ખરાબ નજરથી બચવા માટે અજમાવો દાદીમાના આ સરળ નુસખાઓ

Image Source

જો કોઈના જીવનમાં બધુ સરખું ચાલી રહ્યું હોય અને અચાનક ખૂબ વધારે સમસ્યાઓ આવી પડે તો કહેવામાં આવે છે કે કોઈની ખરાબ નજર લાગી ગઈ છે. પરિવારમાં કોઈ વ્યક્તિ અચાનક ખૂબ બીમાર પડી જાય, ઘરમાં અચાનક કારણ વગર કંકાસ, ધંધામાં નુકશાન, વધારે પડતું ચિડ્યાપણું થવું અથવા ભૂખ ના લાગવી તે બધા નજર લાગવાના લક્ષણો માનવામાં આવે છે. હંમેશા તમે જોયું હશે કે કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ અચાનક બીમાર થઈ જાય છે અથવા હસતું વ્યક્તિ અચાનક ગુમસુમ રેહવા લાગે છે. તેટલું જ નહિ, ઘણીવાર નાના બાળકો પણ ખૂબ વધારે રડવા લાગે છે અથવા કંઈ જમતા નથી. આ બધા નજર લાગવાના કારણો બની શકે છે. નજર ઉતારવાના ઘણા નુસખા છે જે દાદી-નાનીના જમાનાથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે આ લેખમાં અમે તમને નજર ઉતારવાના દાદીમાના નુસખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ

Image Source

  • જો ઘરમાં કોઈ વડીલ અથવા બાળકને વારંવાર નજર લાગતી હોય તો તેના હાથમાં, કાંડા અને પગમાં કાળા દોરા બાંધીને રાખો.
  • જો તમને લાગે છે કે ઘરમાં કોઈને નજર લાગી હોય તો શનિવારના દિવસે કાચું દૂધ પીડિત વ્યક્તિની ઉપરથી સાત વખત ફેરવીને કૂતરાને પીવડાવી દો. તેમ કરવાથી ખરાબ નજર ઉતરી જાય છે.
  • જો કોઈ વ્યક્તિ પર નજર દોષની અસર હોય તો તેની ઉપર મીઠું, કાળા સરસવ, લસણ, કાંદાના સુકાયેલા ફોતરા અને લાલ મરચાંને આગમાં નાખી તે આગને સાત વાર ફેરવો. આ ઉપાય મંગળવાર, શનિવાર અથવા રવિવારના દિવસે કરો.
  • જો બાળકને નજર લાગી ગઈ છે તો ૭, ૯ અથવા ૧૧ અગરબત્તી લો અને બાળકને સુવડાવીને તેના માથાથી પગ સુધી ૫, ૭ થવા ૯ વખત ફેરવો. પછી અગરબત્તીને ગેસ પર રાખી દો. જો બાળકને નજર લાગી હશે તો અગરબત્તી બળે ત્યારે સુગંધ આવશે નહિ.

Image Source

  • ઘરના કોઈ બાળકને અથવા વડીલને નજર લાગી હોય તો આ ઉપાય મંગળવાર અથવા રવિવારના દિવસે કરો. તમારા ડાબા હાથની મુઠ્ઠીમાં રાયના થોડા દાણા, મીઠાની સાત ચપટી અને સાત આખા લાલ સુકાયેલ મરચા લો અને પીડિત વ્યક્તિને સુવડાવીને માથાથી પગ સુધી સાત વખત ફેરવીને ચુલ્હામાં નાખી દો. આ ઉપાય કરતી વખતે બોલવું નહિ.
  • જો તમને લાગે છે કે ઘરના કોઈ સભ્યને નજર લાગી છે તો તેના માથાથી પગ સુધી સાત વખત લીંબુ ફેરવીને, તેના ચાર ટુકડા કરીને કોઈ ચોક પર ફેંકી દો. લીંબુ ફેંક્યા પછી પાછળ ફરીને જોશો નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *