દિવસમાં 10000 ડગલા ચાલવા માટે અજમાવો આ રીતો.

ફકત શરીરને જ સ્વસ્થ બનાવવા માટે જ નહિ પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ પગેથી ચાલવું ખુબ ફાયદાકારક હોય છે. નિષ્ણાતો નું કેહવુ છે કે એક દિવસમાં ૫૦૦ કેલેરી બર્ન કરવા માટે દરેક વ્યક્તિ ને દરરોજ ૧૦૦૦૦ ડગલા જરૂર ચાલવા જોઈએ પરંતુ અત્યારની જીવનશૈલી અને કામમાં વ્યસ્તતાના કારણે દરરોજ એટલા ડગલા ચાલવા દરેક વ્યક્તિ માટે ઘણુ મુશ્કેલ થઈ ગયું છે.

તેનો મતલબ એ નથી કે દરરોજ ૧૦૦૦૦ ડગલા ચાલવા અશક્ય છે. જો તમે તંદુરસ્ત રહેવા માંગો છો તો ૧૦૦૦૦ ડગલા ચાલવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તમારા માટે ખૂબ જરૂરી છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને જણાવી જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે એક દિવસમાં ૧૦૦૦૦ ડગલા ચાલવાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો.

દરરોજ ૩૦૦ ડગલા વધારો.

Image Source

ધ્યાન રાખો કે કોઈ પણ વ્યક્તિ એકજ દિવસમાં ૧૦૦૦૦ ડગલા ચાલવાના લક્ષ્યને એકસાથે પૂરું કરી શકતો નથી. નિશ્ચિત રૂપથી તેના માટે થોડું નક્કી કરવું પડે છે. જો તમે દરરોજ થોડાક ડગલા ચાલો છો તો સારું થશે કે તમે રોજ તેમાં ૩૦૦-૩૦૦ ડગલા વધારે ઉમેરતા જાઓ.

ઉદાહરણ તરીકે અત્યારે તમે ૧૦૦૦ ડગલા ચાલી રહ્યા છો તો તેમાં ૩૦૦ ડગલા વધુ ઉમેરી દો. જ્યારે તમે ૧૩૦૦ ડગલા ચાલવામાં સારો અનુભવ કરવા લાગો, ત્યારે ૩૦૦ ડગલા વધારી દો. આ રીતે ધીમે ધીમે ૩૦૦ ડગલા ત્યાં સુધી વધારતા રહો જ્યાં સુધી ૧૦૦૦૦ ડગલા પૂરા ન થઈ જાય.

ઘરની નજીક ચાલીને જાઓ.

Image Source

આજકાલ ઘણા લોકો ઘરની નજીકની દુકાન જવા માટે પણ સ્કુટી કે ગાડીનો ઉપયોગ કરે છે. તેવીજ રીતે માર્કેટ કે ઓફિસ જવું હોય તો ગાડી એવી જગ્યા પર પાર્કિંગ કરે છે, જ્યાંથી વધારે ચાલવું ન પડે. તમારી આ ટેવ ને પણ બદલો. જો તમે આજુબાજુ ક્યાંય કોઈ કામથી જઈ રહ્યા છો તો સ્કુટી કે રિક્ષાના બદલે ચાલીને જાઓ. તેમજ કારને પણ થોડી દૂર પાર્ક કરો. આવી રીતે તમે દરરોજ ૧૦૦૦૦ ડગલા ચાલવાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.

દાદરનો ઉપયોગ કરો.

Image Source Google

કદાચ જ કોઈ લિફ્ટ ના બદલે દાદરનો ઉપયોગ કરતું હશે. જો તમે પણ લીફટ નો ઉપયોગ કરો છો તો તમારી આ ટેવ ને બદલી નાખો. ક્યારેક ક્યારેક લિફ્ટનો ઉપયોગ કરવો સારો છે પરંતુ દરરોજ લીફટના બદલે દાદરનો ઉપયોગ કરો.

તમને જણાવી દઈએ કે થોડા દાદરો ચડવા ઉતરવા થી તમે લગભગ ૪૦ ડગલા ચાલી લો છો. ત્રીજા માળ સુધી દાદર ચડવાથી તમે લગભગ ૧૫૨ ડગલા ચાલો છો.

તમારા પાલતુ પ્રાણી ને ફરવા લઈ જાઓ.

Image Source

જો તમારા ઘરમાં પાલતુ પ્રાણી છે, તો તેને જાતે ફરવા લઈ જાવ. સામાન્ય રીતે પાલતુ પ્રાણી સાથે એક વ્યક્તિ ૧૫ મિનીટ માં લગભગ ૧૦૦૦ ડગલા ચાલી શકે છે. આ ફકત તમારા પાલતુ પ્રાણી માટેજ સારું નથી, પરંતુ તમારા માટે પણ ફાયદાકારક છે. સવારે કે સાંજના સમયે તમારા પાલતુ સાથે તમે ચાલવા જઈ શકો છો.

પેડોમીટર નો ઉપયોગ કરો.

Image by stanias from Pixabay

પેડોમીટર એક મશીન છે, જે તમારા ડગલા ની સંખ્યા ગણે છે. પગેથી ચાલવા દરમિયાન હિપ્સ ની ઉપર નીચે થવાની ક્રિયાને પેડોમીટર નોંધણી કરે છે. તમે ઘડિયાળ કે એપ પર પેડોમીટર નો ઉપયોગ કરી શકો છો.

તેની મદદથી જાણી શકશો કે તમે તમારા લક્ષ્યથી કેટલા દૂર છો કે હવે તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં તમારે હજુ કેટલીક મેહનત કરવી છે. જો તમે દરરોજ ઓછું ચાલો છો તો બપોરના ભોજન સમયે અને સાંજના ભોજન પછી પણ પગેથી ચાલવાનું શરૂ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment