પોતાની જાતને મોસમી રોગોથી દૂર રાખવા માટે આ ઉપાયો અજમાવો

બદલાતી ઋતુમાં મોસમી રોગોથી બચવા માટે તમે પણ આ ઉપાયોનો સહારો લઈને સ્વસ્થ રહી શકો છો.

Image Source

તે આપણા હાથમાં હોય છે કે આપણે કેવી રીતે આરોગ્ય પ્રત્યે સભાન છીએ. જો આપણે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહીએ, તો આપણે અનેક મોસમી રોગોથી દૂર રહી શકીએ, જો આપણે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ન હોઈએ તો આરોગ્યને બગડતા કોઈ રોકી શકશે નહીં. તેથી, બદલાતી ઋતુઓમાં ખુદની સંભાળ લેવી અને મોસમી રોગોથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. જો આપણે આના અમુક ટકા પણ અનુસરીએ, તો આપણે ઘણી મોસમી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. ઠીક છે, જો તમે મોસમી રોગથી પોતાને બચાવવા માંગતા હોય, તો તમારે આ લેખ સંપૂર્ણ રીતે વાંચવો જોઈએ, કારણ કે આજે આ લેખમાં અમે તમને કેટલાક ઉપાયો શેર કરવા જઈ રહ્યા છીએ જેને તમે અપનાવી શકો છો. તો ચાલો જાણીએ.

મેથીના શાકનું સેવન કરો :

Image Source

શિયાળાની ઋતુમાં મોસમી રોગોથી દૂર રહેવા માટે તમે ભોજનમાં મેથીની શાકભાજી અથવા મેથીના શાકનો જરૂર ઉપયોગ કરો. કહેવામાં આવે છે કે મેથીનું શાક તાવ, શરદી, સોજા વગેરે ઘણા રોગો માટે ખૂબ મદદરૂપ શાક છે. તેને પેટના અંદરના દુઃખાવા માટે ઘણા લોકો ઉપયોગ કરે છે. પેટમાં ઠંડક પહોચાડવા માટે પણ તમે તેને શાક રૂપે શામેલ કરી શકો છો.

ઈંડાનું સેવન કરો :

શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે ઈંડાનું સેવન કરવું ખૂબ જરૂરી છે. ઈંડા શરીરને ગરમ રાખવાની સાથે શરીરમાં પ્રોટીનની ઊણપને પણ દૂર કરે છે. તેના માટે તમે શિયાળાની ઋતુમાં નિયમિત રૂપે એક થી બે ઇંડાનું સેવન જરૂર કરો. જો તમે ઈંડા ખાતા નથી, તો તેના બદલે તમે મધનો ઉપયોગ કરી શકો છો. શરદી-તાવ અને ગળાના દુખાવાથી પરેશાન રહો છો, તો આ સમસ્યાને દૂર કરવા માટે મધ એક શ્રેષ્ઠ ઉપાય છે.

લવિંગ અને એલચી :

મોસમી રોગોથી દૂર રહેવા માટે તમે લવિંગ અને એલચીનું પણ સેવન કરી શકો છો. જો તમે ઉધરસથી વધારે જ પરેશાન રહો છો, તો તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે લવિંગને પીસીને સાકર ની સાથે મિક્સ કરીને મધની સાથે સેવન કરો. તેનાથી તમને તરત આરામ મળશે. તેવીજ રીતે એલચીનો પણ ઉધરસ વખતે ઉપયોગ કરી શકાય છે.

હળદર અને દૂધનો ઉપયોગ :

Image Source

હળદર ભારતીય ઘરોમાં એક મહત્વ મસાલો હોવાની સાથે એક ઔષધીય તત્વ પણ છે, જેને ભોજન બનાવવાથી લઈને ઘણા રોગોમાં ઘરેલુ ઉપાય માટે ઉપયોગ કરવામાં આવે છે. હળદરમાં રહેલ પોષક તત્વ શરદી-તાવ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો, શરીરનો દુખાવો વગેરે રોગો માટે રામબાણ ઈલાજ છે. તેના માટે હળદરને ગરમ દૂધમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા જરૂર સેવન કરો.

આ પણ ધ્યાન રાખો :

Image Source

  • શિયાળાની ઋતુમાં હંમેશા જમ્યા પછી અથવા બીજા સમયે પણ હુફાળા પાણીનું જ સેવન કરો.
  • ભોજનમાં હંમેશા મોસમી શાકભાજીનો જ સમાવેશ કરો.
  • તમે ગરમ કપડા જરૂર પહેરી રાખો.

આશા છે કે આજની માહિતી આપને વધુ પસંદ આવી હશે. આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *