ગરમીની ફોલ્લીઓ માટે અજમાવો આ પાંચ ઘરેલૂ નુસખા, જેનાથી મળશે એકજ વારમાં બળતરા અને ખંજવાળથી છુટકારો

Image Source

ગરમીની ફોલ્લીઓ એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં ગરમીની અસર ખૂબ વધારે થઈ રહી છે. જે લોકો તડકામાં વધારે સમય વિતાવે છે, તેને પણ ગરમીની ફોલ્લીઓની સમસ્યા થાય છે. અહીં અમે તમારા માટે ગરમીની ફોલ્લીઓની બળતરા અને ખંજવાળથી છુટકારો મેળવવાના પાંચ સરળ ઘરેલુ નુસખા લઈને આવ્યા છીએ.

ગરમીની ફોલ્લીઓને કારણે ત્વચા પર સતત ખંજવાળ આવે છે અને ત્વચા પર કાંટો ખૂંચે એવો અનુભવ થાય છે. તેને લીધે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ નથી. ગરમીની ફોલ્લીઓની સમસ્યા બાળકોમાં વધારે થાય છે, કેમકે તેની ત્વચા ખૂબ વધારે કોમળ હોય છે.

જોકે વડીલો પણ આ સમસ્યાથી અસ્પૃશ્ય રેહતા નથી. ગરમીની ફોલ્લીથી બચવાની સૌથી સરળ રીત હોય છે કે તમે તમારા શરીરને સતત સાફ કરતા રહો. ઉનાળાની ઋતુમાં ઓછામાં ઓછુ બે વાર સ્નાન જરૂર કરો. ગરમીની ફોલ્લીઓ થવા પર તમારે જે અસરકારક ઉપચાર કરવાના છે, તેના વિશે અહી જાણો.

Image Source

આ ઉપાય ત્વરિત રાહત મેળવવા માટે છે -:

 • ગરમીની ફોલ્લીઓ જ્યારે ખૂબ વધારે પરેશાન કરી રહી હોય ત્યારે આ રીત રાહત મેળવવા માટે અપનાવો.
 • બે થી ત્રણ બરફના ટુકડા લો અને તેને એક સ્વચ્છ રૂમાલમાં વીંટાળી લો. હવે આ બરફના ટુકડાથી ફોલ્લીઓ પર ધીમે ધીમે હળવા હાથથી મસાજ કરો.
 • તમને તરત રાહત મળશે. એક દિવસમાં તમે બે વાર આ પ્રક્રિયાને પાંચથી દસ મિનિટ માટે કરી શકો છો.

Image Source

પપૈયું અને ઘઉંનો લોટ -:

 • પપૈયુ તમારી ત્વચાને ઠંડક પહોંચાડે છે અને ઘઉંનો લોટ ફોલ્લીઓના મૃત કોષોને દુર કરે છે. આ પેસ્ટ બનાવવાની રીત ખૂબ સરળ છે.
 • પાકેલા પપૈયાની એક નાના આકારનો ટુકડો લો. હવે તેને મસળીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટમાં એક ચમચી ઘઉંનો લોટ ઉમેરો.
 • તૈયાર પેસ્ટને ફોલ્લીઓ ઉપર લગાવો અને હળવા હાથથી મસાજ કરો. ત્યારબાદ સ્નાન કરી લો. તમે આ રીતનો દિવસમાં બે વાર ઉપયોગ કરી શકો છો. રાત્રે સુતા પહેલા આ રીત અપનાવી અને પછી સૂવાથી તમને સારી ઉંઘ આવશે અને ફોલ્લીઓને કારણે ત્વચા પણ કાળી પડશે નહિ.

Image Source

ઠંડા દહીંનું મસાજ -:

 • ફોલ્લીઓથી છુટકારો મેળવવામાં ઠંડુ દહીં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આ રીતે દહીંથી મસાજ કરો.
 • અડધી વાટકીમાં દહીં લો અને તેમાં છ થી સાત ફુદીનાના પાન પીસીને નાખો. હવે આ તૈયાર મિશ્રણથી દસ મિનિટ સુધી ફોલ્લી પર હળવા હાથથી મસાજ કરો.
 • ત્યારબાદ તાજા પાણીથી સ્નાન કરી લો. તમે એક દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરી શકો છો. તે બાળકો માટે પણ સંપુર્ણ રીતે સુરક્ષિત છે અને તેની કોમળ ત્વચાને કોઈ નુકશાન પહોંચશે નહીં.

Image Source

આ રીતે કાકડીની પેસ્ટ લગાવો -:

 • તમે એક નાના આકારમાં કાકડીને કાપી લો.
 • તેમાં એક ચમચી ચંદન પાવડર ઉમેરો.
 • આ તૈયાર પેસ્ટને ૨૦ મિનિટ માટે ફ્રીજમા રાખી દો. હવે તેને ફોલ્લીઓ પર લગાવી અને સુકાવા માટે છોડી દો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તમે સ્નાન કરી લો.
 • તેનાથી ફોલ્લીઓ દુર થશે, ત્વચાને તરત ઠંડક મળશે અને ત્વચાની ચમક પણ વધશે.

Image Source

ઓટમીલ અને દૂધનો લેપ -:

 • અડધી વાટકી ઠંડુ દૂધ લો.
 • તેમાં એક ચમચી ઓટમીલ ઉમેરો.
 • ત્યારબાદ ૩૦ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો.
 • હવે આ મિશ્રણને ફ્રીજમાંથી કાઢી ફોલ્લીઓ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી મસાજ કરી અને પછી સ્નાન કરી લો. તમે દિવસમાં ૨ થી ૩ વાર આ પ્રયોગને અજમાવી શકો છો. તે બાળકો માટે પણ ખૂબ મદદરૂપ છે. તેનાથી ત્વચા મુલાયમ અને ચમકીલી રહે છે અને ફોલ્લીઓનો પણ નાશ થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *