આ ભાઈએ અપમાન કરનારનો આભાર માન્યો તો આજે રોજનાં ચાલીસ હજાર કપ કોફી વેચે છે

દરેક માણસ જીંદગીમાં ધન, દોલત, માન, સન્માન મેળવવા ઈચ્છે છે. અને તેના માટે અથાગ પ્રયત્નો કરે છે. પણ કોઈ આ બધું જ મેળવી લે અને થોડા જ સમયમાં ગુમાવી બેસે અને ફરી મેહનત0 કરીને એક વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરીલે તો સમાજ માટે એક ઉદાહરણ બની જાય છે. આવી જ કંઈક કહાની છે કર્ણાટકના યુ. એસ. મહેન્દરની. તેમને પોતાના જીવનમાં કંઈક એવું કરી બતાવ્યું કે…… આગળ વાંચો તો ખબર પડે.

કર્ણાટકના કોફી ઉત્પાદક પરિવારમાં શ્રી મહેન્દરનો જન્મ થયો. કોલેજના બીજા વર્ષનો વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ છોડીને પોતાના પરિવાર સાથે કોફીના વ્યવસાયમાં જોડાયા. ૨૫ વર્ષની વયે કોફીનો વ્યાપાર કરી ધનવાન બની ગયા. પણ કિસ્મત ક્યારે કયું પાનું ખોલે કોને ખબર? આવું જ કંઈક મહેન્દર સાથે પણ થયું.

કોફીનો પાક તૈયાર થતાં પહેલાં જ તેના ભાવ નક્કી થઈ જતાં હોય છે. પણ મહેન્દરનું અનુમાન ખોટું પડતાં તેમનો ધંધો ભાંગી ગયો અને ભારે ખોટ ગઈ. દુઃખ તો થયું પણ તેમને હિંમત હાર્યા વગર નવી શરુઆત કરવાનું વિચાર્યું.

યુ.એસ. મહેન્દ્ર (ડાબે) જેણે બેંગ્લોરમાં તેમના એક આઉટલેટ્સ પર ભાગીદાર મહાલિંગ ગૌડા(જમણે) સાથે હાટી કપાહીની સ્થાપના કરી હતી (All Photo Source: Vijay babu)

વર્ષ ૨૦૦૧માં મિત્ર મહાલિંગ ગૌડા સાથે ભાગીદારી કરી બેંગલોર પહોંચ્યા. ત્યાં એક મિત્રની સલાહથી સ્વર્ણાફ્રૂટ્સ નામનું યુનિટ ખરીદવાનો વિચાર કર્યો. આ યુનિટ પર ૩ લાખનું લેણું હતું અને ૩ મહિનાનું ભાડું બાકી હતું. છતાં મહેન્દરે આ યુનિટ ખરીદ્યું. પિતાની નિવ્રુત્તિની રકમ અને પેન્શનના પૈસામાંથી લેણું ચુકવ્યું. હવે તેમની સામે પડકાર હતો ટાટા કોફી પાસેથી ઓર્ડર મેળવવાનો.

 

એક બે મહિના નહીં પરંતુ ૧૮ માસના સતત સંઘર્ષ પછી, કુમાર પાર્ક વેસ્ટમાં આવેલી ટાટાની ઓફિસે સેંકડો ધક્કા ખાઈને પણ કાંઇ મેડ ના પડ્યો. માતાની બચતના પૈસા અને ભાભીની આર્થિક સહાયતાથી ઘર ચાલતું. આર્થિક પરિસ્થિતિ ખૂબ વિકટ બની. પણ મહેન્દરે પ્રયાસો ચાલુ રાખ્યા. એક દિવસ તો ટાટાના માર્કેટિંગ મેનેજરે સીક્યુરીટી ગાર્ડ દ્વારા ધક્કા મારીને મહેન્દરને બહાર કાઢ્યા.

આવું ઘોર અપમાન ભલભલાનું મનોબળ નબળું પાડી દે પરંતુ મહેન્દર બીજા દિવસે સવારે ૭:૪૫ એ એજ કંપનીના ગેટની સામે ઊભા રહ્યા અને અંતે માર્કેટિંગ મેનેજરે તેમને થોડો સમય આપ્યો. ૨ વર્ષના સંઘર્ષનો આખરે અંત આવ્યો જ. મેનેજરે તેમને બાદામ મિલ્કનુ સેમ્પલ આપવા કહ્યું. કુલ ૩૦ લોકોએ સેમ્પલ ચાખ્યું.

બીજાં ૫ સેમ્પલની વચ્ચે મહેન્દરનું સેમ્પલ અવ્વલ રહ્યું અને તેમને ૩૫ કિલોનો ઓર્ડર ૩૫૦૦વેતન પર મળ્યો. આ પછી મહેન્દરને ચા કોફી ના નાના-મોટા ઓર્ડર મળતા થયા. જે ટાટા કોફીએ તેમનું અપમાન કર્યું હતું એ જ મહેન્દર પાસેથી ચા, કોફી, બારામુલ્લા અને માલ્ટનું પ્રિમિક્સ ખરીદે છે.

વર્ષ ૨૦૦૮માં પ્રથમ વખત મહેન્દરે ફિલ્ટર કોફી પાઉડર બનાવ્યો. અને એક મોટી હોટલને પાઉડર આપ્યો. પણ કોઈ કારણસર ગ્રાહકોની અસંતુષ્ટતાનુ બહાનું કરી હોટલના માલિકે કોફી પાઉડર ના ખરીદ્યો. અને આ એક અસફળતા એ મહેન્દર સાહેબના જીવનની સફળતાના દ્વાર ખોલી દીધા.

વર્ષ ૨૦૦૯માં મહેન્દરે “હટ્ટી કાપી” નામે પોતાનો કોફી આઉટલેટ સ્થાપ્યો. ૨ લાખનાં પ્રથમ રોકાણ સાથે ધંધો શરૂ કર્યો. ૨૭-૧૧-૨૦૦૯ સવારે ૪:૪૫ વાગ્યે કોફીનો પહેલો કપ ૫ રૂપિયામાં વેચ્યો. રોજના ૩૫૦ કપ વેચવાનો ટાર્ગેટ હતો. પ્રથમ દિવસે ૧૦૦ કપ કોફી વેંચાઈ. ત્રીજા દિવસથી રોજની ૩૫૦-૪૦૦ કપ કોફી વેંચાઈ ના લાગી. જોતજોતામાં “હટ્ટી કાપી”નો સ્વાદ મશહુર થવા લાગ્યો.

 

આજે બેંગ્લોર અને હૈદરાબાદ મળીને “હટ્ટી કાપી”ના ૪૬ આઉટલેટ છે અને દરરોજ ૪૦,૦૦૦ કપ કોફી વેંચાય છે. વર્ષે ૧૫ કરોડ રૂપિયાનો વ્યાપાર થાય છે. આજે “હટ્ટી કાપી”ના આઉટલેટ્સ પર ૯ થી ૩૦ રૂપિયા સુધીની કોફી મળે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતીય નાસ્તાઓ પણ મળે છે.

યુ.એસ.મહેન્દર પોતાની સફળતાનો શ્રેય તેમની માતાને અને તે હોટલના માલિકને આપે છે જેમણે તેમની કોફી નહોતી ખરીદી. નહિતર “હટ્ટી કાપી” આજે અસ્તિત્વમાં જ ના હોત.

ખરેખર કઠોર મહેનત અને દ્રઢ મનોબળ માણસને એક દિવસ સફળતા જરૂર અપાવે છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close