સ્ટ્રોબેરી તો બધાને ભાવતી જ હશે, તો ચાલો જાણીએ તેના ૧૦ આશ્ચર્યજનક ફાયદાઓ વિશે

Image by pasja1000 from Pixabay

તમે બધા તો જાણતા જ હશો કે સ્ટ્રોબેરી કેટલું સ્વાદિષ્ટ ફળ છે. પરંતુ તે ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે, અને તે ફળ તમારા શરીરના જુદા જુદા રોગો સામે લડવામાં સક્ષમ હોય છે. ચાલો જાણીએ સ્ટ્રોબેરી થી મળતા ૧૦ ફાયદા વિશે.

૧. સ્ટ્રોબેરી ખાવાથી તમારા દાંતમાં સફેદી આવે છે.

જો તમે તમારા દાંત સફેદ અને ચમકદાર બનાવવા માંગો છો તો સ્ટ્રોબેરી ખાઓ, કેમકે સ્ટ્રોબેરી મા વિટામિન સી હોય છે, જે તમારા દાંતની વચ્ચે જામેલી ફલક તોડી નાખે છે. જેનાથી તમારા દાંતમાં પહેલાથી વધારે સફેદી આવી જાય છે.

Image Source

૨.સ્ટ્રોબેરી હદયની બીમારીને ઓછી કરે છે.

હદયની બીમારી સૌથી જીવલેણ બીમારી છે, પરંતુ સ્ટ્રોબેરી ખાવાથી હદયની બિમારીઓ થવાનું જોખમ ઓછું થાય છે. તેમા પોટેશિયમ તત્વ હોય છે, જે હદયના હુમલાના રિસ્કને ઓછું કરે છે. સ્ટ્રોબેરી માં એલાજીક એસિડ હોય છે, જે એલડીએલ ( લો ડેસિટી લિપોપ્રોટીન) નુ નિયંત્રણ કરે છે. એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે.

૩. સ્ટ્રોબેરી તમારી ઉમર વધવાની ગતિને ધીમી કરે છે.

આપણી ઉંમર એટલે વધે છે, કેમકે આપણા શરીરમાં કોશિકાઓની ઉમર વધે છે, પરંતુ સ્ટ્રોબેરી ખાવાથી આપણે આ પ્રક્રિયાને ધીમી કરી શકીએ છીએ. સ્ટ્રોબેરી માં એક મજબૂત એન્ટી ઓક્સિડન્ટ હોય છે, જે તમારા શરીરમાં ઉમર વધારનારા ઉગ્ર તત્વોથી લડે છે અને ઉમર વધવાની ગતિને ધીમી કરે છે.

૪. સ્ટ્રોબેરી તમને ખીલની સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.

તેમા વિટામિન સી અને અમલિય હોય છે, જે ત્વચા માંથી વધારાના સીબમ ને દૂર કરવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરી નો રસ કે પછી સ્ટ્રોબેરી ફેસ પેક ને તમારા ચેહરા પર ફકત અડધો કલાક લગાવવાથી તમને ખીલ અને ફોડલીઓ જેવી સમસ્યાઓથી છુટકારો મળી જશે.

૫. સ્ટ્રોબેરી થી તમારા ચેહરા પર પડેલા હળવા ભૂરા રંગના ધબ્બા પણ દૂર થઈ જાય છે.

તેમા વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ ની માત્રાના કારણે ચેહરા પર પડેલા હળવા ભૂરા રંગના ધબ્બા સાફ થઈ જાય છે, તો તમારે મોંઘી મોંઘી ક્રીમોનો ઉપયોગ કરવાને બદલે સ્ટ્રોબેરી નો ઉપયોગ કરવો જોઈએ. સ્ટ્રોબેરી ને લીંબુના રસ, મલાઈ, પપૈયા અને માખણ ની સાથે મિક્સ કરીને ચેહરા પર લગાવવાથી તમારા ચેહરા પરથી હળવા ભૂરા રંગના ધબ્બા દૂર થઈ જશે.

૬. સ્ટ્રોબેરી ખાવાથી તમને અસ્થમા અને એલર્જી પણ મટી જશે.

જો તમે તમારા અસ્થમા ને રોકવા માટે જુદી જુદી દવાઓ ખાઈને થાકી ચૂક્યા છો, તો તમારે સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને જોવું જોઈએ. સ્ટ્રોબેરી માં એવા ઘણા તત્વો છે, જે અસ્થમા જેવા રોગને મટાડવામાં મદદ કરે છે અને તમારી આંખોમાં વારંવાર આવનારા પાણીને પણ રોકે છે.

૭. સ્ટ્રોબેરી બ્લડ શુગર ને નિયંત્રણમાં રાખે છે.

એન્ટી ઓક્સિડન્ટ અને અલેગિક એસિડથી ભરપૂર સ્ટ્રોબેરી સ્ટાચૅયુકત ખોરાકના પાચનને ધીમું કરવામાં મદદ કરે છે. એટલા માટે સ્ટ્રોબેરી સ્ટાચૅ ખોરાક પછી બ્લડ શુગર ને નિયંત્રણ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

૮. સ્ટ્રોબેરી સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે સાથે એક કેન્સર વિરોધી ઔષધિ છે.

સ્ટ્રોબેરી મા ફલેવોનૉઈડ, ફોરેસ્ટ, કેફેરૉલ અને વિટામિન સી વગેરે કેન્સરથી લડનારા તત્વો હોય છે, જે કેન્સર પેદા કરનારા કોષો ને નાશ કરે છે. તેમા શકિતશાળી એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે, જે જોખમદાયક ટયુમર ને તમારા શરીરમાં ફેલતું રોકે છે.

૯. સ્ટ્રોબેરી તમારી આંખોની દષ્ટિ માટે વધુ સારી હોય છે.

તેમા રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વ આંખોને મોતિયાથી બચાવે છે. સ્ટ્રોબેરી માં વિટામિન સી મળે છે, જે આપણી આંખો માટે વધુ સારી હોય છે.

Image Source

૧૦. ગર્ભવતી સ્ત્રીઓ માટે સ્ટ્રોબેરી વધારે ફાયદાકારક હોય છે.

સ્ટ્રોબેરી માં ફોલેટ સારી માત્રામાં રહેલું હોય છે. એક કપ કાચી સ્ટ્રોબેરી થી લગભગ ૪૦૦ ગ્રામ ફોલેટ મળે છે. એટલે ગર્ભવતી સ્ત્રીઓ માટે સ્ટ્રોબેરી વધારે ફાયદાકારક હોય છે. તેમા રહેલી ફૉલેટ તંત્રિકા ટ્યુબ દોષોને રોકી શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *