કોઈની શરમ ન રાખો, મન ભરાય ગ્યું હોય તો રડી લો : રડવાથી શરીરને થાય છે આવા અદ્દભુત ફાયદાઓ…

આપણે રોવાને(રડવાને) આમ તો મજબૂરી અથવા લાગણી શબ્દ સાથે જોડી છીએ. પણ શું તમે જાણો છો રડવાથી કેટલા ફાયદા થાય છે એ તો આપણને ખબર જ નથી હોતી! રડવાથી જે ફાયદો થાય છે એ ફાયદો વગર દવાએ થાય…જી હા, આ વાત બિલકુલ સાચી છે. ચાલો તમને પણ જણાવી દઈએ કે મન ભરાય ગયું હોય તો રડી લો અને સ્વાસ્થ્યને સારું બનાવો…

સ્વાસ્થ્યને સારું રાખવા માટે હસવું એ અત્યાર સુધી લાભદાયક માનવામાં આવતું હતું. પરંતુ નવા સંશોધનમાં બહાર આવ્યું કે રડવું પણ સ્વાસ્થ્ય માટે લાભકારી ગણાય છે. રડવાથી અનેક પ્રકારના રોગોને દૂર કરી શકાય છે. સામાન્ય દ્રષ્ટિએ આ વાત માનવામાં નથી આવતી એવી છે. તો વધુ જાણકારી માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં.

પ્રાચીન ચિકિત્સા પદ્ધતિમાં આંસુને રોકવાથી અમુક પ્રકારના રોગ થાય છે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આંસુઓને આંખમાંથી નીકળી જવાથી ઘણા રોગને દૂર રાખી શકાય છે. આંસુઓ આંખમાંથી નીકળી જાય એટલે ઘણી પ્રકારની શરીર સમસ્યા દૂર થાય છે. જેમ કે, હદયનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ગરદનનો દુઃખાવો વગેરે દૂર થાય છે. આ કારણે આધુનિક ચિકિત્સા પધ્ધતિમાં રોવું એ સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે.

અમેરિકાના એક પ્રસિદ્ધ મનોચિકિત્સકના મત મુજબ અમેરિકામાં પુરૂષો કરતા સ્ત્રીઓ રોઈને તેની આયુષ્યમાં વધારો કરી લે છે, જ્યારે પુરૂષ પોતાના અહમને કારણે રોઈ શકતા નથી અને અનેક પ્રકારના રોગથી ઘેરાઈ જાય છે. જો પુરૂષ પણ પોતાના મનની દુવિધા હોય ત્યારે રોઈ લે તો હદય હુમલાની તકલીફ તેમજ બ્લડ સર્ક્યુલેશનને બરાબર રાખી શકાય છે.

જોરથી અને મોટેથી રડવાથી માણસના મસ્તિષ્કમાં રહેલી ભાવનાઓનો તણાવ દૂર થાય છે, જેનાથી બહુ મોટી રાહત થાય છે. ઉપરાંત મનમાં નવી ઉર્જાનો અહેસાસ થાય છે. મહિલાઓમાં રડવાનો ગુણ હોવાને કારણે પુરૂષની સંખ્યા કરતા સ્ત્રીઓમાં હદયનો હુમલો આવવાની શક્યતા ઓછી રહે છે. સ્ત્રીઓ રોઈને હદયનો બોઝ હળવો કરી લે છે. સમાજ અને પરિસ્થિતિ સામે પુરૂષ રોઈ ન શકવાને કારણે ધમનીઓની બીમારી પુરૂષને જલ્દી લાગુ પડી શકે છે.

એક ચિકિત્સક આંસુને સ્વાસ્થ્ય માટે આવશ્યક માને છે. એ કહે છે કે, રડવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક એલેકઝાન્ડર ફ્લેમિંગે તેના પ્રયોગોમાં સાબિત કરીને બતાવ્યું કે આંસુ કીટનાશક પણ હોય છે. એને એક પ્રયોગ આવો કર્યો કે લાખો કીટાણુ ભરેલ એક ટેસ્ટ ટ્યુબમાં આંસુનું એક ટીપું ઉમેર્યું. તો ટીપું પડતાની સાથે જ બધા કીટાણુંઓ મરી ગયા.

વધુમાં આંખની કાળજી રાખવા માટે પણ આંસુ બહુ ઉપયોગી કામ કરે છે. આંખને સાફ અને અંદરથી ભીનાશવાળી રાખવાનું કામ આંસુ કરે છે. આંખમાં ભરાયેલ ધૂળ-કચરાને દૂર કરવામાં આંસુ મહત્વનો ભાગ ભજવે છે. એ સાથે અમુક ચિકિત્સકો કહે છે કે ભાવનાના કારણે આવતા આંસુ હદયને હળવી કરી શકે છે અને ક્રોધ તેમજ ઉદાસીને દૂર કરી શકે છે. રડવાથી મનનો સંપૂર્ણ મેલ બહાર નીકળી જાય છે.

એટલે હવે આ આર્ટિકલ વાંચ્યા પછી તમે પણ સમજી ગયા હશો કે રડવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તો તમને પણ કોઈ કારણે રડવું આવતું હોય તો રૂમ બંધ કરીને થોડી વાર રોઈ લેવું. જેનાથી મન બિલકુલ સાફ થઇ જશે અને હદયમાં ડૂમો નહીં ભરાય. આ એકમાત્ર એવો ઉપચાર છે જે લાગણી સાથે જોડાયેલ છે અને એ આપણે જાતે જ અનુસરવું પડે છે. પુરૂષોએ પણ પોતાનું દિલ હળવું કરી નાખવું. બધાની શેહ-શરમ મૂકીને જયારે પણ રડવું આવે ત્યારે મનભરીને રડી લેવું જેનાથી મનમાં શાંતિનો અહેસાસ થાય છે.

આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે આપ અમારી સાથે જોડાય શકો છો. આપ ફેસબુક પર ‘ફક્ત ગુજરાતી’ પેજને ફોલો કરો જેનાથી આપ મોબાઈલમાં મળતી માહિતી સૌથી પહેલા મેળવી શકો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *