શું તમને ખબર છે ટ્રાફિકના દંડની રકમ કોના ખાતામાં અને ક્યાં જાય છે?

૧ સપ્ટેમ્બરથી મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નિયમો એટલી હદે કડક બનાવ્યા કે થોડી અફડાતફડી જેવું થઇ ગયું. લોકો તાત્કાલિકના ધોરણે હેલ્મેટની ખરીદી કરવા લાગ્યા. સાથે જરૂરી એવા કાગજી દસ્તાવેજને પણ તૈયાર કરવા માટે દોડવા લાગ્યા. અચાનક આ નિયમ લાદવામાં આવ્યા અને લોકો પાસે નિયમને પૂર્ણરીતે ફોલો કરવા માટે સમય પણ ન રહ્યો. ત્યારે અમુક રાજ્યોમાં હજુ પણ પોલીસ અધિકારીઓ અને પબ્લિક વચ્ચે ગરમાગરમીનો માહોલ રહે છે. એમ, કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરે ત્યારે ટ્રાફિક પોલીસ ચલણ આપે છે.

શું તમે જાણો છો કે તમને જે દંડ થાય છે એ રકમ કોના ખાતામાં જાય છે અને એ રકમનો ઉપયોગ શું કરવામાં આવે છે?

મોટાભાગના લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર નથી અથવા ખબર છે તો આ પૈસાનું શું થાય છે એ ખબર નથી. જ્યારથી નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવ્યા છે ત્યારથી દરેક માણસ રસ્તા પર નીકળતા થોડો ડરતો હોય એવો લાગે છે. આ બાબતમાં પોલીસકર્મીઓ પણ બાકાત રહ્યા નથી અને એ પણ જાહેર જનતાથી ડરવા લાગ્યા છે. ઈન્ટરનેટ પર ઘણા પોલીસ અધિકારીના વિડીયો વાઈરલ થયા હતા; જેમાં એ હેલ્મેટ વગર ગાડી ચલાવી એવા દેખાય રહ્યા હતા.

પણ આજના લેખની અગત્યની વાત એ છે કે, બધાના મનમાં પ્રશ્ન થતો હશે કે, આપણને જયારે ચલણ અર્થાત્ દંડ થાય અને એ ચલણ ભરપાઈ કરીએ તો એ રકમ કોના ખાતામાં જમા થતી હશે? તો આ પ્રશ્નનો જવાબ આ જ લેખમાં મળી જશે.

દેશમાં સૌથી મોટું ચલણ કોનું બન્યું?

દિલ્હીમાં એક ટ્રકનું ૨ લાખથી વધારેની રકમનું ચલણ ફાટ્યું હતું. આ ચલણ અત્યાર સુધીનું સૌથી મોટું ચલણ છે. આ રકમ ભરવી પણ ફરજીયાત હોય છે. નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ પડતા વાહનો રાખવા કે નહીં એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે.

ચલણની રકમ ક્યાં જાય છે?

કોઇપણ વ્યક્તિને ચલણ આવે અને એ ચલણની રકમ ભરપાઈ કરે ત્યારે એ રકમના પૈસા જે તે રાજ્યના ખાતામાં જમા થાય છે. જેમ કે આપણે ગુજરાત રાજ્યના ખાતામાં જમા થાય. ઉદારહણ તરીકે કોઈનું ચલણ ઉતર પ્રદેશમાંથી ફાટ્યું તો તે રકમ ભરપાઈ થતા તે રાજ્યના વહીવટી ખાતામાં જમા થશે. જો કેન્દ્રશાસિત પ્રદેશ હોય તો ચલણની રકમ કેન્દ્ર સરકારની ખાતામાં જમા થશે.

વધુ વિગત જાણીએ તો અમુક કિસ્સામાં આવું પણ બની શકે જેમાં ચલણની રકમ કોર્ટમાં જમા થાય. પણ બાદમાં તે રકમ પણ રાજ્ય સરકાર સુધી પહોંચાડી દેવામાં આવે છે. જે તે રાજ્યના ખાતામાં આ બધો હિસાબ રાખવામાં આવે છે. જો ચલણ નેશનલ હાઈવે પર આપવામાં આવે તો ચલણની રકમના બે ભાગ પડે છે. એક ભાગ કેન્દ્ર સરકાર અને બીજો ભાગ રાજ્ય સરકાર એમ સરખે ભાગે હિસ્સો વહેંચવામાં આવે છે. તો હવે ખબર પડી ને કે તમે ભૂલ કરીને પણ અંતે તો ખુદને રાજ્યને જ મદદ કરી રહ્યા છો.

ચલણના પૈસાનો શું ઉપયોગ કરવામાં આવે છે?

એક રાજ્ય બીજા રાજ્ય સાથે પૈસાની લેતીદેતી કે અન્ય વહીવટ કરતા હોય છે, ત્યારે રાજ્યના ખાતામાં જમા થતી આ બધી રકમનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે.

જો આ માહિતી તમને ગમી હોય તો અન્ય લોકો સાથે પણ શેયર કરજો જેથી બધાને અવનવી માહિતી જાણવા મળે. મિત્રો સાથે આ માહિતીને શેયર કરજો.

રોચક માહિતીનો ખજાનો લઈને આવતું ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરવાનું ભૂલશો નહીં. આ પેઈજને લાઈક કરવાથી તમે સૌથી પહેલા નવી માહિતી સુધી પહોંચી શકશો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment