આજે એક એવી વ્યક્તિની વાત કરીશું જેને સિગરેટના બાકી રહેલા ઠૂંઠા માંથી કંઈક અનોખું બનાવવાનો પ્રયાસ કર્યો 

Image Source

શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે સિગારેટના ઠૂંઠા માંથી પણ કંઈક ઉપયોગી વસ્તુ બની શકે છે.

એક વર્ષમાં લગભગ 4.5 ટ્રિલિયન સિગારેટના ઠૂંઠા ફેંકી દેવામાં આવે છે. તે આપણી પૃથ્વી પર સૌથી વધુ પથરાયેલા જોવા મળે છે. સિગરેટ ને લઈને સળગાવો છો ત્યારબાદ પીવો છો અને છેલ્લે તેના ઠુઠા ગમે ત્યાં ફેંકી દો છો.

શું તમે ક્યારેય આવું વિચાર્યું છે કે આ ફેંકેલા સિગરેટ ના  ઠુઠા નું શું થતું હશે?

શું તમે જાણો છો કે એક સિગારેટ ના ઠુઠા.

Image Source

ડી કમ્પોસ્ટ (સડતા)થતા 10 વર્ષ લાગી જાય છે. હા,તે સાચી વાત છે પરંતુ કોઈએ જ તેના વિશે વિચાર્યું નથી.

પરંતુ, નમન ગુપ્તા નામના વ્યક્તિએ તેના વિશે વિચાર્યું. નમન ગુપ્તા એ માત્ર તેના વિશે વિચાર્યું જ નહીં પરંતુ તેની જવાબદારી પણ લેવાનું નક્કી કર્યું.

નમન ગુપ્તા જણાવે છે કે તેમના કોલેજમાં અથવા તો તેની આસપાસના વિસ્તારમાં તેમને ઘણા બધા સિગારેટના ઠૂંઠા જોયા અને તેને વિચાર્યું કે આ ટાઈપનું વેસ્ટ ખૂબ વધુ ફેલાયા કરે છે તેથી તેને વિચાર્યું કે આ જ એક તક છે જેમાં અમે કંઈક કરી શકીશું.

ત્યારબાદ આ બધા વેસ્ટનો ફરીથી યુઝ કરી શકાય અને તેમાંથી કંઈક બનાવી શકાય તે માટે તેમને કંઈક કરવાનું વિચાર્યું. પરંતુ તે એટલું પણ આસાન ન હતું. કારણ કે સૌ પ્રથમ તો આ સિગારેટના ઠૂંઠા ને ભેગા કરવા તેજ એક બહુ મોટું કાર્ય હતું.

આમ કરવા માટે તેમને સૌપ્રથમ ઉપયોગ કર્યો વેલ્યુ બીન્સ નો. જે સિગરેટ વહેંચતા હોય તેમને આપવામાં આવ્યું ત્યારબાદ જે લોકો પણ સિગરેટ પીતા હતા તે સિગરેટ પીને ઠુઠા આ વેલ્યુ બીન્સ માં નાખવા લાગ્યા.

Image Source

આટલા પ્રયત્નો બાદ તેમને ભારતનું સૌપ્રથમ સિગરેટ વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ ફર્મ ઊભું કરી દીધું.

આ ફર્મ ઉભુ થઈ ગયા બાદ આ સિગરેટ ના ઠુંઠા  ને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. એક કાગળનો ભાગ અલગ કર્યો અને બીજો ફાઇબર નો ભાગ અલગ કર્યો.

Image Source

સૌ પ્રથમ કાગળને ગ્રાઈન્ડ કરીને તેમા ઓર્ગેનિક બાઈન્ડર મિક્સ કરવામાં આવ્યું. ત્યારબાદ તેમાંથી મચ્છર ને મારવા ની ટીકડી બનાવવામાં આવી. આમ તેને સળગાવાથી અને તેના ધુમાડાથી મચ્છર ભાગી જાય છે.

સિગારેટના ઠૂંઠા ના  કાગળ માંથી તો મચ્છર મારવાની ટીકડી બની ગઈ પરંતુ ફાઇબરમાં ઝેર હજુ પણ બાકી હતું. તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ન હતું. ઘણી શોધખોળ કર્યા બાદ આખરે તેમણે એક રસાયણ શોધી કાઢ્યું. જે ફાઈબરની ઝેરી દવા સાથે તટસ્થ થઈ શકે. જેનાથી ફાઇબરના ઝેરી તત્વો દૂર થઈ શકે. ત્યારબાદ તેનું એક પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવ્યું.

Image Source

ત્યારબાદ તેનો રૂ તરીકે દરેક વસ્તુમાં ભરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. અને તેમાંથી ખુબ સુંદર વસ્તુઓ બનાવવામાં આવી જેમકે ઓશીકા કુસન, કિચન, વગેરે…

તે જણાવે છે કે અમારા દિમાગમાં હજુ પણ ઘણા આઈડિયા છે. જેમ કે હવા શુદ્ધિકરણ માટેની વસ્તુઓ તથા ચશ્માની ફ્રેમ જેવી બીજી બે-ત્રણ પ્રોડક્ટ પણ બહાર પાડવા માંગીએ છીએ જેનાથી આ સિગરેટ વેસ્ટ છે તેને વધુ સારી રીતે રિસાયકલ કરીને તેમાંથી બીજા ઘણા બધા ઉપયોગ કરી શકાય.

અત્યાર સુધી નમન ગુપ્તા એ 250 મિલિયન સિગારેટના ઠૂંઠા ને ભેગા કરીને રિસાયકલ કર્યા છે.

આ ખૂબ જ સારી વાત છે બરાબરને? કારણ કે આપણે આપણા પ્રૉબ્લેમ્સને બતાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને તેના સોલ્યુશન નો કોઈ વિચાર જ આવતો નથી. આપણે હંમેશા એવું જ વિચારીએ છે કે આપણા આ નાના આ નિર્ણયથી કઈ જ નહીં થાય પરંતુ નમન ગુપ્તાએ આ વાત સાબિત કરીને બતાવી અને દુનિયાને બદલવાનો વિચાર કર્યો તથા દુનિયામાંથી ઝેરી કચરા ને રિસાયકલ કરીને કંઈક બનાવવાનો વિચાર કર્યો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂરકરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment