શિયાળા માં ડ્રાયવાળ થી પરેશાન છો?આ આઠ વાતો નું રાખો ધ્યાન અને મેળવો શાયની વાળ..

Image source

બદલાતા ઋતુ માં સૌંદર્ય સમસ્યા માં સૌથી મહત્વ ની સમસ્યા છે વાળ ખરવાની. જે મોસમી સંક્રમણ દરમિયાન નોર્મલ હોય છે. સારી દેખભાળ અને સંતુલિત આહાર સાથે વાળ પાતળા અને મોસમી વાળ ને ખરવા પર નિયંત્રિત કરી શકાય છે. જેમ જેમ ઋતુ બદલાય છે,આપણાં આસપાસ ની ગરમી અને ઠંડી પણ વાળ ને બદલી નાખે છે. આવા સમયે વાળા ને વધુ કાળજી ની જરૂર હોય છે. ઘણા લોકો ડ્રાય વાળ ની સમસ્યાથી ઘેરાયેલા હોય છે. જે સુસ્ત દેખાતા હોય છે. આજ ના લેખ માં તમે એજ જાણીશકશો કે તેને કેવી રીતે રોકી શકાય છે.

Image source

તમારા વાળ ને તડકો, પ્રદૂષણ, વરસાદ નું પાણી, ધૂળ થી વધુ સંપર્ક ન થાય તેનું ધ્યાન રાખવું. તે વાળ ને સુસ્ત અને બેજાન બનાવી શકે છે. એટલે જેટલું થઈ શકે તેટલું વાળ ને બચાવો. અને જો ધૂળ કે વરસાદ ના સંપર્ક આવે તો તેને તેજ દિવસે ધોઈ નાખવા.

Image source

તમારા વાળ ને નિયમિત રૂપ થી વરાળ આપવી. નિયમિત રૂપ થી વરાળ લેવાથી રોમ છિદ્રો ખૂલી જાય છે. જેથી તે અધિક પોષક તત્વો ને અવશોષિત કરી શકે. તે ખોપડી ને મોઈશ્ચરાઈજર કરે છે. અને વાળ ને મજબૂત કરવામાં મદદ કરે છે. તે વાળ ના સારા સ્વાસ્થ્ય ને મજબૂત કરે છે.

Image source

વાળ ના વિકાસ ને વધારવા માંટે અને વિશેષ રૂપ થી વાળ ની ગુણવત્તા ને સુધારવા માંટે એક સારા આહાર નું સેવન કરવું ખૂબ જ જરુરી છે. ઉચિત પોષક તત્વો, પ્રોટીન, વસા, વિટામિન અને ખનીજ શામેલ કરવું. જેનાથી વાળ સ્વસ્થ, મજબૂત, અને ચમકીલા બનશે. સ્વસ્થ વાળ માંટે આહાર માં વિટામિન એ, બી, સી મેગ્નેસિયમ જસ્તા વગેરે શામેલ કરવું.

Image source

વાળ ને બ્લો ડ્રાયકર્યા સિવાય પ્રાકૃતિક રૂપ થી સુકાવા. બ્લો-ડ્રાય થી વાળ તૂટે છે. સાથે જ ભીના વાળ લઈ ને બહાર ન જવું. કારણકે શુષ્ક હવા વાળ ને સૂકા બનાવી દે છે. અને તૂટવા નું કારણ પણ બની જાય છે.

Image source

એક માઇલ્ડ શેમ્પૂ નો ઉપયોગ કરવો. જેમા એસએલએસ જેવા કોઈ પણ રસાયણ ન હોય. ઘણા બધા રસાયણ થી બનેલ શેમ્પૂ નો ઉપયોગ કરવાથી વાળ નું તેલ ઓછું થઈ જાય છે અને ખોપડી સૂકી પડી જાય છે. જેના કારણે વાળ ઓછા તૂટે છે. એટલે જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે હલકા શેમ્પૂ નો જ ઉપયોગ કરવો.

બદલતા ઋતુ માં વાળ ની સંભાળ લેવા માટે નો એક જ ઉપાય છે કે તેનું પ્રાકૃતિક તેલ લગાવું. તે ડ્રાય વાળ, પૌષ્ટિક ખોપડી થી છુટકારો અને વાળ ની જડો ને મજબૂત કરે છે. તે ખોપડી ના રક્ત પરીસંચરણ અને વાળ ખરતા રોકે છે. વાળ ધોવા ના એક કલાક પહેલા તેલ લગાવું અને રાત્રભર તેને તેમ જ રહેવા દેવું.

Image source

ઘુંઘારાળૂ વાળ ને નિયંત્રિત કરવું. ઋતુ બદલાતા ઉચ્ચ આદ્રતા નું સ્તર વાળ ને ઘુંઘારાળૂ બનાવી શકે છે. જે વાળ ખરવાનું કારણ પણ બની શકે છે અને સૂકા વાળ પર સિરમ લગાવો.

હોટ શાવર થી બચવું. વાળ ને વધુ ગરમ પાણી ધોવાથી વાળ ઘુંઘારાળૂ અને શુષ્ક થઈ શકે છે. તેનાથી વાળ ને નુકશાન અને વાળ ખરતા પણ થઈ જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *