શિયાળા માં ગાજર ના જ્યુસ ના છે ઘણા ફાયદા, ઈમ્મુનિટી વધશે અને વજન પણ ઓછું થશે

Image by Couleur from Pixabay

ગાજર માં ભરપૂર માત્રા માં પોટેશિયમ, વિટામિન, ફાઇબર ની સાથે એવા તત્વો મળી આવે છે કે જેથી જે આંખો ની રોશની વધારે છે સાથે જ રોગ પ્રતિકારક શક્તિ ને મજબૂત કરે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. 

શિયાળા ની ઋતુ આવી ગઈ છે. તેની સાથે જ બજાર માં તાજી તાજી ગાજર પણ દેખાવા લાગી છે. ગાજર સ્વાસ્થ્ય માંટે ખૂબ જ સારી ગણવામાં આવે છે. જેનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. પણ તમને જણાવી દઈએ કે ગાજર ના જ્યુસ ના પણ ઘણા ફાયદા છે. ગાજર માં ભરપૂર માત્રા માં પોટેશિયમ, ફાઇબર, વિટામીન્સ, તેમ જ વિટામિન બી 1, બી 2, બી 3, એ,કે વગેરે હોય છે. આ ઉપરાંત તેમા મેંગેનીસ, બીયોટીન, ફૉસ્ફરસ, ફોલેટ વગેરે પણ પૂરતા પ્રમાણ માં મળી આવે છે. તેનું સેવન રોજ સવારે કરવું. 

ચાલો જાણીએ  ગાજર નું જ્યુસ પીવાના ફાયદા અને બનાવા ની રીત

ગાજર નું જ્યુસ બનાવા ની રીત 

ગાજર નું જ્યુસ બનાવા માંટે ગાજર ની સાથે સાથે આમળું,કોથમીર,મરી,ટામેટું,અને સિંધવ મીઠું નાખી ને ગ્રાઈન્ડ કરો. ત્યારબાદ તેને ગાળી લો. ત્યારબાદ તેનું સેવન કરો.  

ગાજર નું જ્યુસ પીવાના લાભ 

1. ઈમ્મુનિટી વધારે છે. 

ગાજર માં ભરપૂર માત્રા માં વિટામિન એ અને બીટા કેરોટિન હોય છે. જે તમારી ઇમમુનીટી ને મજબૂત કરે છે. 

2. હર્દય ને રાખે છે હેલ્થી 

આ જ્યુસ માં પોટેશિયમ મળી આવે છે. જે બેડ કોલેસ્ટ્રોલ ને બહાર ફેકે છે. સાથે જ તમારા હર્દય ને હેલ્થી રાખે છે. 

3. હાડકાં ને બનાવે છે મજબૂત 

ગાજર ના જ્યુસ માં ભરપૂર માત્રા માં વિટામિન કે ની સાથે પ્રોટીન પણ મળી આવે છે. જે શરીર માં જઈ ને કેલ્સિયમ ની માત્રા ને પૂરી કરે છે. જેનાથી તમારા હાડકાં મજબૂત થાય છે. 

4. બ્લડ શુગર ને રાખે કંટ્રોલ 

ગાજર માં મેંગેનીસ, મેગનેસિયમ અને કૈરીટોનોયડ હોય છે. જે બ્લડ શુગર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પણ ડાયાબિટિસ ના દર્દી એ આનું સેવન વધુ ન કરવું. 

image source

5. વજન કરે છે ઓછું 

ગાજર ના જ્યુસ માં વિટામિન બી અધિક માત્રા માં મળી આવે છે. જે ગ્લુકોસ, વસા અને પ્રોટીન ને તોડવામાં મદદ કરે છે. તેની સાથે જ તેમા રહેલું ફૉસ્ફરસ મેટાબોલીસમ ને વધારવા માં મદદ કરે છે. 

Image Source

6. આંખો ની રોશની વધારે છે. 

ગાજર ના જ્યુસ માં ભરપૂર માત્રા માં મિનરલ્સ અને વિટામીન્સ મળી આવે છે. જેનું રોજ સેવન કરવાથી આંખો ની રોશની વધે છે. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

   

Leave a Comment