ખાવાના શોખીનો માટે : રાજસ્થાનની આ આઠ વાનગીઓ છે ભારતમાં બધે જ ફેમસ જેનો સ્વાદ છે એકદમ અલગ અને બેમિસાલ…

રજપૂતોની રજવાડી ભૂમિ રાજસ્થાન પોતાની પ્રાચીન વિરાસત માટે જગ વિખ્યાત છે. રાજસ્થાનમાં મહેલો, કિલ્લા, મંદિરો, સંસ્કૃતિ, બજાર અને લોક પરંપરા આજ સુધી વિશ્વમાં લોકો અને યાત્રીઓ માટે આખર્ષણનું કેન્દ્ર બની રહી છે. સાથે રાજસ્થાનની અમુક વાનગીઓ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનીને રહ્યું છે. વેજ-નોન વેજ એમ બંને પ્રકારની ડિશ અહીં એટલી જ ચટાકેદાર હોય છે જેટલી રાજસ્થાનના લોકોની મીઠાશ! રાજસ્થાનને સંપૂર્ણ નિહાળવા માટે ભારત સિવાય વિદેશી પ્રવાસીઓ પણ આવવા માટે ઉત્સુક હોય છે.

જો તમે પણ ક્યારેય રાજસ્થાનની ટ્રીપ પ્લાન કરો તો રાજસ્થાની ડિશના સ્વાદ લેવાનું ભૂલતા નહીં. આજના આર્ટીકલમાં આપને જાણીશું કે રાજસ્થાનની ચટાકેદાર ડિશના સ્વાદ અને તેના લોકેશન વિષે. તો આવવો સ્વાદની સફર માહિતીની સાથે શરૂ કરીએ.

રાજસ્થાનની પ્રખ્યાત વેજીટેરીયન ડિશીશ :

Image Source

દાલ બાટી ચુરમા : 

અ વાનગી રાજસ્થાનની સ્વાદની ગરીમાને જાળવીને બેઠી છે. આ વાનગીએ આજ સુધી પોતાની કોઈ જ જાતની પ્રસિદ્ધિ માંગી નથી કારણ કે રાજસ્થાનની આ વાનગીએ લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. દેશી લોકો વચ્ચે અને ફોરેનર ટુરિસ્ટ વચ્ચે હનેમ્ષા દાલ બાટી પસંદગીની ડિશ જ રહી છે. તમને જણાવી દઈએ કે દાલ બાટીના ચુરમામાં લોટથી બનેલ બાટીને પકાવીને તેને ઘી ની અંદર ડુબાડવામાં આવે છે, જે સ્વાદમાં લહેજત ઉમેરે છે. એ સિવાય બાટી સાથે ખાવા માટે ચણા, તુવેર, મગ, અડદની દાળ મિશ્રણ કરીને પંચમેળ કરીને બનાવવામાં આવે છે. જો તમે રાજસ્થાન ફરવા માટેનું વિચારી રહ્યા હોય તો સૌપ્રથમ દાલ બાટી ચુરમા ટેસ્ટ કરવાનું વિચારજો!

Image Source

ઢોકળીનું શાક અને ખીચડી :

જો તમે રાજસ્થાન ફરવાની મજા સાથે વાનગીઓ ટેસ્ટ કરવાના શોખીન હોય તો આ ડિશને ક્યારેય ભૂલશો નહીં. તમે શોધ કરી રહ્યાં હોય કે રાજસ્થાનની પ્રખ્યાત વાનગી કઈ તો અહીં તમારી શોધ પૂરી થઇ જશે. રાજસ્થાનની શાહી ડિશ ઢોકળીના શાક વગર અધુરી છે. બેસનમાંથી પકોડા શેપમાં બનાવેલ ઢોકળી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. આ રાઈસની જગ્યાએ ખીચડી પણ લેવામાં આવે છે.

Image Source

કેસ સાંગરી

જેસલમેર, બિકાનેર અને જોધપુર સહીતના રણવિસ્તરી જીલ્લામાં કેસ સાંગરી વાનગી બહુ જ પ્રખ્યાત છે. આ વાનગીમાં વટાણાને મસાલા સાથે પકવાન રીતે પકવવામાં આવે છે. દેખાવમાં પણ આ ડિશ બહુ જ આકર્ષક લાગે છે અને સાથે સ્વાદ પણ આંગળા ચાટતા કરી દે એવો હોય છે. આ વાનગીને રાજ્સ્થાનની પ્રખ્યાત રોટલી સાથે ખાવામાં આવે છે.

Image Source

રાજ્સ્થાનની કઢી :

કઢી એક એવી વાનગી છે જે ભારતમાં બધે જ પ્રખ્ય છે પણ એ સાથે રાજ્સ્થાનની કઢીને એક અલગ જ સ્થાન મળ્યું છે. રાજસ્થાનની કઢી મસાલાથી ભરપૂર હોય છે અને તેને એટલી સારી રીતે બનાવવામાં આવે છે ફરી ફરી કઢી ખાવાનું મન થાય છે. કઢીને ચણાના લોટના પકોડા,  છાશ અને ચણાના લોટથી બનાવવામાં આવે છે અને તેમાં તેજાનાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કઢી એ રાજસ્થાનમાં મળતી વર્ષો જૂની ડિશ છે અને આજ સુધી કઢીને બહુ જ લોકો દ્વારા ચાહના મળતી રહી છે.

Image Source

મેથી બાજરા પૂરી :

હેલ્ધી ડિશની યાદી કરો તો રાજ્સ્થાનની આ ડિશને પણ કેમ કરીને ભૂલી શકાય! સવારના નાસ્તામાં આ ડિશને પસંદ કરવામાં આવે છે અને રાજ્સ્થાનના લોકો માટે તો આ ડિશ જીવ સમાન છે. ભારત બહારથી આવેલા યાત્રીઓ પણ આ ડિશ ખાઈને સ્વાદનું આકર્ષણ પામે છે. બાજરાના લોટમાંથી અને તાજી મેથીમાંથી આ ડિશ તૈયાર કરવામાં આવે છે અને એ સાથે તેમાં અનેક મસાલાને પણ ઉમેરવામાં આવે છે.

Image Source

 મિર્ચી બડા :

આ એક સ્પાઈસી ડિશ છે જેને તૈયાર કરવા માટે મરચાનો ઉપયોગ કરવામાં આવે છે અને અંદર બટેટાના મસાલાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ડીપ ફ્રાય કરીને આ ડિશને બનાવવામાં આવે છે. તમે રાજસ્થાનમાં ભરો અને જો આ વાનગીનો ટેસ્ટ ન કરો તો ટ્રીપ અધુરી ગણાય છે એટલે જયારે પણ રાજસ્થાન જાવ ત્યારે આ ડિશને ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં.

Image Source

માવા કચોરી અને ડુંગળીની કચોરી :

રાજસ્થાનમાં આ બે વાનગીઓ ટોપ લીસ્ટમાં છે અને બહુ જ લોકો આ બંને વાનગીનો ટેસ્ટ પસંદ કરે છે. ડુંગળીની કચોરીમાં ડુંગળીને બટેટા અને મસાલાથી ભરપૂર બનાવીને ખાવા માટે પીરસવામાં આવે છે અને માવા કચોરીને માવા સાથે ડીપ ફ્રાય કરીને તૈયાર કરવામાં આવે છે. અને પછી ચાસણીનો ઉપયોગ કરીને વધુ આ વાનગીને ટેસ્ટ આપવામાં આવે છે. આ સ્ટ્રીટ ફૂડ છે જેને તમે રાજસ્થાનમાં પ્રખ્યાત જગ્યાઓ પર જઈને ખાઈ શકો છો.

Image Source

આમ લૌંજી :

ગરમીની સીઝનમાં આ વાનગી બહુ વેંચાય છે અને ભારતમાં બધા જ લોકો આ ટેસ્ટને વધારે પસંદ કરે છે સાથે વિદેશી પ્રવાસીઓ પણ આમ લૌંજીને વધારે ટેસ્ટી ગણે છે. કાચી કેરી, વરીયાળી અને ખાંડનો ઉપયોગ કરીને આ ખાટીમીઠી વાનગી તૈયાર કરવામાં આવે છે. આ એક્સ્ટ્રા ટેસ્ટ માટેની વાનગી છે જેને કોઇપણ ડિશ સાથે સ્વાદમાં વધારો કરવા માટે ખાવામાં આવે છે. તમે પણ રાજસ્થાનની ટ્રીપ કરો તો આ વાનગીને ખાવાનું ભૂલતા નહીં.

આ  બધી તો વેજ ડિશીશ હતી પણ એ સાથે રાજસ્થાનની નોન વેજ ડિશીશ પણ એટલી જ પ્રખ્યાત છે. અમુક સ્થળો પર મળતી અથવા તો સ્ટ્રીટ ફૂડમાં અવનવી ટેસ્ટી વાનગીઓ જોવા મળે છે. આપ રાજસ્થાનમાં મળતી આ વાનગીઓને એકવાર તો અચૂક ટેસ્ટ કરજો. હજી પણ તમને કોઈ વધારે રાજસ્થાનની પ્રખ્યાત ડિશના નામ યાદ હોય તો અમને કમેન્ટ બોક્ષમાં જણાવવાનું ભૂલતા નહીં. 

આશા છે કે આપને આ માહિતી પસંદ આવી હશે તો આ રસપ્રદ માહિતીને નજીકના મિત્રો સાથે શેયર કરવાનું ભૂલતા નહીં. આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો અને આ પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *