ભગવાન ગણેશજીને ફેવરિટ છે આ બધા જ મોદક, હવે ઘરે જ બનાવી લો આ આસન રીતથી

મોદકને ભગવાન ગણેશનો પ્રિય ભોગ કહેવામાં આવે છે. તેને ગણેશ ચતુર્થીના દિવસે ગજાનનને પ્રસાદના રુપમાં ચડાવવામાં આવે છે. ગણપતિ બાપ્પાને ખુશ કરવા માટે મોદકના લડ્ડુ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. આજે અમે આ લેખમાં વિવિધ પ્રકારના મોદક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે પ્રસાદ તરીકે બાપ્પાને ચડાવી શકો છો.

1. ગોળ નારિયેળ મોદક :

મહારાષ્ટ્રમાં ગોળ નારિયેળ મોદક લગભગ બધા ઘરોમાં બનાવવામાં આવે છે. તેના માટે ચાવલના આટામા ગોળ, નારિયેળ, ખસખસ અને ઈલાયચી મેળવી મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. તેના પછી તૈયાર મિક્સચર ચાવલના આટાની લોઈઓને હથેળીમાં લઇ મોદક બનાવવામાં આવે છે. 

 • રેસિપી કવીઝીન:- ઇન્ડિયન 
 • સમય:- 30 મિનિટ 1 કલાક
 • ટાઈપ:- વેજ

સામગ્રી :

 • 2 કપ ચાવલ આટા 
 • 1 કપ ગોળ 
 • 2 કપ તાજા નારિયેળ 
 • 1 ચમચી ખસખસ 
 • અડધી ચમચી ઈલાયચી 
 • ઘી 

બનાવવાની પધ્ધતિ :

 • ગેસ પર એક વાસણમાં લગભગ સવા કપ પાણી ગરમ કરો. 
 • એક બીજા વાસણમાં ચાવલ આટો નાખી ગરમ પાણીથી નરમ લોટ બાંધી 10 મિનિટ ઢાંકીને મુકો. 
 • હવે એક નોન સ્ટિકમાં ગોળ નાખી ધીમા તાપે 1-2 મિનિટ ગરમ કરી પીગળી લો. 
 • તેના પછી ગોળમાં નારિયેળ, ખસખસ, ઈલાયચી પાઉડર નાખી ધીમા તાપે 4-5 મિનિટ ચડવો. ત્યારબાદ મિક્સચર ઠંડુ થવા દો. 
 • પછી અડધી ચમચી ઘી નાખી લોટ બાંધી લો. 
 • મોદક બનાવવા સંચામાં થોડું ઘી લગાવી ચાવલનો લોટ ચારેબાજુ લગાવી દો. 
 • તેના પછી ગોળનું મિક્સચર સંચામાં વચ્ચે ભરો. પછી સંચો ખોલી મોદક નિકાળો. 
 • હવે પાણી ગરમ કરો અને તેના પર સ્ટીલની બાજુ કેળાનું પત્તુ મુકો. મોદક કેળાના પત્તા પર મૂકી વાસણને ઢાંકી દો. 
 • ધીમી આંચ પર 8-10 મિનિટ સુધી ગરમ થવા દો. 
 • આવી જ રીતે બધા મોદક બનાવો. 

2. માવા મોદક :

ચાવલના આટાથી એકદમ અલગ મોદક બનાવવા હોય તો માવા મોદક એક સારો વિકલ્પ છે. તેના માટે એક કડાઈમાં માવો અને ખાંડ નાખી ધીમા તાપે ચડવો. તેના પીગળતા તેમાં કેસર મિક્સ કરી ગાઢું થાય ત્યાં સુધી ચડવો. જયારે આ તૈયાર થઇ જાય તો તેને ઠંડુ થવા દો. પછી આ મિશ્રણને લીંબુના આકારમાં બરાબર હિસ્સામાં વહેંચી લો અને મોદકનો આકાર આપો. 

 

 • રેસિપી કવીઝીન:- ઇન્ડિયન 
 • સમય:- 30 મિનિટ 1 કલાક 
 • મિલ ટાઇપ:- વેજ 

સામગ્રી :

 • 400 ગ્રામ માવો 
 • 1/4 કપ ખાંડ 
 • 1/4 ચમચી ઈલાયચી પાઉડર 
 • કેસર 

બનાવવાની પધ્ધતિ :

 • એક નોન સ્ટિક તવાને ગેસ પર મુકો અને તેમાં માવો અને ખાંડ નાખી ધીમા તાપે ચલાવો. 
 • માવો અને ખાંડ હવે મિક્સ કરો. ત્યારબાદ તેમાં કેસર મેળવી મિક્ષચરને ગાઢું થવા દો. 
 • તેમાં ઈલાયચી પાઉડર મેળવી ગરમ કરો. 
 • ગેસ બંધ કર્યા પછી મિશ્રણને ઠંડુ થવા દો. 
 • પછી મિશ્રણને આકાર આપી બરાબર હિસ્સામાં વહેંચી લો અને મોદકનો આકાર આપો. 

3. મગ દાળ મોદક :

મોદકના અલગ અલગ સ્વાદ પૈકી એક છે મગ દાળ મોદક. તેના માટે સૌથી પહેલા ગોળ અને દૂધની ચાસણી બનાવી દો. તે તૈયાર થતાજ તેમાં મગ દાળ અને પાણી મેળવી 10-15 મિનિટ સુધી ગરમ કરો. જયારે આ તૈયાર થઇ જાય, લોટની લોઈ બનાવી તેમાં મગ દાળ મિશ્રણ ભરી મોદક બનાવી લો. 

4. સોજી મોદક :

મોદક ચાવલના આટમાંથી બનાવાય છે, પરંતુ અલગ સ્વાદ માટે સોજીના મોદક બનાવી શકાય છે. 

5. ડ્રાય ફ્રૂટ્સ મોદક:

ડ્રાય ફ્રૂટ્સ મોદક બહુજ હેલ્દી અને ટેસ્ટી હોય છે. આ પ્રસાદ સાથે સાથે ડાઇટનો પણ સારો સ્ત્રોત છે. તેને બદામ, કાજુ, પિસ્તા, નારિયેળ અને અંજીર મેળવી બનાવાય છે. 

 • રેસિપી કવીઝીન:- ઇન્ડિયન 
 • સમય:- 5-15 મિનિટ 
 • મિલ ટાઈપ:- વેજ 

સામગ્રી :

 • એક કટોરી બદામ 
 • એક કટોરી કાજુ 
 • અડધી કટોરી પિસ્તા 
 • અડધું નારિયેળ 
 • એક કટોરી અંજીર 
 • એક કટોરી ખજૂર
 • બે ચમચી ઘી 

બનાવવાની પધ્ધતિ :

 • સૌથી પહેલા બદામ, કાજુ, પિસ્તા, નારિયેળ અને અંજીર મિક્સચરમા પીસી લો. 
 • તેના પછી ખજૂરને પીસી લો. 
 • હવે નોનસ્ટિકમાં બટર નાખી ગરમ કરો.જયારે તે પીગળી જાય તો તેમાં કાજુ, બદામ વાળું મિશ્રણ નાખી 4 – 5 મિનિટ સુધી ચડવો. 
 • પછી તેમાં ખજૂર અને ખસખસ નાખી 2 – 3 મિનિટ સુઘી ચડવો. 
 • ગેસ બંધ કરી મિક્ષણને હલકું ઠંડુ થવા દઈ મોદક બનાવી દો. 

5. ફ્રાઈડ મોદક :

મોદકમાં ગુજિયા જેવો સ્વાદ લાવવા માંગો છો તો તેને ફ્રાય કરી બનાવી શકો છો. આ મોદક આટાથી નહીં પરંતુ મેંદાથી બનાવાય છે. 

6. ચોકલેટ મોદક :

બાળકો સામાન્ય મોદક ખાવાનું પસંદ નથી કરતા તો તેમની માટે ચોકલેટ મોદક બનાવો. 

સામગ્રી :

 • 1/2 કપ ડાર્ક ચોકલેટ 
 • 100 ગ્રામ માવો 
 • 1 કપ પીસેલા બિસ્કિટ 
 • 1/4 કપ દૂધ 
 • 5 – 6 પીસેલા અખરોટ 
 • ઈલાયચી પાઉડર 
 • ખાંડ સ્વાદાનુસાર 

બનાવવાની પદ્ધતિ :

 • ગેસ પર એક નોનસ્ટિક તવામાં દૂધ, ખાંડ અને ચોકલેટ નાખી મિક્સ કરો અને મિક્સચરને સ્મૂથ થાય ત્યાં સુધી ચડવો. 
 • મિક્સચરમાં ઈલાયચી પાઉડર નાખી ગેસ બંધ કરી લો અને મિશ્રણને ઠંડુ થવા દો. 
 • હવે મિશ્રણમાં બિસ્કિટનો ભૂકો અને પીસેલા અખરોટ નાખી સોફ્ટ આટા તૈયાર કરી લો. 5 – 10 મિનિટ ફ્રીઝમાં મૂકી દો. 
 • તેના પછી મોદક માટે તૈયાર મિક્સચર નીકળી લો. થોડું થોડું હાથમા લઇ મોદકનો આકાર આપો.

જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *