ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ માટેના બેસ્ટ 10 સુંદર સ્થળો, તો તમે તમારા લગ્ન માટે કયા જવાનું પસંદ કરશો?? 

Image Source : Getty Images (Representational Image)

લગ્ન એ પરંપરા, સંસ્કૃતિ અને વિધિઓનો એક અલગ સંગમ છે. કોઈપણ વ્યક્તિના જીવન માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે, તેથી તેને સ્પેશિયલ બનાવવાની દરેક બનતા પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ ક્યારેક આપણું નાનકડું ખોટું આયોજન લગ્ન જેવા મોટા પ્રસંગને બગાડી શકે છે. તેમાં યોગ્ય વેડિંગ ડેસ્ટીનેશનને પસંદ કરવું એ પણ ઘણું મુશ્કેલ કામ હોય છે. ચાલો લગ્નની આ સીઝનમાં તમને ભારતના 10 સૌથી શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટીનેશન વિશે જણાવીએ, જ્યાં લગ્ન કરવા માટે લોકો લાખો કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચી નાખે છે.

Image Source : Getty Images (Representational Image)

ગુજરાત

સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને કારણે ગુજરાતને રાજકુમારોની ભૂમિ પણ કેહવામ આવે છે. જો તમે શાહી લગ્ન કરવા ઇચ્છો છો તો ગુજરાતથી સારું સ્થળ તમને મળી શકશે નહીં. અહી એવા ઘણા જાજરમાન કિલ્લાઓ અને ભવ્ય લગ્ન સ્થળો છે જે શાહી રીતે લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે. હવામાન પ્રમાણે અહી નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય લગ્ન માટે સૌથી શ્રેષ્ઠ છે.

Image Source : Getty Images (Representational Image)

કેરળ

કેરળ તેના સુંદર દ્રશ્યો અને દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. પરંતુ ડેસ્ટીનેશન વેડિંગ માટે કેરળ પેહલા જેટલું લોકપ્રિય રહ્યું ન હતું પરંતુ જે લોકો ભીડથી દુર શાંત સ્થળને પસંદ કરે છે તેઓ પણ આ તરફ વળ્યા છે. કેરળના બીચ વેડિંગ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. કોવલમમાં સ્થિત ઘ લીલા એ ભારતના સૌથી શ્રેષ્ઠ લગ્ન રીસોર્ટ્સમાંથી એક છે. સપ્ટેમ્બરથી માર્ચ સુધીના મહિનામાં અહી લગ્ન કરવા સૌથી શ્રેષ્ઠ છે કેમકે ચોમાસામાં કેરળમાં રેહવાની એક અલગ જ મજા છે.

Image Source : Getty Images (Representational Image)

અંદામાન નિકોબાર

જો તમે ભીડથી દૂર આરામથી બીચ વેડિંગ કરવા ઇચ્છો છો તો અંદામાન નિકોબાર તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. સ્વચ્છ બીચ અને સુંદર નજારાને કારણે અંદામાન નિકોબાર ડેસ્ટીનેશન વેડિંગ માટે લોકપ્રિય બની રહ્યું છે. અંદામાનના સુંદર વૈભવી રીસોર્ટ્સ અને અહીનું આતિથ્ય તમારા હદયને સ્પર્શી જશે. સપ્ટેમ્બર થી મે મહિનો અહી લગ્ન માટે સારા માનવામાં આવે છે.

Image Source : Getty Images (Representational Image)

ઉદયપુર

રોયલ ડેસ્ટીનેશન લગ્નમાં ઉદયપુર પણ ઘણું પ્રખ્યાત છે. સમૃદ્ધ વારસો, સંસ્કૃતિ અને વાસ્તુકળાની ભવ્યતા અહી લોકોને આકર્ષિત કરે છે. નદીઓથી ઘેરાયેલ ઉદયપુર ભારતના સૌથી રોમેન્ટિક શહેરોમાંથી એક છે અને અહી લગ્ન કરવા હંમેશા યાદગાર રહેશે. એપ્રિલ થી ઓગસ્ટ મહિનામા અહીની મુલાકાત લેવી શ્રેષ્ઠ છે.

Image Source : Getty Images (Representational Image)

જયપુર

જો તમે મહેલોમાં શાહી લગ્ન કરવા ઈચ્છો છો તો જયપુરમાં ડેસ્ટીનેશન વેડિંગ પ્લાન કરી શકો છો. અહી લગ્નનની ઉજવણી મહેલોમાં કરવી એ અદભુત અનુભવ રેહશે. અહીનો જય મહેલ પેલેસ લોકોના મનપસંદ રિસોર્ટમાંથી એક છે. આ પેલેસમાં લગ્ન કરવા ખરેખર સપનું સાકાર થવા જેવું છે. શિયાળાની ઋતુ અહીં લગ્ન માટે શ્રેષ્ઠ છે.

Image Source : Getty Images (Representational Image)

ઋષિકેશ

પવિત્ર નગરી ઋષિકેશમાં લગ્નના બંધનમાં બંધાવું એક અલગ પ્રકારનો અનુભવ હોય છે. ડેસ્ટીનેશન વેડિંગ માટે દૂર દૂરથી કપલ્સ અહી લગ્ન કરવા માટે આવે છે. લોકોને અહીંનું શાંત વાતાવરણ, સુંદર મંદિરો અને પ્રકૃતિ ખૂબ પસંદ આવે છે. અહી ગંગા નદીના કિનારે લગ્ન સમારોહ માટે સારું સ્થળ છે. રાજાજી નેશનલ પાર્ક ઋષિકેશના સૌથી લોકપ્રિય લગ્ન સ્થળોમાંથી એક છે. ઓક્ટોબરથી માર્ચ સુધીના મહિના અહી લગ્ન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Image Source : Getty Images (Representational Image)

ગોવા

પાર્ટી લવર્સ માટે ગોવાથી સારું સ્થળ બીજું કોઈ નથી. મોટાભાગના કપલ્સ લગ્ન પછી હનીમૂન માટે અહી આવે છે. બીચ વેડિંગ માટે ગોવા ખૂબ પ્રખ્યાત છે. ગોવા લક્ઝરી વેડિંગ ડેસ્ટીનેશનમાંથી એક છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી અહી સારા છે. આ સમયે અહી ઘણા પ્રકારની એક્ટીવીટીનું આયોજન થતું હોય છે જેનાથી તમારા લગ્નનો આનંદ બમણો થઈ જશે.

Image Source : Getty Images (Representational Image)

મસુરી

જો તમે પહાડો પર લગ્ન કરવાના સપના જોઈ રહ્યા છો તો મસુરી તમારા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. JW મેરિયોટ વોલનટ ગ્રોવ રિસોર્ટ અને સ્પામાં તમને તે બધી સુવિધાઓ મળશે જે તમારા સપનાના લગ્નને પૂર્ણ કરશે. અહી 300 થી પણ વધારે મહેમાનો માટે જગ્યા છે.

Image Source : Getty Images (Representational Image)

શિમલા

હરિયાળી અને પહાડોની વચ્ચે નવા જીવનની શરૂઆત કરવી દરેક લોકોનું સપનું હોય છે. જો તમારે પણ એવી ઇચ્છા હોય તો તમારા ડેસ્ટિનેશન વેડિંગ શિમલામાં જ કરવાનુ પ્લાનિંગ બનાવો. અહીં ઘણા એવા રિસોર્ટ છે તે લગ્નની તમામ વ્યવસ્થા તેમની બાજુથી કરે છે જેથી તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન ન રહે અને તમે આરામથી લગ્નનો આનંદ લઇ શકો. શિમલામાં લગ્ન કરવા માટે ઉનાળાની ઋતુ શ્રેષ્ઠ છે.

Image Source : Getty Images (Representational Image)

મથુરા

મથુરા પ્રાચીન અને પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાંથી એક છે. અહી ઘણા સુંદર રિસોર્ટ છે જે ડેસ્ટીનેશન વેડિંગ માટે સારા છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં લગ્નના બંધનમાં બંધાવું અને તેના આશીર્વાદ લેવા તમારા માટે અદભુત રહશે. અહીંની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાદિષ્ટ ભોજન એવું છે કે તમને અહીંના સ્થળોથી પ્રેમ થઈ જશે. અહી ઘણા એવા સુંદર મંદિર પણ છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીના મહિનામાં અહી લગ્નનું આયોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment