આહાર માં ટામેટા નો સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય ને લગતા ઘણા લાભ થાય છે, જાણો ટામેટા માં પાંચ આરોગ્યપ્રદ લાભો

અપચો થી લઇ ને પિત્તાશય સુધી ની દરેક સમસ્યાઓ ને દૂર કરવામાં ટામેટા મહત્વ ની ભૂમિકા ભજવે છે. સાથે જ, હાડકા અને હદય ની મજબૂતી માટે પણ આ શાકભાજી નું સેવન કરવું જોઈએ.


Image by Devanath from Pixabay

આ કોરોના સમય માં દરેક લોકો પોતાને તંદુરસ્ત રાખવાની પૂરી કોશિશ કરે છે. પોતાના જાતની કાળજી એ આજ ના સમય માં ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ઘરેલુ સામગ્રી ને વધુ મહત્વ આપવા લાગ્યા છે. ઉકાળા થી લઇ ને ઘરેલુ ઔષધિઓ સુધીના ઉપયોગ મા લોકો આજે પાછળ નથી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પણ લોકો ને સ્વસ્થ ભોજન જેમાં ફળ શાકભાજી ઓ વધુ હોય, તેનો સમાવેશ કરવાની સલાહ આપે છે.

ટામેટા ખાવાથી પણ લોકો ને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણા પોષ્ટિક ગુણો નો ભંડાર આ શાકભાજી ના સેવન થી ઘણા બધા રોગો દૂર થઈ જાય છે. ફક્ત આજ નહિ, પરંતુ ચામડી માટે પણ ટામેટા નો ઉપયોગ કોઈ રામબાણ થી ઓછો નથી. આવો જાણીએ ટામેટા ના ફાયદા.


Image by Gerald Oswald from Pixabay

બ્લપ્રેશરને નિયંત્રિત કરે છે

ટામેટા માં લાઈકોપીન હાજર હોય છે જે હાઈ બ્લડપ્રેશર ને નિયંત્રણ મા રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં પોટેશિયમ ની માત્રા પણ ભરપૂર હોય છે, તે પણ હાઈ બ્લડપ્રેશર ના સ્તર ને નિયંત્રણ મા રાખે છે. આ ખનીજ શરીર મા સોડિયમ ના પ્રભાવ ને અને લોહી ધમનીઓ ની દીવાલ થી તણાવ ને ઓછો કરવામાં માહિર છે.


Image by StockSnap from Pixabay

ગર્ભાવસ્થા દરમિયાન ખાઓ

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ ના જરૂરી ભોજન માં વિટામિન સી પણ છે. આ વિટામિન ટામેટા માં ઘણી માત્રામાં મળી આવે છે, સાથે જ આમાં હાજર લાઈકોપીન કોષો ને નુકશાન થતાં બચાવે છે. આને પોતાના ભોજન માં સમાવેશ કરવાથી માતા અને બાળક બંને સુરક્ષિત રહે છે.


Image by StockSnap from Pixabay

આંખો ની રોશની

ટામેટા ખાવાના ફાયદા માં આંખો ની રોશની મજબૂત થવું એ પણ એક છે. ટામેટા ખાવાથી શરીરમાં વિટામિન એ ની ઉણપ રહેતી નથી. જો શરીર મા આ વિટામિન ની ઉણપ હોય તો અંધત્વ પણ આવી શકે છે. નબળી રોશની વાળાને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ટામેટા ખાવાની સલાહ આપે છે. આ ઉપરાંત, આમાં જોવા મળતાં વિટામિન સી અને કોપર પણ આંખો માટે જરૂરી છે.


Image by silviarita from Pixabay

મજબૂત રોગ પ્રતિકારક શક્તિ

ટામેટા ને એન્ટી ઓક્સિડન્ટ નો બહેતર સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવન થી શરીર માં શ્વેત રક્તકણ વધે છે જે બદલામાં રોગપ્રતિારકશક્તિ વધારવામાં મદદ કરે છે.


Image by Jess Foami from Pixabay

ચળકતી ચામડી

ટામેટા ખાવાથી અને ચહેરા પર લગાવવાથી ચામડી સારી થતી જાય છે અને ચહેરા પર નવી ચમક આવે છે. તૈલીય અને નિસ્તેજ ત્વચા વાળા અને ખીલ ને ઓછા કરવામાં પણ ટામેટા મદદરૂપ થાય છે. આમ વાળો માટે પણ ટામેટા નો ઉપયોગ અસરકારક સાબિત થાય છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *