અત્યારે સૌથી વધુ રેમ(RAM) હોય એવા સ્માર્ટફોનના મોડેલ આ જ છે – તમે પણ જાણી લો અને ખરીદી લો

તમને યાદ છે મોટોરોલા અને નોકિયા કંપનીના શરૂઆતી ફોનના મોડેલ? લેન્ડલાઈન પછી જેવો થોડો સમય મોબાઈલમાં ટ્રાન્સપ્લાન્ટ થયો કે લોકોને નવાઈ લાગી. મજાની વાત એ હતી કે ગમે ત્યાં મોબાઈલને સાથે લઇ જઈ શકીએ. એ ત્યારની ટેકનોલોજીથી જુઓ આજની નવીન નાનકડી ડિવાઈસની ટેકનોલોજી..

જેમ ટેકનોલોજી વધી તેમ સ્માર્ટફોનના ફીચરમાં ઘણો બદલાવ આવ્યો છે. અત્યારના ફોનમાં કોમ્પ્યુટર કે લેપટોપ કરતા પણ વધુ ફીચર આવવા લાગ્યા છે. સાથે કોન્ફ્રીગ્યુશનની વાત કરીએ તો નાનકડી ડિવાઈસમાં જરૂરી એવી બધી જ ફેસેલીટી આવવા લાગી છે. મલ્ટીટાસ્કીંગ યુઝર્સ કે ગેમિંગ લવર માટે વધુ રેમવાળા સ્માર્ટફોનની જરૂર પડે છે. તો આજની જાણકારી એવી જ છે જેમાં જાણીએ એવા ક્યાં મોડેલ છે જેમાં વધુ રેમ આવે છે. ૧૦GB રેમ સાથે તમને Oneplus, Xiaomi, Vivo, Nubia બ્રાન્ડના સ્માર્ટફોન મળી જશે.

(૧) Oneplus 6T Mclaren Edition :

૧૨ ડીસેમ્બરના દિવસે આ મોડેલ લોન્ચ કરવામાં આવ્યો હતું. જેમાં ૧૦GB રેમ અને ૨૫૬GB સ્ટોરેજ છે. પ્રખ્યાત શોપિંગ સાઈટ પર આ સ્માર્ટફોન મળવા લાગ્યા છે. ભારતમાં 42000/- જેટલી કિંમત હશે.

(૨) Xiaomi Mi Mix 3 :

શાઓમીએ આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આ મોડેલ લોન્ચ કર્યું. આ સરસ મજાનું મોડેલ માર્કેટમાં બહુ ચર્ચામાં છે. મેગ્નેટિક સ્લાઈડીંગ, ફ્રન્ટ કેમેરા, ડ્યુઅલ રીયર કેમેરા, બે સેલ્ફી સેન્સર જેવી ઘણી નવી સુવિધા આપવામાં આવી છે. આ ફોનમાં ડિસ્પ્લે નોચ નથી. આ મોડેલની કિંમત ભારતના રૂપિયા મુજબ ૩૪,૮૦૦ જેટલી છે. આ સીરીઝ ઘણી ફેમસ થશે બસ આવનારા દિવસો જુઓ. ૧૦GB રેમ અને ૨૫૬GB સ્ટોરેજનું આ મોડેલ છે.

(૩) Nubia Red Magic Mars :

ZTEની સબ બ્રાન્ડ Nubia એ ૨૯ નવેમ્બરના દિવસે ગેમિંગ માટે સ્પેશીયલ સ્માર્ટફોન લોન્ચ કર્યો. તમને જણાવી દઈએ કે આ મોડેલ રેડ મેજિકનું અપગ્રેડ વર્ઝન છે. રેડ મેજિક નૂબીયા બ્રાન્ડનો હેન્ડસેટ છે. આ ફોનમાં સીપીયુ પરફોર્મન્સ સારૂ એવું છે. ૧૦GB અને ૨૫૬GB સ્ટોરેજમાં આ મોડેલ મળે છે. જેની લગભગ કિંમત ૪૦,૬૦૦ની આસપાસ છે.

(૪) Xiaomi Black Shark Helo :

શાઓમીનું આ બીજું નવું મોડેલ છે. ઓક્ટોબરમાં આ ફોનને લોન્ચ કરવામાં આવ્યો. જો કે બ્લેક શાર્ક હેલો ત્રણ અલગ અલગ રેમ મોડેલમાં આવે છે. આ ભારતમાં ક્યારે આવશે તેની હજુ જાણકારી મળી નથી. આ મોડેલમાં ૬GB, 8GB અને ૧૦GB રેમના મોડેલ બહાર પડ્યા છે.

(૫) Vivo Nex Dual Display :

૧૨ ડીસેમ્બરના રોજ આ સ્માર્ટફોનને લોન્ચ કર્યો. આ ફોન ડ્યુઅલ એમોલેડ પેનલની ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે ત્રણ કેમેરા છે. જે રીયર કેમેરામાં મૌજુદ છે. સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 10GB રેમ અને 22.5 વોટ ફાસ્ટ ચાર્જીંગમાં આ મોડેલ આવ્યું છે. આસપાસની કિંમત જોઈએ તો ૫૨,૩૦૦ જેટલી છે. ૧૨૮GB સ્ટોરેજ ડિવાઈસનું આ મોડેલ સુપર એવું છે. ભારતમાં આ મોડેલ ક્યારે આવશે એ હજુ માહિતી મળી નથી.

તો આ પાંચ સ્માર્ટફોનની રેમ મેમરી જોઈએ તો નવા ફોનની ખરીદી કરવાનું મન થઇ જાય. આ મોબાઈલનું પરફોર્મન્સ એકદમ જકાસ છે. કોમ્પ્યુટર કે લેપટોપ પાછળ રહી જાય એવી ટેકનોલોજી છે.

એ સાથે આપણા મસ્ત એવા ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારા પેઇઝનું નામ છે  – “ફક્ત ગુજરાતી”

#Author : Ravi Gohel

Leave a Comment