જડીબુટ્ટીઓ ની રાણી તુલસી ના ઉપાયનો પ્રયોગ કઈ રીતે કરવો તેના વિશે જાણો

આયુર્વેદ માં જડીબુટ્ટીઓ ની રાણી કહેવામાં આવતી તુલસી ઘણા ગુણોથી ભરપુર છે. તે શરીર માટે અંદર કે બહાર બંને રૂપથી ફાયદાકારક છે. મોસમી કે ત્વચા સંબંધિત રોગો સિવાય તેના પાંદડા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ઉપયોગી છે. તેની વિશેષ વાત એ છે કે તે વ્યક્તિની તાસીર અનુસાર કામ કરી શકે છે. તુલસી એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિપ્રાયરેટિક, એન્ટિસેપ્ટિક એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીકેન્સર જેવા ગુણોથી ભરપૂર છે. જાણીએ વનૌર્ષધિ નિષ્ણાંત વૈદ્ય શંભુ શર્માથી તેના પ્રયોગ વિશે –
બહુગુણી હોવાને કારણે તુલસીના પાન જ નહીં પરંતુ તેની ડાળીઓ, ફૂલો, બીજ વગેરેનો આયુર્વેદ અને નેચરોપેથી પદ્ધતિમાં પણ સારવાર માટે ઉપયોગમાં લે છે.

ફાયદા: ચેપ, ચહેરાની ચમક અને રોગપ્રતિકારક શક્તિ વધારવા , ચામડીના રોગો, શરદી, તાવ, ઉધરસ માથાનો દુખાવો, ચક્કર આવવા કે ઘણા મોટા રોગોની સારવારમાં પણ ઉપયોગી છે.

ઉપયોગ: તુલસીના પાનને પાણી સાથે ગળી જવા સિવાય ઉકાળો બનાવીને પણ પી શકો છો. ચા મા પાંદડા પણ ઉકાળી લો. તેના પાનને ચાવવું ન જોઈએ.

તુલસીના ગુણો અને તેને ઉપયોગમાં લેવાની રીતો પછી તમને જણાવીએ કે કેવી રીતે ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકીએ:

 

દિવસમાં ૬ વાર થોડું થોડું ભોજન કરો.

ડાયટીશીયન સંગીતા મિશ્રાના મત મુજબ કબજિયાત, ગેસ અને ફૂલેલાનું મૂળ કારણ નાસ્તા અને રાત્રીના ભોજનને મુખ્ય ભોજનની જેમ લેવું અને દિવસ દરમિયાન ભૂખ્યું રહેવું કે તળેલી વસ્તુઓ ખાવી. એવામાં ૬ ભોજનનો નિયમ એટલેકે દિવસમાં ૬ વાર થોડું થોડું ભોજન કરવું. તેમાં ફળ અને શાકભાજી ભરપુર ખાવા. સવારે નાસ્તા પછી ૧૨ થી ૧ વાગ્યાની વચ્ચે બપોરનું ભોજન કરવું. ૩ થી ૪ વાગ્યે ચા સાથે હળવો નાસ્તો લેવો અને ૬ વાગ્યે સૂકોમેવો લેવો જોઈએ. રાત્રિનું ભોજન સૂતા પહેલા ૨ કલાકે એટલેકે ૮ થી ૯ ની વચ્ચે કરી લેવું. મુખ્ય ભોજન પછી ગ્રીન ટી પી શકો છો.

 

હરસિંગાર પેટના કીડા મારે છે.

હરસિંગાર ના થોડા પાનનો બે ચમચી રસ કાઢીને તેમાં થોડી ખાંડ ભેળવીને બાળકોને આપો. નાના બાળકો હોય તો એક ચમચી પીવડાવી. તેનાથી પેટના કીડા મરે છે. – આચાર્ય બાલકૃષ્ણ

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment