પરફેક્ટ લવ મેડિસીન : રોમેન્ટિક કપલને ફરવા માટે બેસ્ટ છે ભારતમાં આવેલા અદ્દભુત આ પાંચ ડેસ્ટીનેશન…

Image Source

જો તમે પાર્ટનર સાથે ફરવાનો પ્લાન કરી રહ્યાં હોય અથવા ફરવાની સાથે રોમેન્ટિક બનીને પાર્ટનરને પણ રોમાન્સમાં ડૂબાડવા ઈચ્છો છો તો આપના માટે છે આજનો બેસ્ટ આર્ટીકલ : આ આર્ટીકલમાં ભારતમાં આવેલા પાંચ રોમેન્ટિક ડેસ્ટીનેશનની માહિતી લખવામાં આવી છે, જ્યાં જઈને આપ પાર્ટનર સાથે જિંદગીની શાનદાર પળ માણી શકો છો. તો આજના આર્ટીકલની માહિતી સ્પેશ્યલ રોમેન્ટિક કપલ માટે…” યે હૈ આશિકી કી સહી દવા…” વધુ વાંચો નીચેના પેરેગ્રાફમાં…

Image Source

(૫) હિમાચલ પ્રદેશ :

મોટાભાગના કપલને ફરવા માટે આ જગ્યા પસંદ આવે છે અને એ સાથે અહીં આવતા મૂળ પણ રોમેન્ટિક થઇ જાય છે. હિમાચલ પ્રદેશ પહાડોથી બનેલો વિસ્તાર છે અને અહીં આ જ મુખ્ય આકર્ષણ બને છે. અહીં શાનદાર પહાડો, ઝરણા અને નદીઓ છે. ઉપરાંત અહીંનું નેચરલ એન્વાયરમેન્ટ દિલને રાજા જેવી ફીલિંગ્સ અપાવે છે.

તમે પણ હિમાચલ પ્રદેશની સફર માટે જઈ શકો છો. સુરક્ષાના બધા નિયમોનું પાલન કરી અને સરકારી નિર્દેશ અનુસાર રીઝોર્ટસમાં પાર્ટનર સાથે રોમેન્ટિક ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અહીં તમને મજેદાર રોમેન્ટિક વાતાવરણ મળે છે જેથી પાર્ટનર સાથેના સમયને ગોલ્ડન બનાવી શકો છો.

 

કપલ માટે આ જગ્યાનું મુખ્ય આકર્ષણ :

 

 • પહાડો અને બરફવાળા વિસ્તારમાં ફરવાના શોખીન કપલ માટે આ જગ્યા મુખ્ય આકર્ષણ છે.
 • હિમાચલ પ્રદેશમાં મનાલી, શિમલા, કુફરી, ચૈલ, ધર્મશાલા, ચંબા, ખજીયાર અને કસૌલી જેવી જગ્યાઓ ફરવા માટેના ઉત્તમ લોકેશન છે.
 • અહીં જણાવેલ નામની જગ્યાઓ એવી છે કે તમે પાર્ટનર સાથે બહુ સારી રીતે બોન્ડ થઇ શકો છો. લગ્નજીવનને સુધારવા માટે અને એકબીજા સાથેના સમયને મહત્વનો બનાવવા માટે આ ડેસ્ટીનેશન બેસ્ટ છે.

Image Source

(૪) ઉત્તરાખંડ :

ઉત્તરાખંડમાં ફરવા માટે એક કરતા વધારે મંદિર આવેલા છે અને અહીંનું વાતાવરણ પાર્ટનર સાથે મળીને મનની અંદર ધાર્મિક લાગણીને જીવવા માટેનું છે. આપ પાર્ટનર સાથે સારું અને શાંતિથી ભરપૂર સમય એન્જોય કરવા માંગો છો તમે આ લોકેશનને ચૂઝ કરી શકો છો.

ગંગોત્રી અને યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એમ ચાર જગ્યાઓ મળીને ચાર ધામ બનાવે છે, જે અહીં આવવા માટે લોકોને આકર્ષણ આપે છે. આપ આધ્યાત્મિક હોય અને પાર્ટનર સાથે ધાર્મિક સ્થળ પર ટાઈમ સ્પેન્ડ કરવા ઇચ્છતા હોય તો આ લોકેશન બેસ્ટ ઓપ્શન છે.

 

કપલ માટે આ જગ્યાનું મુખ્ય આકર્ષણ :

 

 • મસૂરી, હરિદ્વાર, ઋષિકેશ, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, નૈનીતાલ અને દેહરાદુન અહીંના ફેમસ ડેસ્ટીનેશન છે.
 • અહીં મોટેભાગના લોકો પહેલા ટીકીટ, હોટેલ્સ અને બસ કે ટ્રેન જેવી સુવિધાઓને બુક કરાવીને આવે છે. આ લોકેશન પાર્ટનર સાથે ફરવા માટે સરસ છે. અને એમાં પણ જો પાર્ટનર આધ્યાત્મિક હોય તો આ જગ્યાની પસંદગી આપના માટે બેસ્ટ છે.
 • આ એવું લોકેશન છે જ્યાં આપ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ઈન્ટરેસ્ટીંગ ટાઈમને વિતાવી શકો છો.

Image Source

(૩) ગોવા :

ગોવાને આ સમયમાં કોણ નથી જાણતું? ગોવા ફરવા માટે દરેક કપલ ઉત્સુક હોય છે કારણ કે અહીંની આબોહવા જ નિરાળી છે. અહીં અલગ જ પ્રકારની રીતભાત કપલને એકબીજામાં ખોવાઈ જવા માટે મજબુર કરે છે. ગોવામાં ભારત સિવાય વિદેશી પ્રવાસીઓ પણ ખુબ આવે છે અને અહીંની શાનમાં વધારો કરે છે.

અહીં તમે બીચની મજા માણી શકો છો, પાર્ટી સ્પીરીટને એન્જોય કરી શકો છો અને અહીં આવેલા વોટર સ્પોટ્સ તમને રોમાંચ અર્પે છે. માટે પાર્ટનર સાથે ગોવામાં ફરવાની ખુબ મજા છે. ફન, રિલેકસેશન અને રોમાંચનો ત્રિવેણીસંગમ છે ગોવા. સાથે અહીં ફાઈવ સ્ટાર હોટેલ અને લક્ઝરી હોટેલ્સની પણ સુવિધા મળી શકે છે, જે પાર્ટનરને પ્રેમમાં ડૂબાડવા માટેનું એક યાદી ઝરણું બને છે.

 

કપલ માટે આ જગ્યાનું મુખ્ય આકર્ષણ :

 

 • અહીં ડાન્સ પાર્ટીનું આયોજન બહુ જોવા મળે છે એટલે પાર્ટનર જો ફિલ્મી અને રોમેન્ટિક હોય તો આપના માટે ગોવા બેસ્ટ ઓપ્શન છે.
 • અહીં દૂધસાગર વોટરફોલ અને અંજુના બીચ પણ આવેલા છે, જ્યાંની ફોટોગ્રાફી આજીવન કેમેરામાં કેદ કરવા જેવી રહે છે. અહીં પાર્ટનર સાથે હોટ રોમાન્સ કરવાની ખુબ મજા છે.
 • બાગ-બગીચા અને ચપોરા કિલ્લા અહીં આકર્ષણનું કેન્દ્ર છે જેથી આપ અહીં આવીને કુદરતી અને પ્રાચીન સમયને પણ એન્જોય કરી શકો છો.

Image Source

(૨) મધ્યપ્રદેશ :

રોમેન્ટિક કપલ માટે મધ્યપ્રદેશ એક સારું એવું ડેસ્ટીનેશન છે.  અહીં ઘણા પર્યટક સ્થળ આવેલા છે, જ્યાં પાર્ટનર સાથે ફરવાની મજા બહુ જ વિશેષ છે. પાર્ટનર સાથે ઘરથી થોડા દિવસો દૂર રહીને પ્રેમમાં ખોવાઈ જવા ઈચ્છતા કપલ માટે મધ્યપ્રદેશની ટ્રીપ સફળ રહેશે.

ભાગદોડની જિંદગીમાં થોડા સમય માટેનો ફ્રી ટાઈમ પણ શોધવો પડે છે. તો એ જ પરફેક્ટ ટાઈમ મધ્યપ્રદેશમાં જઈને સ્પેન્ડ કરી શકો છો. પાર્ટનર સાથે રહેવાની અને ફરવાની મજા આ લોકેશન પર ખુબ છે. તો જલ્દીથી તમે પણ મધ્યપ્રદેશની ટ્રીપ બુક કરાવી લો!!

 

કપલ માટે આ જગ્યાનું મુખ્ય આકર્ષણ :

 

 • અમરકંટક, પંચમઢી, કાન્હા, ઉજ્જૈન, ગ્વાલિયર, પન્ના અને બાંધવગઢ અહીંના મુખ્ય આકર્ષણ પમાડે એવા લોકેશન છે.
 • અહીં આપ ઈચ્છો એ મુજબનું ટુર પ્લાન કરી શકો છો ઉપરાંત આપ બજેટ મુજબની ટુર પ્લાન કરી શકો છો.
 • અહીં આપ બસ, ટ્રેન કે પર્સનલ કાર દ્વારા પહોંચી શકો છો. રહેવા માટેની અતિ ઉત્તમ સુવિધા પણ મળી શકે છે અને અન્ય ઇચ્છિત સુવિધાઓ પણ મળી રહે છે.

Image Source

(૧) ગોકર્ણ બીચ :

તમે પાર્ટનર સાથે બીચ વેકેશનની મજા લેવા ઇચ્છતા હોય તો આ પરફેક્ટ લોકેશન છે. અહીંનું લોકેશન જ બોડીને થ્રિલ આપે છે, જે પાર્ટનર સાથેના સમયને ઈન્ટરેસ્ટીંગ બનાવે છે. જ્યાં બીચ હોય એવા લોકેશન પર ફરવા ઈચ્છતા હોય અને આપના દિમાગમાં માત્ર ગોવા એક જ લોકેશન હોય તો ગોકર્ણ બીચ બીજો વિકલ્પ બની શકે છે.

આ એક નાની જગ્યા છે એટલે અહીં પર્યટકોની ભીડ ઓછી હોય છે એટલે પાર્ટનર સાથે હાથમાં હાથ નાખીને ફરવામાં અહીં કોઈ તકલીફ નથી. અહીં આપ ગ્રિન વિથ રોમાંસ ફિલ કરશો એટલે કે અહીંનું કુદરતી વાતાવરણ આપને વધુ રોમેન્ટિક બનાવશે.

 

કપલ માટે આ જગ્યાનું મુખ્ય આકર્ષણ :

 

 • ઓમ બીચ, હોફ મુન બીચ, કુડલ બીચ,  બોટ રાઈડ, બીચ ટ્રેકિંગ વગેરેનો આનંદ લેવા ઇચ્છતા હોય તો આ લોકેશન આપને વધુ મોહિત કરી શકે છે.
 • મુંબઈ અથવા ગોવાથી ટ્રેન દ્વારા ગોકર્ણ બીચ પહોંચવા માટેનો આસન રસ્તો છે.
 • આ લોકેશન પર આવેલા બીચ અને પાણીના ધોધ વગેરે ફોટો કે વિડીયોગ્રાફી માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ છે. આપ અહીં પાર્ટનર સાથે એક અલગ જ દુનિયામાં ખોવાઈ જશો!

ભારત દેશના વિશાળ વિસ્તારમાં ખૂબસૂરતીથી ભરેલા અનેક ફરવા માટેના ડેસ્ટીનેશન આવેલા છે, જ્યાં પાર્ટનર સાથે ફરવાની મજા બહુ જ છે એ સાથે અહીં પાર્ટનર સાથેના લવમાં વધારો કરી શકાય છે અને સાથે રિલેશનશિપમાં સુખનો દીપક પ્રગટાવી શકાય છે. રિલેશનશિપને એક ડિફરન્ટ ગોલ સુધી લઇ જવા માટે પાર્ટનર સાથેનું બોન્ડીંગ જોઈએ અને એ બોન્ડીંગ ક્રિએટ કરવા માટે ભારતના આ પાંચ ડેસ્ટીનેશન આપને હેલ્પ કરી શકે છે.

આજની માહિતી આપને કેવી લાગી? પાર્ટનર સાથે ફરવાનો આપનો અનુભવ કમેન્ટ બોક્ષમાં શેયર કરવાનું ભૂલશો નહીં. આવી જ અન્ય માહિતી જાણવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *