ઘરેલું ઉપચાર વડે તમે તમારા ઓઈલી હેરને બનાવી શકશો સ્મૂથ અને સીલ્કી…વાંચો 10 ઘરેલું ઉપચાર વીશે વિગતવાર માહિતી

સામાન્ય રીતે જ્યારે લોકો પોતાના વાળ ધોતા હોય છે. ત્યારબાદ થોડાક દિવસો રહીને એટલે કે 1 કે 2 દિવસ રહીને તેમને તેમના વાળ તૈલી લાગવા લાગે છે. અને વાળમાં ચીકાશ રહેતી હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે જો તમને તમારા વાળમાં તેલ વધારે લાગે છે. તો તમારા વાળ તૈલી છે. જેના કારણે તમને તમારા વાળ ચીકાશ યુક્ત લાગતા હોય છે. આજની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે યોગ્ય રીચતે ખાવાનું પણ ખાતા નથી. તેના કારણે આપણા વાળની આવી હાલત થતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઘરેલું ઉપચાર દ્વારા પણ તમારા વાળને સ્મૂથ અને સીલ્કી રાખી શકશો…

Image by wicherek from Pixabay

(1) એપલ વીનેગરનો ઉપયોગ કરો

એપલ વિનેગરને કારણે તમારા વાળમાં રહેલા એસીટીક એડિકના તત્વો સંતુલીત રહે છે. જેના કારણે વધારે પડતું તેલ તમારા વાળામાં ફેલાતું રોકાઈ જાય છે. સાથેજ તે હેર ટોનીક તરીકે પણ મદદરૂપ છે. જેના કારણે તમારા વાળ પહેલા કરતા સારા દેખાશે અને શાઈન પણ મારશે

એપલ વિનેગરને જો તમારે વાળમાં લગાવું હોય તો બે કે ત્રણ ચમચી વિનેગર પાણીના એક કપમાં નાખો. બાદમાં શેમ્પૂથી તમારા વાળ એક વાર ધોઈ કાઢો અને બાદમાં તે મિશ્રણને તમારા વાળમાં લગાવો. ત્યારબાદ ઠંડા પાણી વડે તમારા વાળને ધોઈ નાખો. મહત્વનું છે અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમારે હેરને ધોવા પડશે તોજ તમને લાંબા ગાળા તેનો ફાયદો થઈ શકશે

(2) લીંબુનું જ્યુંસ પણ ઘણું ફાયદાકારક

લીબુંનું જ્યું વાળમાં લગાવાથી તમને વિટામીન અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહે છે. જેના કારણે તમારા વાળ સ્વસ્થ રહેતા હોય છે. સાથેજ લીંબપમાં એસીટીક ગુણ રહેલા હોય છે. જે તામારા વાળને તૈલી થતા અટકાવતા હોય છે.

લીબુંનુ જ્યુંસને જો તમારે વાળમાં લગાવું હોય તો તમે એક ચમચી જ્યુસ એક કપ પાણીમાં નાખો ત્યારબાદ તેમા તમારે મધ નાખવાનું રહેશે અને તે મીશ્રણને થોડી વાર સુધી માથામાં લગાવો. માથામાં તે મિશ્રણ લગાવ્યા બાદ તેને તમે થોડી વાર રાખીને  ધોઈ કાઢો. મહત્વનું છે કે ત્રણ અઠવાડિયા સુધી આજ રીતે જો તમે વાળને ધોવાનું રાખશો તો તકમારા વાળ સ્મૂથ અને સીલ્કી થઈ જશે .

(3) બ્લેક ટી પણ મદદરૂપ

બ્લેક ટીમાં એસ્ટ્રિજેંટ હોય છે જેને તમે ટૈનિક એસિડ પણ કહેવામાં આવે છે. અને તેના કારણે આપણા વાળને મૂળ સુધી પ્રોટીન મળી રહે છે. જેના કારણે જો તમારા વાળ તૈલી રહેતા હશે તો તે સમસ્યાથી તમને સરળતાથી છુટકારો મળી જશે

બ્લેકટીનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી એક કપમાં બ્લેક ટી નાખવી પડશે. બાદમાં 10 મીનીટ સુધી તેને ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાહ જુઓ. જ્યારે તે મિશ્રણ ઠંડુ પડી જાય. ત્યારે તેને પાંટ મીનીટ સુધી વાળમાં લગાવજો. અને ત્યારબાદ શેમ્પૂ કરજો. મહત્વનું છે કે અઠવાડિયામાં બે વખત આ કરવાથી તમારા વાળ સ્મૂથ અને સીલ્કી થઈ જશે

(4) એલોવેરા જેલ વાપરવાનું રાખો

એલોવેરામાં વિટામીન મિનરલ અને અંજાઈમ હોય છે. જેના કારણે તમને ઓઈલી વાળથી રાહત મળી રહેતી હોય છે. અને સાથેજ તેલ વધું માત્રામાં માથામાં ન ફેલાય તેનું પણ ધ્યાન રાખે છે. જેના કારણે વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. જેના કારણે હંમેશા આપણા વાળ સ્વસ્થ રહેતા હોય છે.

એલવેરા જેલનો ઉપયોગ કરવા માટે એક કપ શેમ્પૂમાં એક ચમચી એલોવેરા દેલ અને એક ચમચી લીંબુ નાખજો. ત્યારબાદ તે મિશ્રણને તમે યોગ્ય રીતે વાળમાં લગાવો. અને બાદમાં ફરીથી શેમ્પૂથી ચંપી કરીને વાળને ધોઈ કાઢો. આવું કરવાથી તમારા વાળ થોડાક સમયમાં સ્મૂથ અને સીલ્કી બની જશે. અને તમને ઓઈલી હેરથી પણ રાહત મળી રહેશે.

Image source

(5) બેકીંગ સોડા પણ ફાયદાકારક

બેકિંગ સોડામાં તેલનો શોષી લેવાના ગુણ રહેલા હોય છે. જેના કારણે તેનો ઉપયોગ કરવાથી તમને ઓઈલી હેરથી રાહત મળી શકે છે. સાથેજ તેનો ઉપયોગ કરવાથી જો તમને તમારા વાળમાં દુર્ગધની સમસ્યા હશે. તો તે સમસ્યાથી પણ છૂટકારો મળી જશે.

બેકિંગ સોડાનો ઉપયોગ કરવા માટે તમારા એક ચમચી બેકીંગ સોડાને એક કપ પાણીમાં નાખીને તેનું મિશ્રણ કરો. બાદમાં તે પેસ્ટને તમે વાળ ભીના કરીને તેના પર લગવો. અને થોડાક સમય બાદ ગરમ પાણી વડે વાળને ધોઈ કાઢો. મહત્વનું છે કે અઠવાડિયામાં બે વખત બેકીંગ સોડા લગાવાથી તમારા વાળ પહેલા જેવાજ સ્મૂથ અ સીલ્કી થઈ જશે.

(6) મુલ્તાની માટી લગાવાનુ રાખો

મુલ્તાની માટીપણ આપણા વાળ માટે ખુબજ ફાયદાકારક છે. કારણકે તેના ખનીજ ગુણ રહેલા હોય છે. અને તેના કારણે આપમા વાળ ઓઈલી નથી થતા.સાથેજ મષ્તિષ્કમાં રક્ત પરિસંચરણ પણ યોગ્ય રીતે ચાલતું રહે છે. જે માથા માટે ઘણુંજ સારુ છે.

મુલ્તાની માટીનો ઉપયોગ કરવા માટે સોથી પહેલા પાણીમાં અમુક મુલ્તાની માટી લગાવીને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ તે પેસ્ટને વાળના મૂલ સુધી લગાવો અને બાદમાં 15 થી 20 મીનીટ સુધી તેને વાળામાં રાખીને તમારા વાળ ધોઈ નાખો. અને સપ્તાહમાં બે વખત આવું કરવાથી તમારા વાળ ઓઈલી રહેવાના બંધ થઈ જશે

(7) વોડકા લગાવું પણ ઘણુંજ ફાયદાકારક

સામાન્ય રીતે વોડકાને લોકો પીને મજા માણતા હોય છે. પરંતુ આપને જમાવી દઈએ કે વોડકાને જો તમે તમારા વાળમાં લગાવાનું રાખશો. તો તમારા પણ વાળ ખુબજ મજબૂત થઈ જશે તેના પાછળનું કારણ છે. કે વોડકાને કારણે આપણા કપાળમાં જેટલા પણ છિદ્રો પડી ગયા હોય છે. તે બંધ થઈ જતા હોય છે.

વોડકાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમે એક કપ વોડકાને બે કપ પાણીમાં નાખી દો. ત્યારબાદ તામારા વાળને શેમ્પૂથી ધોઈને તેમા વોડકા લગાવો. અને દસ મિનીટ સુધી તામારા વાળને વોડકામાં સુકાવાદો. ત્યારબાદ ફરીથી માથું ધોઈ કાઢો. આવું કરવાથી તામારા વાળ પહેલા કરતા વધારે મજબૂત બનશે અને ઓઈલી વાળથી પણ તમને છૂંટકારો મળી રહેશે

(8) કેળા લગાવાથી પણ લાભ મળશે

જો તમે શેમ્પૂ કર્યા પછી કંડીશનરનો ઉપયોગ કરો છો. તો તેના કારણે તમારા વાળ વધારે ઓઈલી થઈ જતા હોય છે. જેથી તમે કેળા અને મધમાંથી બનાવેલા કંડીશનરનો ઉપયોગ કરી શકો છો જેમા કારણે તમારા વાળને પુરતું પોષણ મલી રહેશે. સાથેજ તમારા વાળ ઓઈલી પણ નહી થાય.

કેળાના ઉપયોગથી વાળને સ્વસ્થ રાખવા માટે કેળાને પહેલા મિક્ચરમાં ક્રશ કરી નાખો. ત્યારબાગ તમ તેના એક ચમચી મધ નાખો. અને જે પેસ્ટ બની છે.તેને તમે વાળના મૂળ સુધી લગાવાનું રાખો. 20 મીનીટ લગાવીને તેને ગરમ પાણીથી ધોઈ કાઢો. મહત્વનું છે કે અઠવાડિયામાં બે વખત આ રીતે વાળની માવજત કરવાથી ઓઈલી હેરથી તમને છૂટકારો મળી રહેશે

Image Source

(9) ટામેટાનો ઉપયોગ પણ ફાયદાકારક

ટામેટામાં પ્રાકૃતિક તેમજ એસીટીક ગુણ રહેલા હોય છે. જેના કારણે તમારા વાળને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહેતું હોય છે. સાથે જો તમારા વાળમાં દુર્ગંધની સમસ્યા છે. તો તે સમસ્યાથી પણ તમને રાહત મળી રહેશે.

ટામેટાનો ઉપયોગ કરીને વાળને સ્વસ્થ રાખવા છે તો તમે એક ટામેટાના જ્યુસને એક ચમચી મુલ્તાની માટીમાં નાખો. ત્યારબાદ કેને તમે વાળના મૂળ સુધી લગાવાનું રાખો અને બાદમાં માથાને શાવર કેપ વડે ઢાકી દો. બાદમાં જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે તમે ઠંડા પાણી વડે તેને ધોઈ કાઢો. મહત્વનું છે કે અઠવાડિયામાં બે વખત આવું કરવાથી તમને ઓઈલી વાળોથી છુટકારો મળી રહેશે.

(10) ફુદીનો લગાવાથી પણ લાભ મળી રહેશે

ફુદીનાના પાંદડા લગાવા પણ તમારા ઓઈલી વાળો માટે ઘણાજ સારા છે. કારણકે ફુદિનાના પાંદડાઓ દ્વારા તમાર વાળના મૂળ મજબૂત થાય છે. સાથેજ તેના કારણે તામારા વાળમાં ફેલાતું તેલ પણ અટકી જાય છે.

ફુદીનાનો ઉપયોગ કરીને વાળને સ્વસ્થ રાખવા માટે સૌથી પહેલા તમે ફુદિનાના અમુક પાંદડા લો અને તેને બે ગ્લાસ પાણીમાં નાખીને તે પાણીને ઉકાળવાનું રાખો. બાદમાં તે મિશ્રણને તમે શેમ્પૂમાં નાખીને વાળને યોગ્ય રીતે યોગ્ય રીતે ધોવાનું રાખું …મહત્વનું છે કે અઠવાડિયામાં બે વખત આવું કરાવાથી તમે ઓઈલી હેરની સમસ્યાથી રાહત મળી જશે.

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Authhor : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *