તમે જાણો છો? ગોવામાં બીચ સિવાય ફરવા માટેના આ બધા ફરવાલયક પ્લેસ છે? જુઓ એક ક્લિક કરીને…

ગોવાને લોકચાહના ખુબ મળી છે અને મોટાભાગના લોકોનું ફરવા માટેનું ડ્રીમ લોકેશન છે. ગોવાના બીચ ફરવાના શોખીનો માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બનીને રહ્યાં છે. ભારતમાં આવેલું ગોવા કપલને ફરવા માટે ખુબસુરત જગ્યા છે. ગોવાનો સમુદ્રકિનારો ભારત વિદેશો પ્રવાસીઓ માટે પણ આબેહુબ જ રહ્યો છે! પણ આપને જણાવી દઈએ કે ગોવામાં બીચ સિવાય બીજા પણ સ્થળો એવા છે જ્યાં ફરવાની મજા એકદમ અલગ જ છે. ગોવામાં એક થી એક ચડિયાતા પર્યટક સ્થળ મૌજુદ છે. જે દર વર્ષે હજારો પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે.

ઘણા લોકોના મનમાં એ જ હોય છે કે ગોવામાં માત્ર એક બીચ જ છે. તો આ વાત તદ્દન ખોટી છે. ગોવામાં અમુક સ્થળ એવા પણ છે, જે તેની ખુબસુરતી માટે વિશ્વમાં પ્રખ્યાત છે. આ બધા પ્લેસીસ સાથે મળીને ગોવાને ઈન્ટરેસ્ટીંગ બનાવે છે. તો ચાલો, આજના આર્ટીકલમાં સફર કરીએ ગોવાના વન્ડરફુલ લોકેશન્સ વિશેષ….

Image Source

લોટીલિમ : Loutolim In Gujarati

આ ગોવાનું એક પ્રસિદ્ધ સ્થળ છે અને અહીં ફરવા માટે ભારત બહારના પ્રવાસીઓ પણ આવે છે. દક્ષિણ ગોવામાં લોટીલિમ એક ખુબસુરત ગામ છે. કદાચ આપને ખ્યાલ હોય તો આ ગામ મશહૂર કાર્ટૂનિસ્ટ મારિયો ડી મિરાંડાનું જુનું ગામ છે. અહીં વર્ષો જૂની સંસ્કૃતિના દર્શન કરી શકાય છે. અહીં પહેલાના સમયનું વાતાવરણ તમને એન્જોય કરવા મળે છે. અહીં મહેલો, ઈમારતો અને પૂર્વ યુગના અવશેષો જોવા મળે છે. આ ગામ દક્ષિણ ગોવામાં ફરવા માટેનું સુપર લોકેશન છે.

Image Source

 

ગોવા મ્યુઝિયમ : Goa State Museum In Gujarati

ગોવા શહેરની રાજધાની પણજી છે. પણજીમાં આદિલ શાહના મહેલમાં મ્યુઝિયમ આવેલું છે. ૧૯૭૭માં આ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી, જેને અત્યારના સમયમાં પુરાતત્વ સંગ્રહાલયના રૂપમાં પણ જાણવામાં આવે છે. આ મ્યુઝિયમ પ્રાચીન સમયની કલાકૃતિ માટે પણ જાણીતું છે. તેમજ અહીં શિલ્પ, ભૂવિજ્ઞાન સહીત અન્ય ઐતિહાસિક વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે અહીં રાખવામાં આવેલી બધી જ વસ્તુઓ… અહીં ૮૦૦૦ થી વધુની સંખ્યામાં કલાકૃતિ મૌજુદ છે, જે ટુરિસ્ટને તેની તરફ આવવા માટે ખેંચે છે. જાહેર રજાઓને બાદ કરતા અહીં સવારના ૯:૩૦ થી સાંજના ૫:૩૦ સુધીમાં ગમે ત્યારે જઈ શકાય છે.

Image Source

પીસ્સુ બજાર : Flea market in Gujarati

આ બજારનું નામ ગુજરાતી ભાષામાં વિચિત્ર લાગે પણ અહીં ખરીદી કરવાની ખુબ મજા છે. અહીં ખાસ દિવસો પર બજારની રોનક જોવા મળે છે. અહીં ખરીદી કરવાની કંઇક અલગ જ મજા છે. હેન્ડીક્રાફટ, ફૂટવેર, મસાલાઓ, ઝૂલા તેમજ રંગીન કપડાઓ અહીંથી લોકો ખરીદ કરતા હોય છે. અહીં આપ બજેટ મુજબની ખરીદી કરી શકો છો. આ જગ્યા અંજુના બીચથી નજીક હોવાને કારણે આ બજાર વધુ ફેમસ છે. અંજુના બીચ ફરવાવાળા લોકો આ બજારની અવશ્ય મુલાકાત લેવા માટે આવે છે. અહીં આવવાવાળા પર્યટકો માટે બુધવારનો દિવસ એકદમ પરફેક્ટ છે. બુધવારે સવારે ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી આ બજાર ખુલ્લી રહે છે. આપ પણ ગોવાની ટ્રીપ પ્લાન કરતા હોય તો આ જગ્યાનું નામ ઉમેરવાનું ભૂલતા નહીં.

Image Source

તાંબડી મહાદેવ મંદિર : Tambdi Surla Temple in Gujarati

ગોવાની રાજધાની પણજીથી લગભગ ૭૦ કિમીની દૂરી પર આ સ્થળ આવેલ છે. આ મંદિર ભગવાન શિવનું વર્ષો જૂનું મંદિર છે. અનોખી કલાથી બનેલ આ મંદિર ગોવામાં ચારેબાજુ ફેમસ છે. અહીં ભારતના અને વિદેશના પ્રવાસીઓ આવીને ભગવાન શિવને વંદન કરે છે. યાદવ વંશની વાસ્તુક્લાનું બેનમુન ઉદાહરણ છે આ શિવ મંદિર. આ જ કારણે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા માટે અને મહાદેવના દર્શનાર્થે આવે છે. અહીંના મંદિરમાં ભગવાન શિવના દર્શન માટે બહુ મોટી ભીડ લાગે છે. એટલે માટે આપ જયારે પણ તાંબડી મહાદેવ મંદિર જવા માટે પ્લાન કરો તો સમયનું એ મુજબ ટાઈમ ટેબલ બનાવજો.

Image Source

હર્વેલમ વોટર ફોલ : Harvalem Waterfalls in Gujarati

ગોવાની ખુબસુરત જગ્યામાંથી આ એક જગ્યા છે. અહીં પાણીનો ધોધ અને જળસંગ્રહ હોવાને કારણે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં બાજુમાં લીલાછમ જંગલો પણ સ્થિત છે. તમને આ સ્થળ વિષેની વધુ વિગત આપતા એ પણ જણાવી દઈએ કે આ સ્થળ પર ૫૦ મીટરની ઉંચાઈથી પાણીનો ધોધ વહે છે, જે લોકો માટે રોમાંચક છે. આ ખુબસુરત જગ્યા જોવા માટે આ સ્થળે પણ ગોવાના અન્ય સ્થળોની જેમ હજારોની સંખ્યામાં લોકો આવે છે.

Image Source

 

બામનુડો વોટર ફોલ : Bamanbudo Waterfalls in Gujarati

આ પણ એક વોટરફોલ છે. આ વોટરફોલ હર્વેલમ કરતા મોટો છે અને અહીંની ખુબસુરતી ફોટોગ્રાફ માટેનું બેસ્ટ લોકેશન છે. ગોવામાં બીચ સિવાય ફરવાના લોકેશનની વાત કરવામાં આવે ત્યારે આ વોટરફોલનું નામ અવશ્ય લેવામાં આવે છે. અહીંનો વોટર ફોલ રસ્તાના કિનારે આવેલ છે. એટલા માટે અહીં પહોંચવા માટે કોઈ ખાસ વ્યવસ્થાની જરૂર નથી પડતી. અહીં આપે ટ્રેકિંગ પણ કરવું પડે એમ નથી. બામનુડો વોટર ફોલ નાના કે મોટી ઉંમરના બધા વ્યક્તિઓને પસંદ આવે એવી સુંદર જગ્યા છે.

Image Source

 

ભગવાન મહાવીર અભયારણ્ય : Bhagwan Mahaveer Wildlife Sanctuary In Gujarati

વન્યજીવો માટેનું આ અભયારણ્ય ગોવાની જાન છે કારણ કે અહીં લોકોને વન્યજીવોની મુલકર કરવાની ખુબ મજા આવે છે. ગોવા-કર્ણાટક સીમા પર આ અભયારણ્ય આવેલું છે. અહીંનું વાતાવરણ જ એટલું ખુશનુમા હોય છે કે હર કોઈને ફરવા માટેના શોખીન બનાવી દે છે.

સાલ ૧૬૯૬માં આ જગ્યાને વન્યજીવ અભયારણ્ય માટે ઘોષિત કરવામાં આવી. ત્યાર પછી અહીં પર્યટકોની સંખ્યામાં પણ વધારો થયો અને અભયારણ્યમાં વિકાસની કામગીરી કરવામાં આવી. જો તમે સમુદ્રતટને છોડીને ગોવાના અન્ય સ્થળની સફર કરવા ઈચ્છો છો તો આપના માટે આ લોકેશન બેસ્ટ ઓપ્શન બની શકે એમ છે.

Image Source

 

ફોર્ટ તીરકોલ : Terekhol Fort In Gujarati

ગોવાની સૌથી પ્રાચીન જગ્યામાં આ સ્થળનું નામ આવે છે. અહીં સૌથી પ્રાચીન કિલ્લામાંથી એક તીરકોલ કિલ્લો આવેલ છે. કિલ્લાને આ મુજબનું નામ એક નદીના નામ પરથી મળ્યું છે. આ કિલ્લાના ઈતિહાસમાં અનેક લડાઈ અને યુદ્ધ છે, એ કારણે આ કિલ્લાનું માન-સમ્માન ગોવાની બધી જ જગ્યાઓ કરતા વિશેષ છે. આ જગ્યા હનીમુન માટે બેસ્ટ છે અને કપલને વધુ રોમેન્ટિક પ્લેસ મળે છે. લક્ઝરી અને શાંતિનો અનુભવ કરવાના શોખીનો માટે આ જગ્યા ગોવાનું એકમાત્ર સ્થળ છે.

Image Source

દૂધસાગર વોટર ફોલ : Dudhsagar Waterfalls in Gujarati

ગોવા નો સૌથી સુંદર ફરવાલયક સ્થળ એટલે  દૂધસાગર વોટર ફોલ, જે ગોવા અને કર્ણાટક રાજ્યની સીમા ઉપર આવેલ મોલલેમ નેશનલ પાર્ક માં આવેલ છે.  દૂધસાગર વોટર ફોલ ની આજુબાજુ આજુ બાજુ તમને

સુંદર હરિયાળી અને પહાડો જોવા મળશે. જ્યારે વોટર ફોલ નું પાણી ઉપર થી નીચે પડે છે ત્યારે એકદમ દૂધ જેવુ લાગે છે. તમારે સાચો લાહવો લેવો હોય તો ચોમાસા માં અહી ચોક્કસ આવવું, આવા મનમોહક સ્થળ ઉપર આવી ને આપ નું દિલ ખુશ થઈ જશે.

પૂર્ણ રીતે ફરવા માટે અન્ય લોકેશન્સ પણ આવેલા છે, જે આપના ફરવાના રોમાંચમાં વધારો કરશે. જેમાં સે કૈથ્રેડલ, બેસીલીકા ઓફ બોમ જીસસ, સેંટ કૈજેતન ચર્ચ, સેંટ એલેક્સ ચર્ચ, અગુઆડા ફોર્ટ, રીસ મૈગોસ ફોર્ટ, મોરમુગાઓ ફોર્ટ, ચોપરા ફોર્ટ, સલીમ અલી અભયારણ્ય, બોન્ડલા અભયારણ્ય, નેત્રાવલી અભયારણ્ય, દૂધસાગર વોટરફોલ, બામનુડો વોટરફોલ, શાંતાદુર્ગા મંદિર જેવી ઘણી એવી જગ્યાઓ છે જે ફરવા માટે બહુ જ અનેરી મજા આપે છે.

આ માહિતી સાથે આપ સૌ ને જણાવી દઈએ કે અમે તમામ માહિતી અમે અલગ અલગ જગ્યાએથી સર્ચ કરીને આપ સુધી પહોંચાડીએ છીએ તો આપ પણ માહિતીને આગળ ફોરવર્ડ કરો જેથી જરૂર છે તેના સુધી આ રસપ્રદ માહિતી પહોંચી શકે. એ માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ને લાઈક કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *