આંખો ની નીચે ના ડાર્ક સર્કલ ને દૂર કરવાની ટિપ્સ અને ઉપાય..

દરેક છોકરી કે મહિલા નું સપનું હોય છે કે તે સુંદર દેખાય ક્યારે પણ તેની આંખો ની નીચે કાળા ડાઘ ના હોય અને ના તો ચહેરા પર કરચલીઓ. પણ આજ કાલ ની લાઇફસ્ટાઇલ માં તો તે એક સપનું જ બની ને રહી ગયું છે. કારણકે આપણ ને ક્યારે ના ક્યારે ખૂબસૂરતી સાથે જોડાયેલ સમસ્યા નો સામનો કરવો જ પડે છે. આંખો ની નીચે ના કાળા ડાઘ કે પછી ડાર્ક સર્કલ એક સામાન્ય વાત થઈ ગઈ છે. જે મહિલા અને પુરુષ બંને ને હોય છે. પણ તે વધુ કરી ને મહિલા માં જોવા મળે છે. આ સમસ્યા એટલી સાધારણ છે કે કેટલીક વખત તો એ બાજુ ધ્યાન પણ નથી જતું. પણ સમય ની સાથે ડાર્ક સર્કલ વધતાં જાય છે અને તે વધુ ખરાબ દેખાવ લાગે છે. જેના કારણે તમને બધા ટોકવા લાગે છે. જેનાથી તમે શરમ અનુભવો છો. પહેલા આ સમસ્યા 40-45 વર્ષે થતી  હતી. પણ, હવે તો તે નાની ઉમર માં જ જોવા મળે છે.

Image Source

આંખ આપણાં શરીર નું સૌથી સુંદર અંગ છે. અને તેના જ દ્વારા આપણે આ સુંદર દુનિયા ને જોઈ શકીએ છીએ. જ્યારે પણ કોઈ આપણ ને જોવે છે તો સૌથી પહેલા નજર આંખો પર જ જાય છે. આંખો ની ખૂબસૂરતી થી માણસ ની ખૂબસૂરતી દેખાય છે. તો એટલે જ જરુરી છે કે આપણે આપણી આંખો નું ધ્યાન વધુ રાખીએ. આંખો ની આજુ બાજુ ની ત્વચા પાતળી અને નાજુક હોય છે. આંખો ની નીચે ડાર્ક સર્કલ તો થાય છે પણ સાથે જ કરચલીઓ પણ તેટલી જ પડે છે.

ડાર્ક સર્કલ થવાના કારણ

 • ઉમર
 • તણાવ/ ચિંતા
 • કમ્પ્યુટર/ મોબાઈલ નું વધુ પડતો ઉપયોગ
 • અનુવંશીકતા
 • ઊંઘ પૂરી ન થવી
 • ખાનપાન સારું ન હોવું.
 • થકાવો
 • દારૂ અને સ્મોક કરવું
 • હોર્મોન્સ અસંતુલિત હોવા
 • ગર્ભાવસ્થા

તે ઉપરાંત  પ્રદૂષણ, મેન્ટલ પરેશાની ના કારણે ડાર્ક સર્કલ થાય છે. આજ કાલ બજાર માં તેની માંટે ઘણી ક્રીમ મળે છે. જે ડાર્ક સર્કલ ને ઓછા કરવાનો દાવો કરે છે. પણ આ બધી ક્રીમ થી કોઈ ખાસ અસર નથી થતી. અને જે અસરદાર હોય છે તે ખૂબ મોંઘી હોય છે. ક્રીમ માં અધિક માત્રા માં કેમિકલ હોય છે જેનાથી આપણી આંખો તેમંજ તેની આજુ બાજુ ની ત્વચા ને નુકશાન થાય છે. આ નુકશાન આપણ ને ધીરે ધીરે ખબર પડે છે. ઘણી વાર તેના વધુ પડતાં ઉપયોગ થી આંખો માં બળતરા, માથું દુખવું, તેમજ આંખો માંથી આસું નીકળવા જેવી ફરિયાદ સામે આવે છે. તો પછી કેમ ના ડાર્ક સર્કલ માંટે ઘરેલુ ઉપચાર અપનાવી જોઈએ. જેને તમે જ્યારે ચાહો ત્યારે ઉપયોગ માં લઈ શકો અને તેની અસર પણ જલ્દી જ થશે.

આંખો ની નીચે ના ડાર્ક સર્કલ ને દૂર કરવાની ટિપ્સ અને ઉપાય

કાકડી:

કાકડી એક માઇલ્ડ astringent છે. જે આપણી સ્કીન કલર ને લાઇટ કરે છે. તે આંખો ના કાળા ડાઘ ને દૂર કરે છે. સાથે જ આંખો ને ઠંડક અને આરામ આપે છે.

 • કાકડી ની મોટી સ્લાઇસ કાપો. અને તેને 30 મિનિટ માંટે ફ્રીજ માં મૂકી દો. હવે આ સ્લાઇસ ને આંખો ની ઉપર મૂકી ને 10 મિનિટ સુધી આરામ થી બેસી જાવ. ત્યારબાદ આંખો ધોઈ લો. દિવસ માં 2 વાર એક અઠવાડિયા સુધી આવું કરો. ખૂબ સારું પરિણામ મળશે.
 • આના સિવાય કાકડી અને લીંબુ ના રસ ને બરાબર માત્રા માં મિક્સ કરો. હવે તેને કોટન ની મદદ થી કાળા ડાઘ પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો. પછી પાણી થી સાફ કરી લો. એક અઠવાડિયા સુધી આવું કરો સારું પરિણામ મળી જશે.

બદામ નું તેલ:


Image Source

બદામ નું તેલ આંખો ની આજુ બાજુ ની સ્કીન માંટે ખૂબ જ સારું હોય છે. તેમાં વિટામિન e હોય છે જે ડાર્ક સર્કલ ને ઓછા કરે છે.

 • રાતે સૂતા પહેલા આ તેલ થી હલકા હાથે માલિશ કરવી.
 • રાતભર તેમ જ રહેવા દેવું અને સવારે પાણી થી ધોઈ નાખવું.
 • જ્યાં સુધી ડાર્ક સર્કલ ઓછા નથી થતાં ત્યાં સુધી આમ કરતાં રહેવું.

બટાકું:

Image Source

બટાકું નેચરલ બ્લીચ છે. જે કાળા ડાઘ મટાડવા માં મદદ કરે છે. આંખો ની આજુ બાજુ ના સોજા ને પણ દૂર કરે છે.

 • એક-બે બટેકા ને છીણી ને તેનો રસ કઢી લો. હવે કોટન માં આ રસ લઈ ને તે કોટન ને આંખો પર મૂકી દેવું. તેને 10-15 min સુધી મૂકી રાખવું અને પછી પાણી થી ધોઈ રાખવું. આવું અઠવાડિયા માં 2 વાર કરવું.
 • આ ઉપરાંત બટેકા ની મોટી સ્લાઇસ કરી ને તેને આંખો ની આજુ બાજુ ઘસવી.

ગુલાબ જળ:

Image Source

ત્વચા માંટે ગુલાબ જળ ખૂબ સારું હોય છે. તે એક બેસ્ટ ટોનર પણ છે. આપણી સ્કીન ની ગંદકી ને દૂર કરી ને તે સ્મૂધ અને રિફ્રેશ રાખે છે.

 • કોટન માં ગુલાબ જળ લઈ ને તેને આંખો ની આજુ બાજુ લગાવું.
 • 15 min સુધી તેમ જ રહેવા દેવું અને પછી કઢી લેવું. રોજ આવું કરવું ખૂબ સારું પરિણામ મળશે.

ગ્રીન ટી બેગ:

Image Source

ગ્રીન ટી આંખો ના ડાર્ક સર્કલ ને દૂર કરે છે. સાથે તેના સોજા ને પણ દૂર કરે છે.

 • 2 ગ્રીન ટી બેગ ને ½ કપ માં ઉકાળો.
 • તેને કઢી ને ટી ઠંડી કરો અને ½ કલાક માંટે ફ્રીજ માં મૂકી દો.
 • હવે તેને આંખો પર 15 min સુધી રાખો. 10 દિવસ સુધી આમ કરવાથી ઘણો ફાયદો થશે.

દૂધ:

Image Source

દૂધ આપણી સ્કીન ને moistures કરે છે, તેનાથી સ્કીન સોફ્ટ થાય છે. દૂધ ફેસ ની ખરાબ સ્કીન ને પણ ઠીક કરી દે છે.

 • દૂધ ને ફ્રીજ માં રાખી ને ઠડું કરી લો. હવે તેમા કોટન નાખો અને આ કોટન ને આંખો પર લગાવો.
 • કોટન ને ત્યાં સુધી આંખો પર મૂકો જ્યાં સુધી તમને એવું ન લાગે તે ગરમ થઈ રહ્યું છે.
 • દિવસ માં 3-4 વાર એવું કરવું.

ટામેટું:

Image Source

ટામેટું નેચરલ બ્લીચ છે. જે સ્કીન લાઇટ કરે છે. અને કાળા ડાઘ પણ દૂર કરે છે.

 • 1 ચમચી ટામેટાં ના રસ માં ½ ચમચી લીંબુ રસ ભેળવો.તેને પોતાની આંખ પર લગાવો. અને 10 min પછી ધોઈ નાખો. દિવસ માં 2 વાર એવું કરવું. તમે ફક્ત ટામેટાં નો રસ પણ લગાવી શકો છો તે પણ ખૂબ અસરકારક છે.
 • ટામેટાં વધુ ખાવા તે સ્કીન માંટે ખૂબ જ સારા હોય છે.

પુદીના:

Image Source

પુદીનો લગાવા થી ખૂબ ઠંડક મળે છે. તે થાકી ગયેલી આંખો ને આરામ આપે છે.

 • પુદીનો વાટી ને પેસ્ટ બનાવી લો. તેને કાળા ડાઘ પર લગાવો અને 10-15 min પછી ધોઈ નાખો. રોજ કરવું જ્યાં સુધી ડાર્ક સર્કલ ઓછા ન થઈ જાય.

મેથી:

Image Source

મેથી માં પ્રોટીન, વિટામિન c અને પોટેશિયમ હોય છે. જે આંખો ના કાળા ડાઘ ને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સ્કીન ના ph લેવલ ને પણ જાળવી રાખે છે.

 • 2 ચમચી મેથી દાણા ને પાણી માં નાખી ને 3-4 કલાક સુધી પલાળી રાખો.
 • હવે તેને વાટી ને પેસ્ટ બનાવી લો. હવે તેમ ½ ચમચી હળદર અને 1 ચમચી કાચું દૂધ મિક્સ કરો.
 • તેને કાળા ડાઘ પર લગાવો અને 10-15 min પછી ધોઈ નાખો.
 • દિવસ માં એક વાર થોડા અઠવાડિયા સુધી કરો.

નારિયેળ તેલ:

Image Source

નાજુક ત્વચા માંટે નારિયેળ તેલ એક સારું moisturizer છે. થોડાક જ સમય તે ડાર્ક સર્કલ ને ગાયબ કરી દે છે. તે સરળતા થી ક્યારે પણ વાપરી શકાય છે.

 • રાતે સૂતા પહેલા તેલ થી આંખો ની આજુ બાજુ માલિશ કરવી. પહેલા clock wise અને પછી anti clock wise ફેરવવું.
 • રાતભર તેમ જ રહેવા દેવું અને સવારે ધોઈ નાખવું.
 • 1 અઠવાડિયા સુધી રોજ આમ કરવું.

લીંબુ:

Image Source

લીંબુ માં વિટામિન c હોય છે. જે સ્કીન લાઇટ કરે છે. જે ડાર્ક સર્કલ દૂર કરવા માં મદદ કરે છે.

 • તાજા લીંબુ ના રસ ને કોટન ની મદદ થી આંખો ની આજુ બાજુ લગાવો. 10 min પછી સાફ કરી લેવું. થોડા અઠવાડિયા સુધી આમ કરવું.
 • આ ઉપરાંત 1 ચમચી લીંબુ રસ માં 1 ચમચી ટામેટાં નો રસ અને જરાક હળદર અને બેસન મિક્સ કરવું . હવે આ પેસ્ટ ને કાળા ડાઘ પર લગાવો. 10-15 min પછી ધોઈ નાખવા. અઠવાડિયા માં 2-3 વાર તેમ કરવું.

ટિપ્સ

જો તમને લીંબુ ના રસ થી બળતરા થતી હોય તો આ નુસખો ન અપનાવો.

એલોવેરા:

Image Source

તાજો એલોવેરા લઈ ને તેને આંખો ની આજુ બાજુ ઘસો. થોડાક દિવસો માં જ આરામ મળશે.

મધ:

મધ ના પાતળા લેયર ને આંખો ની આજુ બાજુ લગાવો. 20 min સુધી રહેવા દો અને પછી પાણી થી ધોઈ નાખો.

કેટલાક અન્ય ઉપાય

 • ડાર્ક સર્કલ નું મુખ્ય કારણ ઊંઘ ની કમી પણ હોય છે. એટલે ઊંઘ પર્યાપ્ત માત્રા માં લેવી.
 • ખૂબ પાણી પીવું.રોજ 8-10 ગ્લાસ પાણી પીવું. તેનાથી તમારી સ્કીન અને આંખ બંને સારી રહેશે.
 • સારું ખાવાનું ખાવું. ખાવા માં ફળ, લીલા શાકભાજી,દૂધ, દહી,સામેલ કરવું. મસાલા વાળુ ન ખાવું.
 • આંખો ને ખૂબ જોર જોર થી ન મસળવું.
 • રાતે મેક અપ કાઢ્યા સિવાય ન સૂવું.
 • તડકા માં નીકળતા પહેલા કાળા ચશ્મા પહેરવા.
 • સ્મોક કે દારૂ ન પીવી. સવારે ઉઠતાં જ આંખો પર ઠંડા પાણી ની છાલક મારવી.

અહી બતાવેલ બધી જ ટિપ્સ અને ઉપાય થી તમારી આંખ ને નુકશાન નહીં પહોંચે. કારણકે તે નેચરલ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *