નખને મજબૂત રાખવા માટે આ 4 ટિપ્સ અજમાવો, તે લાંબા સમય સુધી ચમકદાર રહેશે

Image Source

દરેક લોકો સુંદર અને ચમકદાર નખ રાખવા ઈચ્છે છે. તેને યોગ્ય રીતે કાળજી ન રાખવાને કારણે નખ ઝડપથી તૂટે છે અને ઘણીવાર આંતરિક રોગો તરફ પણ સંકેત કરે છે.

ઘણી છોકરીઓ લાંબા અને પરફેક્ટ શેપના નખ રાખવા પસંદ કરે છે. તે તમારા હાથની સુંદરતાને વધારવાનું કામ કરે છે. આ દિવસોમાં આર્ટિફિશિયલ નખ પર આર્ટ કરવાનો ટ્રેન્ડ ઘણો લોકપ્રિય છે.પરંતુ કેટલાક લોકોના નખ તૂટી જાય છે. તેના કારણે તેને પરફેક્ટ શેપ મળી શકતો નથી. શું તમે વિચાર્યું છે કે નખ તૂટવા પાછળ શું કારણ હોઈ શકે છે. જો નહિ, તો ચાલો અમે જણાવીએ કે, નખ તૂટવા પાછળ હોર્મોનલ કારણ હોઈ શકે છે. આ ઉપરાંત પોષણની ઉણપ પણ હોઈ શકે છે.

આપણે ઘણીવાર આપણા નખ પર ધ્યાન આપતા નથી. નખ કોમળ, નબળા અને સરળતાથી તૂટી જાય છે. પરંતુ કદાચ તમે જાણતા નથી કે નખને જોઇને વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણ થાય છે. તેથી જરૂરી છે કે તમે તમારા નખની ખાસ સંભાળ રાખો. હંમેશા કામ કરતી વખતે અથવા વાસણ ધોતી વખતે નખને નુકશાન પહોંચે છે. તેથી જરૂરી છે કે તમે તમારા નખને ચોખ્ખા અને સ્વચ્છ રાખો. જો તમારા નખ વારંવાર તૂટી જાય છે અને લાંબા વધી શકતા નથી તો અમે તમને થોડી ટીપ્સ આપી રહ્યા છીએ. આ ટિપ્સને અનુસરી નખને મજબૂત બનાવી શકાય છે.

હાઈડ્રેટેડ રહો:

જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ નહિ તો શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. તેની અસર તમારા નખ પર જોવા મળે છે. તમારા નખ નબળા થવા લાગે છે અને તૂટવા લાગે છે. સ્વસ્થ અને મજબૂત નખ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. પાણી પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે.

ટુંકા નખ રાખો:

જ્યારે તમારા નખ લાંબા થાય છે ત્યારે સરળતાથી તૂટવા લાગે છે. તેથી યોગ્ય છે કે તમે નખને નાના રાખો. નાના નખની સારવાર કરવી સરળ હોય છે. નાના નખમાં ગંદકી ભેગી થતી નથી અને તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કૃત્રિમ નખ લગાવવાનું ટાળો:

જેલ અને ખોટા નખ દેખાવમાં સ્ટાઇલિશ અને સુંદર લાગે છે. પરંતુ તેના કારણે વાસ્તવિક નખને નુકશાન પહોંચે છે. તેથી જેલ અથવા ખોટા નખ લગાવવાથી બચવું જોઈએ. તેમ કરવાથી નખ વધારે અસ્વસ્થ અને નબળા થવા લાગે છે, જેના કારણે નખ ઝડપથી તૂટવા લાગે છે.

નખને મોઇશ્ચરાઇઝ કરો:

નખને મોઇશ્ચરાઇઝ રાખવા માટે હેન્ડ ક્રીમનો ઉપયોગ કરો. વારંવાર હાથ ધોવા અને સફાઈ કામને કારણે તમારા નખ નબળા થવા લાગે છે. તેથી જ્યારે પણ હાથને ધોવો છો ત્યારે મોઇશ્ચરાઇઝ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment