૧૦ સ્વાદિષ્ટ મિઠાઈઓ બનાવવા ની રીત

બધા જમ્યા પછી ગળ્યું ખાવા નું પસંદ કરે છે

મીઠાઈ બનાવવા માટે ખાંડ, દૂધ અને ખોયા એમ ત્રણ વસ્તુઓ જોઈએ.

ગુલાબ જાંબુ તેહવારો ના સમય માં પીરસાતી ખુબજ પ્રખ્યાત મીઠાઈ છે

ગળ્યું ખાવાનું કોને પંસંદ નથી હોતું? ઠંડી ની મોસમ માં તો બધા જમ્યા પછી ગળ્યું ખાવા નું પસંદ કરે છે. અને મીઠાઈ બનાવવા માટે ખાંડ,દૂધ અને ખોયા એવી  ત્રણ વસ્તુઓ છે,જેના ઉપયોગ થી કોઈ પણ મીઠાઈ તૈયાર કરી શકાય છે. ખાસ કરીને ભારતીય લોકોને ગુલાબ જાંબુ અને પાયસમ થી લયને કુલ્ફી એ પણ પોતાના દિવાના બનાવ્યા છે.

ફકત આજ નહિ આને તો ભગવાન ને પ્રસાદ રૂપે પણ ચડાવાય છે. ગુરુદ્વારમાં ઉભા પ્રસાદ,મંદિરોમાં ગુંદી ના લાડુ સાથે ધણી મિઠાઈઓ ચડાવાય છે. જો તમે આ સાદી મિઠાઈઓ ના સ્વાદ થી કંટાળી ગયા છો તો તમારા માટે ૧૦ એવા પ્રકાર ના વિકલ્પો લાવ્યા છીએ, જેને તમે બનાવી ને ઘરે આવેલા મહેમાનો ને ખુશ કરી શકો છો. સાથે પાર્ટી માં મીઠી ડિશ તરીકે પીરસી શકો છો.

૧. જુલાબ જાંબુ

બનાવનાર:  આદિત્ય બલ

ખોયા અને લોટ ને એક સાથે ભેગા કરીને તૈયાર કરેલા ગુલાબ જાંબુ ને ડીપ  ફ્રાય કરી શકાય છે, જેને પછી ચાસણી માં બોળીને પીરસી શકાય છે. તેહવારો માં પીરસાતી આ મીઠાઈ ખુબજ પ્રખ્યાત છે.

૨. ગાજર નો હલવો

બનાવનાર: અખ્તર  રેહમન

જોયું છે કે ઠંડીની મોસમમાં ગાજરનો હલવો ખુબ પસંદ કરવામાં આવે છે. અને જો આ હલવાને પકિસ્તાની રીતે બનાવીએ, તો કેવું રેહશે. તમે તેને કદુ કસ ના ગાજર, ઘાટુ દૂધ, બદામ અને સોનાના વરખ થી ત્યાર કરી શકો છો.

૩. સંદેશ

બનાવનાર: નીરુ ગુપ્તા

મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી આ મીઠાઈ બંગાળ માં ખુબજ પ્રખ્યાત છે. આને પનીર, એલચી અને કેસર થી તૈયાર કરવામાં આવે છે.

૪ મોદક

બનાવનાર: શિલ્પા મોરે

નારિયેળ,ગોળ, કેસર અને જાયફળ ના મિશ્રણથી તૈયાર કરેલા મોદક  ગણેશ ચતુર્થી ના સમય પર બહુ પસંદ કરવામાં આવે છે. તો ચાલો આને ઘરે બનાવવાની કોશિશ કરીએ.

૫. કેરી નો શીખંડ

બનાવનાર: કરણ સુરી

હિંગ દહીં( મલમલ ના કપડા માં થોડા સમય માટે દહીં ને લટકડો) તૈયાર થવા વાળી ગુજરાત ની મશહૂર ડિશ તમને  ખુબજ પસંદ આવશે. થોડી એવી સામગ્રી અને ખુબ સારા સ્વાદ થી બનાવો આ કેરીનો શિખંડ, આમાં કેરી મીઠા દહીંમાં ખાટી કેરી નો સ્વાદ આપે છે.

૬. પાયસમ

બનાવનાર: કિશોર ડી રેડ્ડી

સાઉથ ઈન્ડિયા માં ખીરને પાયસમ ના નામે જાણવામાં આવે છે. આ મલાઈ ખીર ને ચોખા,દૂધ,કાજુ અને દ્રાક્ષ થી તૈયાર કરવામાં આવે છે.

૭. કાજુ ની બરફી

બનાવનાર: નીરુ ગુપ્તા

બાળપણ ની આ બધાની મન પસંદ કાજુ ની બરફી ઘર પર બનાવવી સાવ સરળ છે. આપણે આને કાજુ, દૂધ અને ચાંદી ના વરખ ના ઉપયોગ થી તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકો આને તેહવારો માં ગિફ્ટ રૂપે આપે છે.

૮. શાહી ટુકડા

બનાવનાર: મારૂત સિક્કા

ભારત માં આવવાનાર મહેમાનો આને દૂધ અને મધ નું મિશ્રણ કહે છે. મારૂત સિક્કા એ આ અવધી  ને કેસર નો સ્વાદ આપ્યો છે.

૯. ફીરણી

બનાવનાર: વિક્કી રતનાની

દૂધ થી તૈયાર થનારી એક વધુ ડિશ. આને લોકો રમજાન અને ઈદ ના સમય માં બનાવવાનું પસંદ કરે છે. જેને ઠંડી કરીને માટીના વાસણમાં પીરસવા માં આવે છે.

૧૦. કુલ્ફી

બનાવનાર: નીરુ ગુપ્તા

મલાઈવાળા દૂધ ને કેરી ના સ્વાદ ને આના બીબા માં જમવામાં આવે છે. તમે આને જમ્યા પછી અથવા પાર્ટી માં પીરસી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *