નાના રસોડાને વિશાળ લુક આપવા માટે અજમાવો આ સ્માર્ટ ટિપ્સ

Image Source

સુંદર અને સુવિધાજનક રસોડામાં ભોજન બનાવવાનો એક અલગ જ આનંદ છે. તેથી ઘરનો આંતરિક ભાગ બનાવતી વખતે રસોડામાં વિશેષ ધ્યાન આપવું જોઈએ. નાના રસોડાને કેવી રીતે સ્માર્ટ લુક આપી શકાય છે તેના વિશે અહી જાણો.

રસોડું ઘરનું ખૂબ મહત્વપૂર્ણ ભાગ હોય છે તેથી તે સુંદર અને વ્યવસ્થિત હોવું ખૂબ જરૂરી છે. થોડી સમજણથી કેવી રીતે રસોડાને મોટો અને ઓપન લુક આપી શકાય છે, અહી જાણો.

1. નાના રસોડા માટે હંમેશા હળવા રંગ પસંદ કરો. પછી ભલે રસોડામાં દીવાલ પર કલર કરવાનો હોય કે કેબિનેટ માટે લેમીનેટ્સ ની પસંદગી. જો ડાર્ક કલર ઉપયોગ કરવા ઇચ્છો છો તો બે કોન્ટ્રાસ કલરની કેબિનેટ બનાવો. તેમાં એક રંગ હળવો અને બીજો ડાર્ક હોવો જોઈએ. કોન્ટ્રાસ માટે કયારેય પણ બેથી વધારે રંગ પસંદ કરશો નહિ. વધારે રંગોથી રસોડું નાનુ દેખાઈ છે.

2. સ્ટોરેજ માટે ફ્લોર થી સિલીંગ કેબિનેટ બનાવો. જો રસોડું એલ આકારમાં હોય તો તેમાં કોર્નર યુનિટ બનાવો, જેનાથી જગ્યા સરખી રીતે ઉપયોગમાં આવી શકે.

3. જો ચોરસ રસોડું હોય તો કોઈ એક દીવાલ પર કોન્ટ્રાસ ટાઇલ્સ લગાવી રસોડાને અલગ લૂક આપી શકો છો. જેમકે ગ્રે લુકવાલા રસોડાની કોઈપણ દીવાલ પર બ્લુ ટાઇલ્સ લગાવીને તેને અલગ લૂક આપી શકો છો.

4. નાના રસોઈઘરમાં સફેદ મારબલ અથવા કોઈ સફેદ કાઉન્ટર ટોપ લગાવો. તેનાથી રસોડું મોટું દેખાશે.

5. રસોડાને મોટો અને ઓપન લુક આપવા માટે કોઈપણ એક દિવાલ પર મોટી બારી લગાવો. તેનાથી રસોડામાં કુદરતી પ્રકાશ આવશે જે સકારાત્મક ઊર્જાને વધારે છે.

6. મોટા અને સ્માર્ટ લુક આપવા માટે નાનીને બદલે મોટા આકાર અને હળવા રંગની ટાઇલ્સ લગાવો. જો કલર કરાવી રહ્યા હોઈ તો બધા સફેદ લુકને પ્રાથમિકતા આપો. એટલું જ નહિ આડાને બદલે વર્ટિકલ લુક આપનારી ડેકોર પેટર્ન પસંદ કરો.

7. ભરચક કાઉન્ટર રસોડાનો લુક બગાડે છે તેથી વારંવાર ઉપયોગ થતી વસ્તુઓને વોલ હેંગર પર લટકાવવાની વ્યવસ્થા કરો. હાલના દિવસોમાં એક થી એક ડિઝાઇનર હુક અને સ્માર્ટ હેંગર ઉપલબ્ધ છે. તમે તેની પસંદગી અને બજેટ મુજબ કોઈ પણ ડિઝાઇન પસંદ કરી શકો છો.

8. તેલ મસાલા વગેરે વસ્તુઓને રાખવા માટે કાઉન્ટર નીચે એક ખેચવાની ટ્રોલી મૂકો. તેનાથી રસોડું સાફ અને વ્યવસ્થિત જોવા મળશે.

9. રસોડામાં પ્રોફાઈલ લાઈટ અથવા સ્પોર્ટ લાઈટ જરૂર લગાવો. તેનાથી કામમાં અનુકૂળતા રહે છે.

10. જો રસોડું ખુલ્લું હોય તો દીવાલ પર લિવિંગ રૂમ જેવો અથવા તેને મેચ થતો કલર કરવો. તેનાથી ઘરના આંતરિક ભાગમાં લય જળવાય રહે છે.

11. સ્માર્ટ લુક આપવા માટે એક મોટા સિંકને બદલે બે નાના સિંક લગાવો. બે લોકો એક સાથે કામ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહિ.

12. હાઉસકીપિંગ સાથે જોડાયેલ નાની નાની વસ્તુઓ રાખવા માટે સિંકની નીચે હિડન કેબિનેટ બનાવો.

13. શક્ય હોય તો રસોડામાં નાસ્તો કરવા માટે ટેબલ બનાવો, તેનાથી રસોડાને સ્માર્ટ લુક તો મળશે જ, તેમજ ત્યાં બેસીને ગરમા ગરમ ભોજનનો આનંદ પણ લઇ શકો છો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment