ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રીઓ દિશા વાકાણીથી લઈને રૂપાલી ગાંગુલી ના લગ્નની મનમોહક તસવીરો

તમારી મનપસંદ ટીવી અભિનેત્રીઓના લગ્નના  ફોટા જુઓ અને લગ્નથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જાણો.

લગ્ન એ દરેકના જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે.  પછી ભલે તે સામાન્ય લોકોની વાત હોય કે સેલિબ્રિટીની. આ દિવસને વિશેષ બનાવવા માટે લોકો પહેલેથી જ અનેક તૈયારીઓમાં સામેલ થાય છે. કદાચ આ જ કારણ છે કે દરેક લગ્ન પોતાનામાં અનોખા હોય છે.

આવા કેટલાક અનોખા લગ્ન ટીવી ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓ દ્વારા પણ કરવામાં આવ્યાં છે. કોઈના લગ્નના રિવાજો અલગ હતા અને કોઈના લગ્નની રીત અનોખી હતી.  આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓના લગ્નની તસવીરો બતાવીશું અને તેમના લગ્ન સાથે જોડાયેલી રસપ્રદ વાતો પણ જણાવીશું.

Image Source

રૂપાલી ગાંગુલી

ટીવી સીરિયલ ‘અનુપમા’ ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યાં છે. બંને વચ્ચે અમુક વર્ષ સુધી મિત્રતાનો સંબંધ હતો અને બાદમાં બંનેને સમજાયું કે તેઓ એક બીજા વગર જીવી શકશે નહીં.  કહવામાં આવે છે કે અશ્વિન કે વર્માએ રૂપાલી સાથે લગ્ન કરવા માટે તેની વિદેશ ની નોકરી છોડી દીધી હતી. બંનેના લગ્ન 6 ફેબ્રુઆરી 2013 ના રોજ કોઈ પણ યોજના વગર પરિવારના સભ્યો વચ્ચે થયાં હતાં.

Image Source

દિશા વાકાણી

પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની મુખ્ય અભિનેત્રી દિશા વાકાણી, ટીવી ઇન્ડસ્ટ્રી નો ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. દિશા ટીવી દ્વારા “દયાબેન” તરીકે ઘરે ઘરે સ્થિર થઈ છે.  પરંતુ દિશા વાકાણીના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે દિશા ખૂબ જ હસમુખી વ્યક્તિ છે. જોકે દિશા  2017 માં બાળકને જન્મ આપ્યા બાદથી ટીવી પર પુનરાગમન કરી શકી નથી, પરંતુ તેની લોકપ્રિયતાને સહેજ પણ ઓછી થઈ નથી.  આ જ કારણ છે કે થોડા દિવસો પહેલા જ્યારે દિશાના લગ્નની તસવીરો અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ત્યારે તે ફરી ચર્ચામાં આવી હતી.  આપને જણાવી દઈએ કે દિશાએ 24 નવેમ્બર 2015 ના રોજ મુંબઇમાં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.  દિશા અને મયૂરે લવ મેરેજ કર્યા હતા.  દિશા અને મયુર કામના સંબંધમાં મળતા હતા અને તે દરમિયાન તે બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા હતા.

Image Source

અનિતા હસનંદાની

ટીવી ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી અનિતા હસનંદાની થોડાસમય પહેલા જ એક પુત્રની માતા બની છે.અનિતાએ 14 ઓક્ટોબર 2013 ના રોજ ઉદ્યોગપતિ રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા.  એવું કહવામાં આવે છે કે લગ્ન પહેલા રોહિત અને અનિતા એક પબ ની બહાર મળ્યા હતા.  જ્યારે બંને પ્રથમ વખત મળ્યા હતા, ત્યારે રોહિતને ખબર નહોતી કે અનિતા એક અભિનેત્રી છે. બંને પહેલા મિત્ર બન્યા અને પછી બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં.  અનિતા પંજાબી અને રોહિત દક્ષિણ ભારતીય છે, તેથી બંનેએ પંજાબી અને દક્ષિણ ભારતીય રિવાજો અનુસાર ગોવામાં લગ્ન કર્યા.  બંનેના લગ્નની આશરે ઉજવણી 4 દિવસ સુધી ચાલી હતી.

Image Source

દિવ્યાંકા ત્રિપાઠી

ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્ન પણ ખૂબ જ ખાસ હતાં. બંને પહેલા એક જ શોમાં કામ કરતા હતા.  કહવામાં આવે છે કે આ શોના શૂટિંગ દરમિયાન બંને બેસ્ટ ફ્રેન્ડ બન્યા હતા.  પરંતુ ટૂંક સમયમાં જ બંનેને ખ્યાલ આવી ગયો કે તેઓ એક બીજાના પ્રેમમાં પડી ગયા છે. બંનેએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ.  દિવ્યાંકા અને તેના માતાપિતા પ્રથમ વખત વિવેકના પરિવારને મળવા ગયા ત્યારે તેઓએ સગાઈની વ્યવસ્થા કરી લીધી હતી.  આ રીતે, તે બંનેના પરિવારના સભ્યો વચ્ચે જ સગાઈ થઈ ગઈ.  બાદમાં બંનેએ ભોપાલમાં લગ્ન કર્યા અને લગ્નનું રિસેપ્શન ચંદીગઢ માં રાખવામાં આવ્યું હતું.

Image Source

દીપિકા સિંઘ

ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ફેમ અભિનેત્રી દીપિકા સિંહના લગ્ન પણ ખૂબ જ અનોખા હતા.  ટીવી શોના શૂટિંગ દરમિયાન જ દીપિકા શોના ડિરેક્ટર રોહિત રાજ ગોયલને મળી હતી. શો દરમિયાન જ દીપિકા અને રોહિત એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તમને જણાવી દઈએ કે દીપિકા દિલ્હીની છે અને રોહિત મુંબઇનો છે.  રોહિતના ઘરની રાજસ્થાની સંસ્કૃતિ અને સરળ જીવનશૈલીએ દીપિકાને એટલી પ્રભાવિત કરી કે તે રોહિત સાથે લગ્ન કરતાં પોતાને રોકી શક્યો નહીં. તથા દીપિકા એક ક્લાસિકલ ડાન્સર છે અને આ વસ્તુથી રોહિત તેના માટે પાગલ થઈ ગયો. મે 2014 ના રોજ, બંનેએ મુંબઈમાં ધૂમ ધામ થી લગ્ન કર્યા.

Image Source

રુબીના દિલીક

બિગ બોસ સીઝન 14 ની વિજેતા રુબીના દિલીક અને તેના પતિ અભિનવ શુક્લા વચ્ચેના સંબંધો વિશે હવે બધા જ જાગૃત છે. એક બીજાથી છૂટા પડ્યા પછી બંને ફરી પ્રેમમાં પડ્યાં.  આટલું જ નહીં, અભિનવે રુબીનાને ફરીથી લગ્ન માટે પ્રસ્તાવ પણ આપ્યો.પરંતુ, જ્યારે પહેલીવાર પ્રપોઝ કરવાનો સમય આવ્યો ત્યારે રુબીનાએ અભિનવ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ વાત તેણે બિગ બોસના ઘરની અંદરના ઘરના લોકોને જ જણાવી હતી.  લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, રૂબીના અને અભિનવ 21 જૂન 2018 ના રોજ પહારી શૈલીમાં લગ્ન કરી લીધાં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment