તમે ખાવાના શોખીન છો તો ટ્રાય કરો આ 9 ટ્રેડિશનલ મુગલાઈ ફૂડ્સ 

Image Source

જયારે આપણે મુગલાઈ સામ્રાજ્યની વાત કરીએ છીએ તો લગભગ લોકોના દિમાગમાં મોગલના બાદશાહોના નામ સામ્રાજ્ય સ્મારક વગેરેનાં આવે છે, કારણ કે પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી ભરતમાં મોગલો દ્વારા બનાવવામાં આવેલા કિલ્લા આજેપણ ઉપસ્થિત છે, જે ખૂબ જ ખાસ અને સુંદર છે. પરંતુ આજે અમે તમને તે પ્રાચીન મોગલાઈ વ્યંજન વિશે જાણકારી આપી રહ્યા છીએ જેને બાદશાહ ખૂબ જ શોખથી ખાતા હતા. કારણકે આજે પણ ઘણા બધા એવા મશહૂર મોગલઇ વ્યંજન છે જેને લોકો ખૂબ જ શોખ સાથે ખાય છે. ચાલો જાણીએ અમુક એવા શાહી વ્યંજન વિશે જે મોગલ સામ્રાજ્ય દરમિયાન અસ્તિત્વમાં આવ્યા.

Image Source

1 નરગીસ કોફ્તા

નરગીસ કોફ્તા એક પ્રાચીન અને મોગલાઈ નોનવેજ વ્યંજન છે. જેને માંસ, મસાલા અને ઈંડા ની સહાયતાથી તૈયાર કરવામાં આવે છે. આ વ્યંજન સામાન્ય તુલના માં ખુબ જ સ્વાદિષ્ટ અને જાયકેદાર હોય છે. તેને ઘણા બધા લોકો મોગલાઈ કોફતા નામથી પણ જાણે છે. આ વાનગીને બનાવવા માટે કોફ્તાના મિશ્રણને ઉકળતા ઈંડામાં ભરીને તૈયાર કરવામાં આવે છે.

Image Source

2 મટન બિરયાની

 અત્યારે બિરયાની બધાને ખૂબ જ ભાવે છે અને તમે પણ કદાચ બિરયાની લવર હશો તમે મટન બિરયાની થી લઈને ચિકન બિરયાની ખાધી હશે પરંતુ શું તમને ખબર છે કે બિરયાની એક મોકલાવી છે જેને બાદશાહ પોતાના વ્યંજન માં સામેલ કરતા હતા અને ખૂબ જ ચાહતે ખાતા હતા બાદશાહ મટન બિરયાની ની શાહી અંદાજમાં બનાવતા હતા.

Image Source

3 મોગલાઈ પરાઠા

મોગલાઈ પરાઠા પ્રાચીન મુઘલાઇ ફૂડ છે, પરંતુ હવે એક પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ પણ છે. જે પશ્ચિમ બંગાળમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ પરાઠા પ્રોટીનથી ભરપૂર હોય છે કારણ કે તેને બનાવવામાં ઈંડા નો ઉપયોગ કરવામાં આવે છે. તેને તમે આસાનીથી ઘરે પણ બનાવી શકો છો મોગલાઈ પરાઠા માં જે સામગ્રીનો ઉપયોગ થાય છે તે દરેક સામગ્રી આસાનીથી ઘરે મળી જાય છે.

Image Source

4 મટન સિક કબાબ

ઇન્ડિયન નાસ્તામાં સિક કબાબ સૌથી પોપ્યુલર છે. જેને લીલી ચટણી અને ડુંગળીની સાથે ખાવામાં આવે છે. લોકો સીક કબાબ ને ઘણી બધી રીતે બનાવે છે, જેમકે વેજ કબાબ, મટન કબાબ, ચિકન કબાબ વગેરે. પરંતુ શું તમને ખબર છે કે   કબાબ બનાવવા માટે ની પરંપરા ખૂબ જૂની છે મોગલકાળમાં સીક કબાબ ને ખુબ જ ચાહથી બનાવવામાં આવતું હતું અને ખાવામાં આવતું હતું. પરંતુ આજે તે લોકો વચ્ચે ખૂબ જ પસંદગીની વાનગી બની ગઈ છે.

Image Source

5 મોગલાઈ પુલાવ 

જો તમે ડિનરમાં કંઈક સારું બનાવવા ઇચ્છો છો તો તમે મોગલાઈ પુલાવ બનાવી શકો છો. આ પુલાવ વેજ લોકો માટે ખૂબ જ પસંદગીની વાનગી છે. તમને જણાવી દઈએ કે મોગલાઈ પુલાવ ને લોકો ઘણી બધી રીતે બનાવે છે. ઘણા બધા લોકો તેને વેજ બિરયાની, વેજ પુલાવ વગેરે નામથી પણ જાણે છે. પરંતુ આ દરેક પુલાવ ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, જેમ કે ઘણા બધા લોકો ને સાદો પુલાવ પસંદ છે પરંતુ અમુક લોકો મસાલેદાર રીતે બનાવે છે.

Image Source

6 નિહારી મટન

નિહારી એક ફારસી શબ્દ છે. જે પાકિસ્તાન, બાંગ્લાદેશ માં ખુબ જ મશહૂર છે. તે ભારતમાં ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, જેમકે મટન નિહારી, ચિકન નિહારી, નિહારી વગેરે, નિહારી મોગલ સામ્રાજ્યનો પ્રમુખ વાનગી હતી. જેને લોકો બપોરે નમાજ પડ્યા બાદ તેમની સાથે ખાતા હતા. નિહારી હવે વધુ જૂની દિલ્હીમાં મશહૂર છે જેને આદુ અને લીંબુની સાથે સર્વ કરવામાં આવે છે.

Image Source

7 ચિકન કોરમા

ચિકન કોરમા ખૂબ જ ફેમસ વાનગી છે, જેને લોકો તંદુરી રોટી સાથે થાય છે. તેની સાથે જ ચિકન કોરમા મુસલમાનોની સૌથી લોકપ્રિય વાનગી છે. તેને લોકો ચિકનના નામથી પણ બોલાવે છે. પરંતુ ભારતમાં ચિકન કોરમા અલગ અલગ રીતે બનાવી શકાય છે, જેમ કે ચીકન લાલ કોરમા, ચિકન દહીં કોરમા વગેરે. તેને ઘરે બનાવવું ખૂબ જ આસાન છે પરંતુ મોટાભાગના લોકો તેને દેગમાં બનાવે છે.

Image Source

8 શામી કબાબ

તમે વેજથી લઈને નોનવેજ શામી કબાબ ખાધા હશે, પરંતુ શું તમને જાણકારી છે કે તે એક મોગલાઈ ટ્રેડિશનલ વાનગી છે, જેને લોકો ભાત, રોટલી અને નાન સાથે ડુંગળી અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તમે મટન અને ચણાની દાળના શામી કબાબ બનાવી શકો છો. શામી કબાબની ડિફરન્ટ રેસીપી જરૂર તમને ખૂબ જ પસંદ આવશે.

Image Source

9 શાહી ટુકડા

આ બધી વાનગી સિવાય શાહી ટુકડા પણ એક મોગલાઈ વાનગી છે, જેને ભોજન કર્યા બાદ ડેઝર્ટ ના રૂપે સર્વ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શાહી ટુકડા બ્રેડ મલાઈ અને દેશી ઘી ની સહાયતાથી બનાવવાની રહેશે. ડેઝર્ટમાં સૌથી મોંઘી વાનગીમાંથી એક છે જો તમે ઘણી ખાવાના શોખીન છો તો તમે શાહી ટુકડાની આ રેસિપી જોઈને જરૂરથી ટ્રાય કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment