ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં ભૂકંપ આવ્યો હતો – શું તમને એ ખબર છે? આખી દુનિયા હચમચી ગઈ હતી..

જેમ માણસની તબિયત ક્યારેક ખરાબ થઇ જાય અને થોડો આરામ કરવો પડે અથવા દવાઓનો સહારો લેવો પડે. એવી રીતે સોશિયલ મીડિયાને પણ કંઈક તકલીફ પડી ગઈ હતી. કદાચ તમને જાણ નહીં હોય, પણ આવું હકીકતમાં બન્યું હતું જેની અસર હજુ થોડી જોવા મળે છે.

ગયા અઠવાડિયાના બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ યુઝ કરવાવાળા માટે તકલીફ થઈ ગઈ હતી. ચાલો, એ રાતે શું થયું હતું અને તેની અસર કેવી રીતે જોવા મળી?

ઘણા લોકોને ફેસબુક એપ્લીકેશનને યુઝ કરવામાં તકલીફ આવતી હતી. સામે ફેસબુકે પણ ટવીટ કરી હતી જેમાં લખ્યું હતું કે, શરમિંદા છીએ કે, ફેસબુકથી જોડાયેલા લોકોને અત્યારે વપરાશમાં તકલીફ આવી રહી છે. અમે શક્ય તેટલી વધુ સમસ્યાનું નિરાકરણ કરવાની કોશિશ કરીએ છીએ. તમને વધુ જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં ફોટો અને વિડીયો શેરીંગ થાય છે, જે ફેસબુકનું એક ડીવીઝન છે.

  • શું તકલીફ આવી હતી?

સાવ એવું પણ નથી કે ફેસબુકનો ઉપયોગ થઇ જ નથી શકતો પણ અમુક ફંક્શન બરાબર રીતે ચાલી રહ્યા ન હતા. અમુક લોકોને લોગ ઇનમાં તકલીફ પડે છે. અમુકની ન્યુઝ ફીડ ખાલી હતી તો અમુક પ્રોફાઈલ અને પેઇઝને એક્સેસ નથી કરી શક્યા. આ તકલીફ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સને નહીં પણ ડેસ્કટોપ સાઈટમાં પણ જોવા મળી હતી.

આ મામલે ફેસબુકનું કહેવું છે કે, આ તકલીફને DDos એટેકને કારણે નથી થઇ પરંતુ હેકર જયારે કોઈ વેબસાઈટથી નકલી ટ્રાફિક સર્વર પર મોકલે ત્યારે સર્વર સ્લો કે ઠપ થઇ જાય એવું બને છે.

જયારે ફેસબુક સ્લો અથવા બંધ જેવી થઇ ત્યારે યુઝર્સે ટવીટરની મદદથી સ્કીનશોટ શેયર કર્યા હતા. જેના જણાવ્યું હતું કે કેવી તકલીફ આવી રહી છે. ફેસબુક બંધ થઇ જાય એટલે અત્યારના માણસોનો જીવ અડધો થઇ ગયો હોય એવું મહેસૂસ થાય કારણ કે સોશિયલ મીડિયાનું એડીકશન બધાને થઇ ગયું છે અને જેમાંથી સાવ બહાર આવવું એ એક કઠીન કામ છે.

આ વાત એટલી ગંભીર છે કે અમુક જગ્યાએ સોશિયલ મીડિયા અને મોબાઈલથી છુટકારો મેળવવા માટે એડીકશન સેન્ટર પણ ખુલી ગયા છે. જ્યાં લોકો જાય છે અને ધીમે-ધીમે આ ટેવમાંથી કેવી રીતે બહાર આવવું એ શીખે છે. વધુમાં ઈન્ટરનેટથી દુનિયા કાલ્પનિક થઇ ગઈ છે, જેમાં કોઈ પાસે બેસીને વાત કરવાનો સમય રહ્યો નથી. જો કે, આ એક અલગ વિષય છે પરંતુ અત્યારના વિષયની અગત્યની વાત એ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બંધ થવાને કારણે ઘણા યુઝર્સને તકલીફ પડી હતી,. જયારે અમુક લોકોના અગત્યના કામ પણ અટકી ગયા હતા.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *