બદામ થી તૈયાર થતી આ શાનદાર અને આસાન રેસિપી ને તમે પણ કરો ઘરે ટ્રાય 

Image Source

બદામમાંથી તૈયાર થતી આ રેસિપી જોઈને જરૂરથી તમારા ઘરના દરેક સભ્યો ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરશે.

સુપર ફુડના રૂપમાં સામેલ બદામ લગભગ દરેક ઘરમાં આસાનીથી મળી જાય છે.ઘણી મહિલાઓ તેનો ઉપયોગ ત્વચાને ખૂબસૂરત બનાવવા માટે અને વાળને મજબૂત બનાવવા માટે કરે છે, પરંતુ તે સિવાય જો તમે નિયમિત રૂપથી બદામનું સેવન કરો છો તો ઘણી પરેશાનીઓ આસાનીથી દૂર થઈ શકે છે. લગભગ લોકો તેને પાણીમાં પલાળીને દૂધમાં મિક્સ કરીને પીવાનો વધુ પસંદ કરે છે પરંતુ અમે તમને આજે આ લેખમાં બદામથી તૈયાર થતી બહેતરીન અને લાજવાબ રેસિપી વિશે બતાવવા જઈ રહ્યા છીએ આ રેસિપી નો સ્વાદ ચાખ્યા બાદ ઘરના વ્યક્તિઓ તમને વારંવાર ફરી બનાવવા નુ કહી શકે છે. જેને તમે ક્યારેય પણ આસાનીથી બનાવી શકો છો.

Image Source

બદામ તુલસી સોસ

સામગ્રી

  • બદામ – 1 કપ
  • તુલસીના પાન – 1/2 કપ
  • કાળા મરી – 1/2 ટીસ્પૂન
  • મીઠું – સ્વાદ મુજબ
  • ઓલિવ ઓઇલ – 1 ટીસ્પૂન
  • લસણ – 2 કળીઓ
  • ચીઝ – 2 ટીસ્પૂન
  • રાઈ – 1/2 ટીસ્પૂન

બનાવવાની રીત

  • સૌ પ્રથમ, તુલસીના પાન, લસણ, બદામ અને ચીઝને મિક્સરમાં નાખીને પેસ્ટ તૈયાર કરો.
  • એક કઢાઈમાં ઓલિવ ઓઇલ ગરમ કરો અને તેમાં કાળા મરી અને સરસવ નાખીને ગરમ કરો.
  • હવે આ કઢાઈ માં બનાવેલી પેસ્ટમાં મીઠું નાખો અને તેને એકથી બે મિનિટ માટે ચડવા દો.
  • બે મિનિટ પછી ગેસ બંધ કરો અને ઠંડુ થયા પછી સર્વ કરો.
  • જો તમે ઇચ્છો, તો તમે આ સોસને બંધ ડબ્બામાં પેક કરી શકો છો અને થોડા દિવસો સુધી રાખી શકો છો.

Image Source

બદામ કુકિસ

સામગ્રી 

  • બદામ પાવડર – 1/2 કપ
  • બેકિંગ પાવડર – 1/2 ટીસ્પૂન
  • ઘઉં નો લોટ – 2 કપ
  • ખાંડ પાવડર – 1/2 કપ
  • માખણ – 1/3 કપ
  • મીઠું – એક ચપટી
  • દૂધ – 1 કપ વૈકલ્પિક

કેવી રીતે બનાવવું

  • સૌ પ્રથમ, ઘઉંનો લોટ, બેકિંગ પાવડર, મીઠું અને પાણી ઉમેરીને સારું મિશ્રણ તૈયાર કરો.
  • હવે આ મિશ્રણમાં બદામનો પાઉડર, માખણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • હવે આ મિશ્રણને પ્લેટમાં કાઢી લો અને થોડો સમય ફ્રિજમાં રાખો.
  • આ મિશ્રણથી ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને કૂકીઝના આકારમાં બનાવો અને ઉપર બદામ પણ મૂકો.
  • હવે તેને બનાવવા ઓવન પ્રિ હિટ કરો અને તેને લગભગ 15-20 મિનિટ માટે બેક થવા માટે મુકો.
  • બદામ કૂકીઝ તૈયાર છે.

Image Source

બદામની ખીર

સામગ્રી

  • બદામ – 2 કપ
  • ઘી – 1 ટીસ્પૂન
  • દૂધ – 3 કપ
  • ખાંડ – 1/3 કપ
  • એલચી પાવડર – 1/2 ટીસ્પૂન

કેવી રીતે બનાવવું

  • સૌ પ્રથમ, બદામને થોડો સમય પાણીમાં પલાળી રાખો.
  • લગભગ દસ મિનિટ પછી બદામ અને દૂધ મિક્સરમાં નાંખીને મિક્સ કરી લો.
  • એક બાજુ તપેલીમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખી થોડો સમય ચડવા દો.
  • થોડી વાર પછી તેમાં ખાંડ અને ઈલાયચીનો પાઉડર નાંખો અને આછા બદામી રંગનો થાય ત્યાં સુધી રાંધો અને ગેસ બંધ કરો.
  • હવે તેને પ્લેટમાં કાઢો અને ઉપર ડ્રાયફ્રૂટ ઉમેરીને સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “બદામ થી તૈયાર થતી આ શાનદાર અને આસાન રેસિપી ને તમે પણ કરો ઘરે ટ્રાય ”

Leave a Comment