છે તો જો તુલસીનું નિયમિત સેવન કરવામાં આવે તો રક્તને એકદમ લાલ બનાવી શકાય છે સાથે એનીમિયાના ખતરાથી બચાવ થાય છે.

  • શરીરની સ્ફૂર્તિ માટે જરૂરી છે તુલસીનું સેવન

આખા દિવસના શ્રમ પછી શરીરને થકાન મહેસૂસ થાય છે. પરંતુ જો ગર્ભવતી મહિલા માટે વધુ પડતી થકાનની અવસ્થા સારી ન ગણાય. પેટમાં ઉછરી રહેલા બાળક પર તેની અસર પડે છે. આ કારણના સોલ્યુશન માટે જો ગર્ભવતી મહિલા તુલસીના પાનનું કોઇપણ રીતે સેવન કરે તો શરીરને કાયમ માટે સ્ફૂર્તિમાં રાખી શકાય છે. સાથે શરીરના રક્તસંચારને બરાબર રાખી શકાય છે એટલે શરીરમાં એનર્જી રહે છે.

  • ભ્રુણનો યોગ્ય વિકાસ અને સંક્રમણથી બચાવ

ગર્ભમાં રહેલા બાળકને સૌથી વધારે વિટામીન-Aની જરૂર પડે છે. બાળકની nervous systemના વિકાસ માટે વિટામીન જરૂરી છે. એ સાથે ગર્ભની અંદર કોઈ પ્રકારની બીમારી લાગુ ન પડે તેની ખાસ કાળજી રાખવી પડે. તો આ બધી તકલીફમાંથી બચાવ કરવા માટે તુલસી ઇસ ધ બેસ્ટ ઓપ્શન.

જો મહિલા ગર્ભવતી હોય અને એ તુલસીનું સેવન ન કરતી હોય તો આજથી જ તુલસીનું સેવન ચાલુ કરી દેવું જોઈએ. તુલસીના સેવનથી ઘણા ફાયદા થાય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

1 thought on “પ્રેગનેન્ટ મહિલા એક તુલસીનું પાન ખાઈને જુઓ શું થાય છે?”

Leave a Comment