શિયાળામાં ગોળ ખાવાના ઘણા બધા ફાયદા નહિ જાણતા હોય તમે! ચેહરાની સુંદરતા વધારવામાં પણ અસરકારક છે

“ગોળનો ઉપયોગ શિયાળામાં સૌથી વધારે કરવામાં આવે છે. ખાંડની જગ્યાએ ગોળ નો ઉપયોગ કરવાથી શરદી – તાવ થી બચવાની સાથે રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. આરોગ્ય માટે ગોળ ખુબજ ગુણકારી હોય છે, આ વાત આપણે બધા જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે ગોળનો ઉપયોગ ત્વચાને ચમકદાર અને ઘણી મુશ્કેલીઓમા પણ અસરકારક છે. ચાલો, જાણીએ ગોળના ફાયદા –

આ ગુણોથી ભરપૂર છે ગોળ.

ગોળમાં વિટામિન એ અને વિટામિન બી, સુક્રોઝ, ગ્લુકોઝ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે. ફોસ્ફરસ ની માત્રા વધારે રહે છે. ગોળમાં ઘણા પ્રકારના જરૂરી ખનિજો અને વિટામિન હોય છે. જે ત્વચા માટે પ્રાકૃતિક શુદ્ધિકરણ તરીકે કાર્ય કરે છે. તે શરીરને અંદરથી સાફ રાખે છે, જે ત્વચાને ચમકીલી બનાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં ગોળ મદદરૂપ હોય છે.હુફાળા પાણી કે પછી ચામાં ખાંડની જગ્યાએ ગોળ પી શકાય છે, તેનાથી તંદુરસ્તી અને સુંદરતા બંને જળવાઈ રહે છે.

Image by Joseph Mucira from Pixabay

ફોલ્લીઓ અને દાગ – ધબ્બા.

આ પેક ને બનાવવા માટે ૧ ચમચી ગોળ પાવડર લઈ તેમાં એક ચમચી ટામેટાનો રસ, લીંબુનો રસ અને ચપટી હળદર ભેળવી દો. તેને તમારા ચહેરા પર લગાવી લગભગ ૧૫ મિનિટ સુધી રહેવા દો. પછી સાફ પાણી થી ધોઈ લો.

Image by Kelsey Vere from Pixabay

કરચલીઓ માટે ઉપાય.

૧ ચમચી પીસેલા ગોળમાં ૧ ચમચી બ્લેમક ચા, ૧ ચમચી દ્રાક્ષ નો રસ, એક ચપટી હળદર સાથે થોડું ગુલાબજળ ભેળવી દો. આ મિશ્રણ ને તમારા ચહેરા પર લગાવી ને ૨૦ મિનિટ સુધી રહેવા દો. પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

ગોળ ખાવાના ફાયદા.

Image by Darko Djurin from Pixabay

એસિડિટી થી છુટકારો

તમને ગેસ કે એસિડિટી હોય, તો ગોળ ખાવાથી ફાયદો થશે. તેજ ગોળ સિંધવ મીઠું અને સંચળ સાથે ભેળવીને ખાવાથી ખાટ્ટા ઓડકારથી રાહત મળશે.

લોહીની ઉણપ ને દૂર કરે છે.

ગોળ આયર્ન નો ખુબ મોટો સ્ત્રોત છે. જો તમારું હિમોગ્લોબીન ઓછું હોય, તો દરરોજ ગોળ ખાવાથી તરત લાભ થશે. ગોળ ખાવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે.

કાબૂમાં રહેશે લોહીનું દબાણ.

ગોળ લોહીના દબાણને કાબૂમાં રાખવાનું કામ પણ કરે છે. ખાસ કરીને ઉચ્ચ લોહીના દબાણથી પરેશાન રહેતા લોકોને દરરોજ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

હાડકા મજબૂત રહેશે.

ગોળમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. આ બંને તત્વો હાડકાને મજબૂતી આપવામાં ખૂબ મદદરૂપ છે. ગોળ સાથે આદું ખાવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળે છે.

Image by Franz Roos from Pixabay

શરીર મજબૂત અને કાર્યરત બનશે.

ગોળ શરીરને મજબૂત અને કાર્યરત બનાવી રાખે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે દૂધ સાથે ગોળનું સેવન કરવાથી તાકાત મળે છે અને શરીર ઊર્જાવાન બની રહે છે. જો તમને દૂધ નથી ભાવતુ, તો એક કપ પાણીમાં પાંચ ગ્રામ ગોળ, થોડો લીંબુનો રસ અને સંચળ ભેળવીને પીવાથી તમને થાક નો અનુભવ નહીં થાય.

Image Ssurce

શરદી – તાવમાં અસરકારક.

ગોળ શરદી તાવને દૂર કરવાના ખૂબ જ અસરકારક છે. મરી અને આદું સાથે ગોળ ખાવાથી શરદી તાવમાં રાહત મળે છે. ઉધરસથી બચવા માટે ખાંડના બદલે ગોળ ખાવો જોઈએ. ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાનું ખેંચાણ અને બળતરામાં રાહત મળે છે.”

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment