બીમારીઓ થી રહેવું છે દૂર, તો જીભ ની સાફ સફાઇ છે જરુરી જાણો તેના 5 લાભ વિશે

Image Source

ઓરલ હાયજીન માં ફક્ત દાંત જ સાફ કરવા એવું નથી હોતું. પણ તેની સાથે સાથે જીભ પણ સાફ કરવી તેટલી જ જરુરી છે. તમારી ઓરલ હાયજીન ને જાળવી રાખવા માંટે ફક્ત બ્રશ કરવું જ જરુરી નથી. દાંત સિવાય તમારા જીભ પર પણ જીવાણુ હોય છે. જે બીમારી નું કારણ બને છે. એટલે જ જીભ ને સાફ રાખવી એટલી જ જરુરી છે જેટલું દાંત ને સાફ રાખવા.

જો તમે તમારી જીભ ને સમય પર સાફ નહીં કરો તો તમારી જીભ પર ડેબ્રિસ, બેક્ટેરિયા અને ડેડ સેલ બને છે. જેનાથી સ્વાસ માં દુર્ગંધ આવી શકે છે. તમારા સંપૂર્ણ મૌખિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. જીભ સ્કેપર આ બિલ્ડઅપને દૂર કરવામાં મદદ કરી શકે છે અને તેના ઘણા આરોગ્ય લાભો છે જેમ કે,

કેમ જરુરી છે જીભ ને સાફ કરવી  

તમારા સ્વાદ ને સુધારે છે

રોજ બે વાર જીભ સાફ કરવાથી તમારા સ્વાદ માં સુધારો આવી શકે છે. તમારી જીભ ખાટું, કડવું,તીખું અને મીઠા સ્વાદ વચ્ચે અંતર જાણી શકે છે.

જીભ ને સાફ બતાવી

વધુ પડતાં ડેબ્રિસ ના કારણે તમારી જીભ પર સફેદ પરત જામી જાય છે. દૈનિક સ્ક્રેપિંગ આ કોટિંગને દૂર કરવામાં મદદ કરી શકે છે.

બેક્ટેરિયા ને દૂર કરે છે

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી દ્વારા મેળવવા આવેલ માહિતી માં એવું કહેવા માં આવ્યું છે કે  સાત દિવસ સુધી દિવસમાં બે વાર જીભની સફાઇ કરવાથી મોઢા માં મ્યુટન્સ સ્ટ્રેપ્ટોકોસી અને લેક્ટોબેસિલી બેક્ટેરિયામાં ઘટાડો થયો છે. આ બેક્ટેરિયા ને સ્વાસ ની દુર્ગંધ અને દાંત ના ક્ષય નું કારણ માંનવા આવે છે.

સમગ્ર સ્વાસ્થ્ય માં સુધારો

બેક્ટેરિયા ને દૂર કરવા કેવીટીસ, પેઢા ની બીમારી અને બીજી બીમારી ને રોકવા માંટે મહત્વપૂર્ણ હોય છે. ટંગ સ્ક્રેપિંગ તમારા જીભ પર થી જીવાણુ ને દૂર કરવા માં મદદ કરે છે.

સ્વાસ ની દુર્ગંધ દૂર કરે

જીભ ને સાફ કરવી એ દાંત ને સાફ કરવા જેટલું સરળ નથી. પણ સ્ક્રેપિંગ ઘણી વસ્તુ ને સારી કરી શકે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી દ્વારા કરવા માં આવેલ 2004 ના અધ્યયન માં ગંધ પેદા કરનાર બેક્ટેરિયા ને દૂર કરવા માંટે દાંત ઘસવા કરતાં સ્ક્રેપિંગ ઘણું અસરકારક છે.

હવે જાણો કે જીભ ને કેવી રીતે સાફ કરશો?

જીભ ને સાફ કરવા માંટે તમારે ટંગ સ્ક્રેપર ની જરૂર પડે છે અને તેના ઘણા પ્રકાર હોય છે જેમ કે પ્લાસ્ટિક, કોપર, સ્ટેનલેસ સ્ટીલ થી બનેલ સ્ક્રેપર. તમે તમારા પ્રમાણે કોઈ પણ સ્ક્રેપર લઈ શકો છો. પણ ધ્યાન રાખવું કે વધુ ધાર વાળુ ન હોય નહીં તો તમારી જીભ છોલાઈ જશે.

ટંગ સ્ક્રેપર વાપરવાની રીત

  1. અરીસા ની સામે ઊભા રહી જાઓ. તમારું મોઢું ખોલો અને જીભ બહાર કાઢો.
  2. ધીરે થી તમારા જીભ ની પાછળ સ્ક્રેપર સેટ કરો.
  3. જો તમે બહુ પાછળ લઈ જવા માં બીક લાગતી હોય તો મધ્ય માં જ રાખી ને જીભ સાફ કરી શકો છો.
  4. હવે ધીરે ધીરે તમારી જીભ ને પાછળ થી આગળ તરફ સ્ક્રેપ કરો.
  5. દરેક વખતે ડેબ્રિસ ને દૂર કરવા માંટે તમે પાણી કે ટિસ્યૂ નો ઉપયોગ કરી શકો છો.
  6. ત્યાં સુધી કરો જ્યાં સુધી જીભ પર થી સફેદ પરત ને હટાવી ન દો.
  7. એક જ ક્ષેત્ર માં એક થી વધુ સ્ક્રેપ હોય છે. છેલ્લે હૂંફાળા પાણી થી કોગળા કરો.
  8. આ આખી પ્રક્રિયા માં 2 મિનિટ થી પણ ઓછો સમય લાગે છે. અને તમે તેને રોજ એક થી બે વાર કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *