ટ્રાવેલિંગ કે યાત્રા કરતા સમયે શું તમને પણ ઉલટી કે ઉબકા આવે છે? તો આ લેખ છે તમારા માટે

શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે, આ કારણે તમે સફર કરવાથી ડરો છો તો હવે તમે બેફિક્ર થઈ જાઓ, કેમકે અમે તમને આ આર્ટિકલ દ્વારા ૮ એવા ઘરગથ્થું ઉપાય વિશે જાણાવીએે છીએ. જેને અજમાવીને સફર દરમ્યાન ઉલ્ટીઓથી બચી શકાય છે. તો જાણો કયા છે આ ૮ ઘરગથ્થું ઉપાય..

લીંબુ સૂંધો 

જ્યારે પણ કોઇ સફર માટે નીકળો, તમારી સાથે એક પાકેલું લીંબુ જરૂર રાખી લો. જરા પણ ખરાબ મન થાય તો, આ લીંબુને છોલીને સૂંધો, એવું કરવાથી તમને ઉલ્ટી થશે નહી.

લવિંગ પીસીને રાખો

 

થોડા લવીંગને શેકીને, તેને પીસી લો અને એક ડબ્બામાં ભરીને રાખી લો. જ્યારે પણ મુસાફરી કરો કે ઉલ્ટી જેવું મન થાય તો તેને ફક્ત એક ચપટી માત્રામાં ખાંડ કે કાળા મીંઠાની સાથે મોંઢામાં રાખી લો. કેટલાક તુલસીના પત્તા પણ તમારી સાથે રાખો, તેને ખાવાથી પણ ઉલ્ટી નહી થાય.

લીંબુ અને ફુદીનાનો જ્યુસ

 તેના ઉપરાંત મુસાફરીમાં જતા સમયે એક બોટલમાં લીંબુ અને ફુદીનાનો રસ કાળું મીંઠુ નાંખીને રાખો અને સફરમાં તેને થોડું-થોડું પીતા રહો.
ઈલાયચી 

લવીંગની જેમ ઈલાયચી ખાવાથી પણ જલ્દી આરામ મળે છે. તેના ઉપરાંત સફરમાં નીકળતા પહેલા પણ ઈલાયચીવાળી ચા પીને તમે મુસાફ માટે નીકળી શકે છે.
કાળા મરી અને કાળું મીંઠુ
લીંબુને કાપીને, તેના પર કાળા મરી અને કાળું મીંઠુ ભભરાવીને ચાટતા રહો. આ રીત પણ તમને ઉલ્ટી થવાથી બચાવી શકે છે
 આદુંવાળી ચા પીવો

 આદુંવાળી ચામાં એન્ટી ઈમેટિકના તત્વ રહેલા છે. જેનાથી ઉલટી કે ઉબકા આવવાના બંધ થઈ જાય છે. આદુંથી પાચનક્રિયા સારી થાય છે. અને ઉલ્ટી થવાની સ્થિતી બંધ થઈ જાય છે.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGE

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *