પૈસાની ઉણપથી પરેશાન છો?? તો ગુરુવારે કરો આ સરળ ઉપાય,જેનાથી આર્થિક તંગી દૂર થશે

પૈસાની ઊણપના કારણે સમસ્યા ઉઠાવવી પડી રહી છે, તો પંડિતજી દ્વારા જણાવવામાં આવેલ આ ઉપાયને ગુરુવારના દિવસે જરૂર અજમાવી જુઓ.

હિન્દુ ધર્મમાં દરેક દિવસોને કોઈને કોઈ દેવી અથવા દેવતાઓ સાથે જોડવામાં આવ્યા છે. પરંતુ બૃહસ્પતિવારનો દિવસ ગુરુ ‘બૃહસ્પતિ’ ને સમર્પિત કરવામાં આવ્યા છે. તેથી તેને ધર્મનો દિવસ પણ કેહવામા આવે છે. તેમતો બૃહસ્પતિ દેવની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, પરંતુ શાસ્ત્રો મુજબ બૃહસ્પતિ દેવની ઉપાસના કરવાથી આર્થિક સ્થિતિ પણ સુધરે છે અને ઘન સંપતિનું સુખ પણ મળે છે. તેથી ગુરુવારના દિવસે તમે થોડા જ્યોતિષ ઉપાય કરીને તમારી ખરાબ આર્થિક પરિસ્થિતિને થોડી ઘણી સુધારી શકો છો.

આ વિષય પર અમારી ચર્ચા ભોપાલ નિવાસી જ્યોતિષાચાર્ય અને હસ્તરેખાશાસ્ત્રી પંડિત વિનોદ પોદાર સાથે ચર્ચા કરી હતી તે કહે છે, ” તમારે તમારી આર્થિક સ્થિતિને સુધારવા માટે ચોક્કસ મહેનત કરવાની જરૂર છે. ધન કમાવવા માટે કર્મ કરવું જરૂરી છે. પરંતુ ઘણીવાર ઘણી વધારે મહેનત કરવા અને પ્રયત્ન કર્યા પછી પણ તમને તે ફળ મળી શકતું નથી, જેની તમે ઈચ્છા રાખો છો. આવી સ્થિતિમાં ગુરુવારના દિવસે તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ અને બૃહસ્પતિ દેવની પૂજા કરવી જોઈએ. તેનાથી તમને ચોક્કસ ફાયદા અને સાચી દિશા જરૂર જોવા મળશે.”

તો ચાલો જાણીએ કે ગુરુવારના દિવસે કયા ઉપાયો કરવાથી લાભ થશે –

ગુરુવારના દિવસે પૂજા

ગુરુવારના દિવસે બ્રહ્મમુહૂર્ત ( બ્રહ્મમુહૂર્ત શું હોય છે) માં ઉઠો. તેના માટે તમારે 3 થી 4 વાગ્યે લગભગ ઉઠવું પડે. જો તમે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી શકતા નથી, તો તમારે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન જરૂર કરી લેવું જોઈએ. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરી અને હરિ ભગવાન વિષ્ણુની આગળ દીવો પ્રગટાવવો. તમારે દરેક ગુરુવારના દિવસે આ કરવું જોઈએ, તેનાથી તમને જગતપિતા નારાયણ સાચી દિશા અવશ્ય બતાવશે.

 After all, why do you apply rice on your head after applying tilak! This is the reason behind it

Image Source

માથા પર તિલક કરવાનો ઉપાય

ગુરુવારના દિવસે કેસર, ચંદન અથવા તો હળદરનું તિલક માથા પર જરૂર લગાવો. આ ત્રણેયને શાસ્ત્રોમાં ખૂબજ શુભ માનવામાં આવે છે. જો તમે આ ત્રણેય માંથી કોઈનું પણ તિલક લગાવો છો તો મનોકામનાઓ પૂર્ણ થાય છે. પંડિત જી કહે છે, ” ભગવાન શિવ, શ્રી વિષ્ણુ, શ્રી ગણેશ અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે માથા પર કેસરનું તિલક લગાવવું જોઈએ. તેનાથી તમને સાહસ, શાંતિ, જ્ઞાન, ધન અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.”

બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવાના ઉપાય

બૃહસ્પતિ દેવને પીળી વસ્તુઓ ઘણી પ્રિય છે, તેથી તેને પ્રસન્ન કરવા માટે તમારે ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ, પીળી વસ્તુઓનો પ્રસાદ બૃહસ્પતિ દેવને અર્પણ કરવો જોઈએ અને પીળી વસ્તુઓનું જ દાન પણ કરવું જોઈએ. તમે દર ગુરુવારના દિવસે હળદરથી ચોખાને પીળા કરીને દાન કરી શકો છો અથવા તો પીળા સરસવનું દાન કરી શકો છો. પીળા રંગની મિઠાઈ, કેળા અથવા તો પીળા રંગના વસ્ત્રોનું પણ દાન કરી શકો છો.

banana tree

Image Source

કેળાના ઝાડની પૂજા કરવાથી ફાયદા

ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. કેળાના ઝાડને શુભતા અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તમે કેળાના ઝાડની પૂજા જરૂર કરો.

ગુરુવારના દિવસે મંત્ર જાપ

ગુરુવારના દિવસે તમારે સવારના સમયે ઊઠીને સ્નાન વગેરે કરી ભગવાન બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ.

બૃહસ્પતિના બીજ મંત્ર ‘ॐ ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम:।‘ નો જાપ કરો. તેના ચિત્રની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. પીળા ફૂલ અને વસ્તુઓ અર્પણ કરો. તમે આ મંત્રોનો પણ જાપ કરી શકો છો –

ॐ बृं बृहस्पतये नम:।
ॐ क्लीं बृहस्पतये नम:।
ॐ ऐं श्रीं बृहस्पतये नम:।
ॐ गुं गुरवे नम:।

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment