2019નાં વર્ષની આ તસ્વીરો કોઈ ભૂલી શકવાનું નથી! જોઈ લો અહીં ક્લીક કરીને

વર્ષ-૨૦૧૯ની વિદાય થઈ અને ૨૦૨૦નું આગમન થયું. સમય વીતવાની સાથે ભૂતકાળ ઝાંખો થતો જાય છે અને છેલ્લે વિસ્મૃત થઈ જાય છે. એમ ૨૦૧૯નાં વર્ષની સામાન્ય કડવી-મીઠી યાદો પણ એક દિવસ ભૂલાઈ જશે. પણ યાદ કંઈક અનોખી હોય તો એ ભૂલાતી નથી! બસ, આ જ બાબત પર અહીઁ પેશ કરી છે ૨૦૧૯ની એવી કેટલીક તસ્વીરો જે ક્યારેય ભૂલાવાની નથી. પોતપોતાનાં ક્ષેત્રમાં એકદમ વિશિષ્ટ એવી સદાકાળ તસ્વીરો આ રહી :

(1) વડાપ્રધાનને ખભે માથું મૂકીને રોઈ પડેલા સિવન —

ઇસરોના જે મિશન માટે આખો દેશ ઉત્સુક હતો એ ચંદ્રયાન-૨નું ચંદ્રમાની સપાટી પર સફળ લેન્ડીંગ ના થઈ શક્યું. રાત્રે બે વાગ્યે ટીવી સામે તાકી રહેલ લાખો હિન્દુસ્તાનીઓના ચહેરા કંઈક અંશે ઝાંખા થયા. ઇસરોના કંટ્રોલરૂમમાં હાજર વડાપ્રધાને વૈજ્ઞાનિકોને ધરપત આપી અને બહાર નીકળ્યા. એ વખતે ઇસરો ચીફ કે.સિવન વડાપ્રધાન સામે ભાવૂક થઈ ગયા, આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. વડાપ્રધાને તેમને ગળે લગાવ્યા. આ ક્ષણો દેશના કરોડો નાગરિકો માટે અવિસ્મરણીય રહી. હવે એ દિવસો ગયા કે જ્યારે વૈજ્ઞાનિકોનું સ્થાન ખૂણામાં હતું. આ તસ્વીર દ્વારા એ વાત સાબિત થાય છે કે, નવી જનરેશનના હિરો ફિલ્મસ્ટાર કે ક્રિકેટર નહી, પણ સરહદ પ્રહરીઓ, ભેજાંબાજ વૈજ્ઞાનિકો અને ખેડૂતો છે!

(2) લોહીથી લથબથ ભગવાન ઇસુ —

આ વર્ષે ‘લોહીયાળ રવિવાર’ શ્રીલંકાને ધ્રૂજવી ગયો. શાંતિદૂતો દ્વારા કરવામાં લાગલગાટ આઠ બોમ્બ બ્લાસ્ટમાં ૩૫૦ જેટલા લોકો માર્યા ગયા અને ૫૦૦થી વધુ ઘાયલ થયા. કોલંબો સહિત બીજાં ત્રણ શ્રીલંકન શહેરોને આંતકવાદીઓએ લોહીયાળ બનાવ્યાં. આ તસ્વીર છે નેગોમ્બો નામનાં એક ચર્ચની. ભગવાન ઇસુની મૂર્તિ લોહીયાળ સ્વરૂપમાં દેખાય રહી છે, જે શાંતિદૂતોના કરતૂતની ગવાહી પૂરે છે.

(3) લખજો : ખાંક પડી આહીં, કોઈના લાડકવાયાની! —

૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯નો દિવસ નહી ભૂલાય, કદી નહી! કાશ્મીરના પુલવામાં જિલ્લાનો અવંતિપુરા વિસ્તાર એનું લોકેશન. સીઆરપીએફના જવાનોનો કાફલો જઈ રહ્યો હતો અને અચાનક ધડાકો થયો. ૪૦ જવાનો આ કાતિલકાંડમાં હોમાયા. શાંતિદૂતોના સંગઠન જૈશ-એ-મહમદનું કામ કારનામું હતું. પછી થોડાક દિવસો વીત્યાં ભારતીય સૈન્ય દ્વારા પણ બાલાકોટ એરસ્ટ્રાઇક રૂપે પાકિસ્તાન પર ઘણનો ઘા થયો!

(4) આઠ સદી જૂનું ગિરજાઘર ધડધડ સળગ્યું —

લગભગ સાડા આઠસો વર્ષ જૂનાં પેરિસના નોત્રાડેમ કેથેડ્રલ ચર્ચમાં ભયાવહ આગ લાગી. વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ, દરવર્ષે લાખો લોકોને આવવા માટે આકર્ષતું ભવ્ય અને વિશાળ ચર્ચ પૂરી રીતે આગના ઝપેટામાં ચડી ગયું. મહામહેનતે આગ કાબૂમાં આવી પણ ત્યાં સુધીમાં મુખ્ય ઢાંચાને બાદ કરતા બધું બફાઈ ગયું હતું!

(5) પ્રધાનમંત્રીએ મુસ્લિમ પરિવેશ ધારણ કર્યો —

૨૦૧૯ના માર્ચ મહિનામાં ન્યુઝિલેન્ડનાં એક શહેરની મસ્જિદમાં ભયાનક આતંકિ હુમલો થયો. ૫૦ લોકો મર્યા, જેમાંથી ૭ ભારતીય હતા. ભાવૂકતાવાદી ન્યુઝીલેન્ડ આખું હચમચી ઉઠ્યું. પ્રધાનમંત્રી જેસીંડા ઓરડ્રેન મુસ્લિમ પીડિતોને મળવા પહોંચ્યા ત્યારે તેમણે હિજાબ પહેર્યો હતો. 

(6) વડાપ્રધાન મોદીનાં ઘરે થયો બોલિવૂડનો મેળો! —

આ વર્ષે એક સેલ્ફી ઘણી વાઇરલ થઈ, જેમાં વડાપ્રધાન મોદી સાથે અનેક પ્રસિધ્ધ બોલિવૂડ સ્ટાર દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસમાં બોલિવૂડનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનને મળવા પહોંચ્યું હતું. આ બહુચર્ચિત સેલ્ફી ત્યાંની છે.

(7) કુદરતનો અદ્રશ્ય કરિશ્મા પહેલીવાર દ્રશ્યમાન થયો —

આ વર્ષે એપ્રિલ મહિનામાં ખગોળ ક્ષેત્રે એક તસ્વીરે ઇતિહાસ સર્જ્યો. જ્યાંથી કશું જ પાછું આવતું નથી, જે સર્વભક્ષી છે, જે અંધકારનો પણ ઉપરી છે, જ્યાં ગયેલો પ્રકાશ પણ અસીમિત જન્મટીપ ભોગવે છે એ બ્લેકહોલની પહેલી તસ્વીર જગતની સામે આવી. M87 નામાભિધાન પામેલો અને પૃથ્વીથી પાંચ કરોડ પ્રકાશવર્ષ અંતરે રહેલો બ્લેકહોલ તસ્વીરમાં દેખાયો. જેનાં સર્વભક્ષી કૂંળાની ફરતે જે નારંગી રંગનું ચક્ર છે તે ગેસ છે અને પ્લાઝમા છે. તસ્વીર માટે જરૂરી ડેટા ઇવેન્ટ હોરાઇઝન નામનાં હડીમદસ્તા જેવા ટેલિસ્કોપ વડે ૨૦૧૭થી એકત્રિત કરાતો હતો.

(8) આ માણસ છેલ્લે સુધી પગવાળીને ના બેઠો! —

આ વર્ષની સાથે મનોહર પાર્રિકર પણ આપણને છોડીને જતા રહ્યા. દેશના પૂર્વ રક્ષામંત્રી અને ગોવાના મુખ્યમંત્રી પાર્રિકરને પેન્ક્રિયાટીક કેન્સર હતું. પ્રસ્તુત તસ્વીરમાં તેઓ નાકમાં પાઇપ લગાવેલી સ્થિતીમાં પણ ઓફિસમાં કામ કરતા જોવા મળે છે. આ વર્ષનું બજેટ પણ તેમણે આ સ્થિતીમાં જ ગોવાની વિધાનસભામાં પેશ કરેલું! યે તસ્વીરે નહી ભૂલાઈ જાતી!

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *