સુંદર વાળ મેળવવા માટે આ કોફીના હેર માસ્ક અજમાવો અને જાણો કોફી વાળ વધારવામાં કેટલી મદદરૂપ છે

Image Source

કોફીનો ઉપયોગ ઘણા લોકો પ્રાકૃતિક હેર ડ્રાઈ રૂપે કરે છે. તે વાળ વધારવામાં મદદ પણ કરે છે. તો ચાલો જાણીએ ઘરે કેવી રીતે કોફીનું હેર માસ્ક બનાવવું.

ઘણા લોકો કોફી પીવાના શોખીન હોય છે. કોફી ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોય છે. વાળ માટે તમે કોફીનું હેર માસ્ક બનાવી શકો છો. તે વાળને સુંદર અને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. ઘણા લોકો પ્રાકૃતિક હેર ડ્રાઈ રૂપે તેનો ઉપયોગ કરે છે. તે વાળને વધારવામાં પણ મદદ કરે છે. તે ખરતા વાળ પણ ઓછા કરી શકે છે. તો ચાલો જાણીએ ઘરે કેવી રીતે કોફીનું હેર માસ્ક બનાવવું.

Image Source

દહીં અને કોફીનું હેર માસ્ક:

અડધો કપ દહીં લો અને તેમાં એક મોટી ચમચી કોફી પાવડર ઉમેરો. તેને સંપૂર્ણ માથાની ખોપરી પર લગાવો. થોડી મિનિટ માટે મસાજ કરો અને પછીની 30 થી 40 મિનિટ સુધી તેને લગાવેલું રહેવા દો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લો. આ કોફીના હેર માસ્કને અઠવાડિયામાં એક અથવા બે વાર પુનરાવર્તિત કરી શકો છો.

નારિયેળ તેલ અને કોફીનું હેર માસ્ક:

એક વાસણમાં 2 કપ નાળિયેરનું તેલ ગરમ કરો અને 1/4 કપ શેકેલી કોફીના બીજ નાખો. તેને ધીમા તાપે થોડીવાર માટે ઢાંકણ બંધ કરીને પકાવો. તે બળે નહિ તેનું ધ્યાન રાખો. ગેસ પરથી ઉતારી અને કોફીના બીજને અલગ કરવા માટે તેલને ગાળી તેને કાંચની બોટલમાં ભરીને રાખો આ ઉપરાંત તેને ફ્રીજમા મૂકી દો.

મધ સાથે કોફીનું હેર માસ્ક:

એક ચમચી કોફી પાવડર લો અને તેમાં 2 ચમચી મધ ઉમેરો. તેની એક પેસ્ટ બનાવો અને આ કોફી હેર માસ્કને સંપૂર્ણ વાળમાં મૂળથી છેડા સુધી લગાવો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પુથી ધોતા પેહલા તેને 30-40 મિનિટ સુધી લગાવેલું રેહવા દો. આ કોફીના હેર માસ્કને અઠવાડિયામાં એક અથવા બે વાર પુનરાવર્તિત કરી શકો છો.

જૈતુનના તેલથી કોફીનું હેર માસ્ક તૈયાર કરો:

2 ચમચી જૈતુનના તેલમાં એક ચમચી કોફીનો પાવડર ઉમેરી કોફીનું હેર માસ્ક તૈયાર કરો. હેર માસ્કને વાળના મૂળથી માથા સુધી પૂરા વાળમાં લગાવો. માસ્કને ઓછામાં ઓછી 30 મિનિટ માટે લગાવેલ રેહવા દો. તેને ધોવા માટે‌ માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરી અને આ કોફીના હેર માસ્કને અઠવાડિયામાં એક અથવા બે વાર પુનરાવર્તિત કરી શકો છો.

લીંબુના રસથી કોફીનું હેર માસ્ક તૈયાર કરો:

એક મોટી ચમચી કોફીનો પાવડર લો અને તેમાં જરૂરી માત્રામાં લીંબુનો રસ ઉમેરો. કોફીનું હેર માસ્ક તૈયાર કરવા માટે એક સાથે ઉમેરો અને તેને સંપૂર્ણ વાળ અને ખોપરીની ચામડી પર લગાવો. માસ્કને 30-40 મિનિટ સુધી લગાવેલ રેહવા દો અને ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. આ કોફીના હેર માસ્કને અઠવાડિયામાં એક અથવા બે વાર પુનરાવર્તિત કરી શકો છો.

એરંડાનું તેલ અને કોફીનું હેર માસ્ક તૈયાર કરો:

એક વાસણમાં 2 કપ એરંડાનું તેલ લો અને તેને ગરમ કરો. તેમાં ચોથા ભાગ જેટલો કપ શેકેલા કોફીના બીજ નાખી થોડીવાર ધીમા તાપે પકાવો. જેથી તે બળે નહિ. કોફીના બીજને તેલથી અલગ કરી. કોફીના આ હેર ઓઈલને કાંચની બોટલમાં નાખી ઉપયોગ કરવા માટે ફ્રિજમાં સંગ્રહિત કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *