શુભ સોમવાર – 7 માંથી કોઈ એક ઉપાયને અજમાવવાથી શિવજીની કૃપા અપરંપાર થઇ શકે છે – જીવનના ટોટલ પ્રશ્નનું સોલ્યુશન આપમેળે થઇ જશે…

સુખ અને દુઃખ તો જીવનમાં આવવાનું અને ડરી ચાલ્યા જશે. દુનિયાનો કોઇપણ માણસ આ ચક્રમાંથી બહાર નીકળી શકતો નથી. ક્યારેક બધે જ સુખ છે એવું લાગે. ક્યારેક દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવું લાગે. ઘણીવાર બધી જ બાજુથી સંકટ આવી પડે છે. પણ તમે ચિંતા ન કરો જો આવી પરિસ્થિતિ થઇ હોય તો સોમવારના દિવસે અમે જણાવેલ ઉપાયમાંથી કોઈ એકને અજમાવવાથી શિવજી તમામ સંકટને જલ્દીથી દૂર કરવાની સંભાવના દર્શાવે છે. તમારી બધી જ તકલીફને જલ્દીથી દૂર કરવા કોઈ એક ઉપાયને સોમવારના દિવસે અજમાવો.

(૧) ભગવાન શિવનો અભિષેક કરવો. ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો. સાંજના સમયની આરતી કરતી વખતે શિવ મંદિરમાં ૧૧ ઘી ના દીવા કરવા.

(૨) શિવલિંગ પર શુદ્ધ ઘી ચઢાવવું. પછી પાણી ચઢાવવું. આવું કરવાથી સંતાન સંબંધી તકલીફને દૂર કરી શકાય છે.

(૩) લોટમાંથી ૧૧ શિવલિંગ બનાવો. તેના પર ૧૧ વખત જળનો અભિષેક કરો. આ ઉપાયથી પણ સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. શિવજીની ખૂબ જ કૃપા થવાની સંભાવના રહે છે.

(૪) રોજ વહેલી સવારે શિવલિંગની પૂજા કરવી. આવું કરવાથી સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

(૫) શિવલિંગ પર તાંબાના લોટામાં પાણી લઇ તેમાં કાળા તલ ભેળવી અભિષેક કરવો. આવું કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. શનિ ગ્રહની ખરાબ અસરથી બચી શકાય છે.

(૬) શિવ મંદિરને રોજ સાફ-સફાઈ કરવાથી જીવનમાં આવેલી તકલીફને હળવી થાય છે.

(૭) સોમવારના દિવસે ગાય અને કુતરાને સારા કર્મના અર્થે કંઈક ખવડાવવું જોઈએ. આવું કરવાથી સારા કર્મનું બંધારણ થાય છે પરિણામે જિંદગીમાં કંઈક અંશે ખુશી અને સમૃદ્ધિ આવવાનું ચાલુ થાય છે.

સોમવારના દિવસે અહીં જણાવેલ આ સાત પ્રકારના ઉપાયમાંથી કોઈ એકને અજમાવવામાં આવે તો જરૂરથી જીવનઈ તકલીફને હળવી કરી શકાય છે અને ધીમે-ધીમે જિંદગીમાં સોના માફક ચળકતા દિવસો આવવાની સંભાવના રહે છે. મનુષ્ય જીવનમાં આમ તો ગણીએ તો જ્યાં ભગવાન શબ્દનો ઉલ્લેખ થાય ત્યાં પહેલા આસ્થા ને શ્રદ્ધાનું મહત્વ હોય છે. ધાર્મિક કામ કોઈ પણ હોય તેમાં ભક્તની સારા સદ્દભાવના રહેલી હોય તો આપોઆપ તેના કાર્ય સફળ થવા લાગે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *