આ છે ભારતના સૌથી સારા સ્વચ્છ શહેરોની યાદી : અહીં ક્લિક કરીને જુઓ તમારું શહેર કેટલામાં નંબર પર છે…

ભારતમાં વસ્તીના આંકડાઓ જોવો તો વધારે લાગશે પણ એથી વિશેષ ભારતમાં સુવિધાઓની પણ કોઈ કમી નથી! તમે જો માહિતી જાણવાના શોખીન હશો તો આજનો આર્ટીકલ તમને ખુબ પસંદ પડશે. ભારત વિશાળ વિસ્તાર ધરાવતો દેશ છે, જેમાં એક નહીં પણ અનેક ગામ, શહેર, જીલ્લા અને તાલુકાઓ પણ શામેલ છે. આપે આજ સુધીના ભારતના સ્વચ્છ શહેરો નહીં જોયા હોય અથવા આપને ઓછી માહિતી હશે તો વધુ માહિતી માટે આપના માટે છે આજનો આર્ટીકલ…

ચાલો વાર્ષિક આંકડા મુજબ જોઈએ એવા ક્યાં ભારતના શહેરો છે જે એકદમ સ્વચ્છ અને સોહામણા છે : સાથે એ પણ જોઈએ કે આ શહેરોની રચના અને લાઈફ સ્ટાઈલ કેવી છે? નીચેના પેરેગ્રાફમાં છે અતિ રસપ્રદ માહિતી; તો આપના માટે છે વાંચવા માટે માહિતી ભારતના સૌથી સ્વચ્છ ૧૦ શહેરોની યાદી…

1. ઇન્દૌર, મધ્યપ્રદેશ :

દસ લાખથી વધુની વસ્તી ધરાવતું આ શહેર મધ્યપ્રદેશની જાન છે. ભારતના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ઇન્દૌર સૌથી પહેલા ક્રમાંક પર છે. મધ્યપ્રદેશમાં એક કરતા વધારે શહેરો આવેલ છે પણ ઇન્દૌર એ બધામાં સૌથી વિશાળ છે અને ૨૦૧૪માં તેને સ્વચ્છતા માટે ૧૪૯નો ક્રમાંક મળ્યો હતો. એ પછી સ્વચ્છતા માટેના સતત પ્રયાસોને કારણે ઇન્દૌર ચોથા વર્ષમાં પણ ભારતના સૌથી સ્વચ્છ શહેરીની યાદીમાં આગળ રહ્યું છે. આધુનીક યુગમાં ઇન્દૌર સતત આગળ રહ્યું છે અને એથી વિશેષ સ્વચ્છતાને વધારવા માટેના પ્રયાસો ઇન્દૌરને આગળ પડતું રાખે છે, જેથી આ શહેરમાં હિસ્ટ્રીકલ પ્લેસેસ અને ટુરિસ્ટ પ્લેસેસ પણ વધારે આકર્ષણના કેન્દ્ર રહ્યા છે.

2. સુરત, ગુજરાત :

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પ્રમુખ શહેરો છે. એ સાથે બધામાં સુરત સ્વચ્છતા માટે બહુ જાણીતું બન્યું છે. અહીંની વસ્તી વધારે છે છતાં પણ અહીં સ્વચ્છતા માટેની એક કરતા વધારે યોજનાઓ છે. સુરત ગુજરાતનું બીજા નંબરનું એવું શહેર છે, જ્યાં વસ્તી વધારે છે. છતાંય અહીં સ્વચ્છતા વધુ જોવા મળે છે. હીરા ઉદ્યોગ માટે આ શહેર પ્રખ્યાત છે અને અહીં ગુજરાતના અન્ય ગામ કે શહેરોમાંથી આવેલા લોકો વધુ વસ્યા છે. પહેલા સુરતને ભારતનું સૌથી ગંદકીથી ભરેલ શહેર માનવામાં આવતું પણ હવેનો સમય કંઇક અલગ છે! સ્વાસ્થ્ય વિભાગ અને નગર નિગમના સ્વચ્છતાના કાર્યક્રમોએ સુરતને સ્વચ્છતાનો ખિતાબ જોતાડ્યો છે. વર્તમાન સમયમાં ભારતના બધા શહેરો કરતા સુરત બીજા ક્રમ પર છે, જે ભારતનું સ્વચ્છ અને રળીયામણું શહેર છે.

3. નવી મુંબઈ : મહારાષ્ટ્ર

નવી મુંબઈ પાછળના વર્ષમાં સાતમાં સ્થાન પરનું સ્વચ્છ શહેર હતું. પરંતુ આ પછીય નવી મુંબઈમાં સ્વચ્છતા વધારે જાળવવા માટેના કાર્યોએ સફળતા અપાવી જેને કારણે આજે નવી મુંબઈ દેશનું ત્રીજા નંબરનું એવું શહેર છે જ્યાં એકદમ સ્વચ્છતા જોવા મળે છે. મહારાષ્ટ્રની પશ્ચિમમાં નવી મુંબઈ આવેલી છે, જેને ૧૯૭૧ ની સાલમાં મુંબઈથી વિભાજીત કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી આધુનીકીકરણ થયું અને આખરે નવી મુંબઈ એક મોટા વિસ્તારમાં પરિવર્તિત થયું. એટલે તો હવે નવી મુંબઈ ભારતનું ત્રીજા નંબરનું અને મહારાષ્ટ્રનું પહેલા નંબરનું સ્વચ્છ શહેર છે.

4. અંબિકાપુર, છત્તીસગઢ

અંબિકાપુર છત્તીસગઢ રાજ્યનું એક નાનું શહેર છે. વર્ષ ૨૦૨૦ મુજબ અંબિકાપુર ભારતનું ચોથા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે. ૨૦૧૯માં આ શહેર બીજા ક્રમાંક પર હતું જે વર્ષની સાથે સ્વચ્છતાના નંબર પર પણ આગળ રહ્યું. તમને આ શહેરની વધુ માહિતી આપીએ તો આ શહેરમાં કોઈ ડમ્પિંગ સ્ટેશન નથી એટલે શહેરના બધા કચરાને શહેરની બહાર લઈ જઈ ૯૦% કચરાને રીસાઇકલ કરી દેવામાં આવે છે. હિંદુ દેવી અંબા માતાજી પરથી આ શહેરને પોતાનું નામ અંબિકાપુર મળેલ છે.

5. મૈસુર, કર્ણાટક :

કર્ણાટકનું શહેર મૈસુર પર સ્વચ્છતાની બાબતમાં આગળ છે. ભારતમાં આ શહેરનું સ્થાન ૫ મું છે, જે બહુ જ સ્વચ્છ શહેર છે. કર્ણાટકનું ત્રીજા નંબરનું સૌથી વધુ વસ્તી ધરાવતું આ શહેર છે છતાં સ્વચ્છતાની દ્રષ્ટિએ આ શહેર આગળ છે. અહીં ઘરેલું કચરાને પણ અલગ કરીને નિકાલ કરવામાં આવે છે અને શહેરના શક્ય એ રીતે સ્વચ્છ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે.

6. વિજયવાડા, આંધ્રપ્રદેશ :

૨૦૧૮માં વિજયવાડાને ISO ૩૭૧૨૦ પ્લેટીનમ લેવલ સત્રીફીકેટથી સમ્માનિત કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી તેને ‘ગ્લોબલ સીટીઝ રજીસ્ટ્રી’ ની અંદર જોડવામાં આવ્યું. આ શહેરને લઈને ભવિષ્યના સમયની વાણી કરવામાં આવી છે કે, વર્ષ ૨૦૩૫ સુધીમાં ભારતમાં ૧૦ સૌથી ઝડપથી અર્થવ્યવસ્થા વિકસિત એવા દેશોમાં વિજયવાડાનું નામ પણ હશે. એટલે તો વર્તમાન સમયમાં આ શહેરને ભારતના છઠ્ઠા નંબરનું સ્વચ્છ શહેર ગણવામાં આવે છે.

7. અમદાવાદ, ગુજરાત :

ગુજરાતનું મુખ્ય શહેર એટલે અમદાવાદ. અહીં વસ્તી પણ વધારે છે અને સાથે વેપાર-ઉધોગ પણ પુર જોશમાં ચાલે છે. મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમાઓ વગેરેથી ધમધમતું આ શહેર ભારતનું સાતમાં નંબરનું સ્વચ્છ શહેર છે અને સ્વચ્છતા માટે તેને ગુજરાતના અન્ય ગામ કે શહેરોને પણ પાછળ છોડ્યા છે.

8. નવી દેલ્હી :

ભારતની રાજધાની દેલ્હી સ્વચ્છતાના ક્રમાંક પર આઠમાં સ્થાન પર છે. આ મહાનગર અન્ય શહેરને પોતાની સાથે જોડે છે જેને કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનીને રહે છે. એ સાથે અહીં પ્રદુષણનું પ્રમાણ વધારે છે પણ સ્વચ્છતાની દ્રષ્ટિએ જોઈતો આઠમાં સ્થાન પર દેલ્હી આવે છે. અહીં કચરાને દૂર કરવા અને તેની નિકાલ વ્યવસ્થા થોડી સારી છે, જેને કારણે આ શહેરને સ્વચ્છતાનો ક્રમાંક મળેલ છે.

9. ચંદ્રપુર, મહારાષ્ટ્ર :

ભારતના ૧૦ સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં આ શહેરને નવમો ક્રમાંક મળેલ છે. ચંદ્રપુરની વસ્તી ૩.૭ લાખ જેટલી છે. નાગપુરથી લગભગ ૧૫૦ કિમીના દૂર અંતરે આ શહેર મૌજુદ છે. આ શહેર ભલે એવરેજ પોપ્યુલેશન ધરાવે છે તો પણ પ્રવાસીઓ માટે આકર્ષણ પમાડે છે.

10. ખરગોન, મધ્યપ્રદેશ :

મધ્યપ્રદેશનું બીજા નંબરનું અને ભારતનું ૧૦માં નંબરનું સ્વચ્છ શહેર છે. મધ્યપ્રદેશ દક્ષિણ-પશ્ચિમ સીમા પર આ શહેર સ્થિત છે. આ શહેરનો ભૌગોલિક વિસ્તાર ૮૦૩૦ વર્ગ કિમી છે. અને સમુદ્ર તટથી ૨૫૮ મીટરની ઉંચાઈ પર આ શહેર સ્થિત છે. ભારતના બધા શહેરોમાંથી આ શહેરને સ્વચ્છતાની દ્રષ્ટિએ ૧૦ મું સ્થાન મળ્યું છે.

તો આ છે ભારતના ૧૦ એવા શહેરોની યાદી જે સૌથી સ્વચ્છ શહેરો છે અને સાથે અહીં એટલે આ આ ૧૦ શહેરોમાં કચરાના નિકાલ માટે સારી સુવિધા કરવામાં આવી છે તેમજ શહેરને સ્વચ્છ રાખવા માટેના કાર્યક્રમોએ સફળતા અપાવી છે.

અમને આશા છે કે આજની માહિતી આપને વધુ પસંદ આવી હશે તો મિત્રો સાથે આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં. આવી રસપ્રદ માહિતી જાણવા માટે આપ ગુજરાતી પેજ ‘ફક્ત ગુજરાતી’ને લાઈક કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

Leave a Comment