હાર્ટ એટેકનું જોખમ ઓછું કરવું છે તો અહીં આપેલ આદતોને તમારા રૂટિનમાં જરૂરથી સામેલ કરો

આજકાલની ભાગદોડ ભરી જિંદગી અને બહારની ખાણીપીણીના કારણે લોકો ખૂબ જ શારીરિક રીતે સ્વસ્થ જોવા મળતા નથી. અને તેમને હાર્ટ એટેક જેવી બીમારી પણ વધુ આવતી જોવા મળે છે. તેમાં ઘણી બધી વખત સમજવા વિચારવાનો પણ ટાઈમ મળતો નથી અને વ્યક્તિ પોતાના જિંદગીથી વિદાય લઈ લે છે. આમ એટેક પહેલા જ કેવી રીતે હાર્ટ એટેકથી બચી શકાય?અને કેવી લાઈફ સ્ટાઈલ જીવવામાં આવે તો હૃદયની બીમારીને કંટ્રોલમાં રાખી શકાય?તથા કઈ બાબતો થી આ જોખમને ટાળી શકાય છે? આ દરેક વાતનો જવાબ અહીં આપેલો છે જાણો.

1 આપણી ફિટનેસ અને ઓવર ફીટમાં ફર્ક છે

સૌથી પહેલા તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શરીર માટે ફિટનેસ ખૂબ જ જરૂરી છે. જેનાથી તમે બીમારીથી બચવા માટે તમારું વજન કંટ્રોલમાં રાખો તમે વર્કઆઉટ કરો અને એક ઉંમર પછી જરૂર કરતાં વધુ પાતળા દેખાવવાની ઈચ્છા અને એબ્સ બનાવવાની બિલકુલ જરૂર નથી, ઘણી બધી વખત આ શોખ તમને વધુ બીમાર કરી શકે છે.

2 શરીરનું રેગ્યુલર ચેકઅપ ખૂબ જરૂરી છે

35 થી 40 વર્ષ પછી દર વર્ષે તમારું મેડિકલ ચેકઅપ જરૂરથી કરાવવું જોઈએ. જેમાં ઇસીજી, ડાયાબિટીસ બીપી અને બીજા બધા ટેસ્ટ પણ જરૂરથી કરાવો. જેનાથી તમને માહિતી મળે કે તમારા શરીરમાં કોઈ બીમારી ઉત્પન્ન થઈ રહી છે કે નહીં. આ ટેસ્ટ થી પણ માહિતી મળે છે કે તમારું શરીર કયા બીમારી તરફ આગળ વધી રહ્યું છે. અને તેના આધારે તમે શરૂઆતથીજ પ્રિકોશન લઈ શકો છો.

3 ફળ અને શાકભાજીનું લિમિટમાં સેવન કરો

જો તમે પણ સ્વસ્થ રહેવા માટે જરૂર કરતાં વધુ શાકભાજી ફળ તથા ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે ચેતી જાઓ. સીઝનલ ફળ અને શાકભાજી તથા દૂધમાં વધુ મિલાવટ જોવા મળે છે, તથા શાકભાજીમાં હાર્મફૂલ કેમિકલ સિવાય ફર્ટીલાઇઝર નો ઉપયોગ કરવામાં આવે છે, અને દૂધમાં પણ સ્ટાર્સથી લઈને યુરિયા સુધી મિક્સ હોય છે તેથી જ આ બધા ફૂડનું સેવન વધુ માત્રામાં ન કરો.

4 તણાવથી બચવા માટેના ઉપાય શોધો

શહેરની જિંદગી ખૂબ જ તણાવ ભરી હોય છે આમ તેનાથી બચવા માટેના હંમેશા ઉપાય શોધતા રહો. જરૂર કરતા વધુ વિચારો કરશો નહીં અને તમે કોઈ એવા કામમાં એન્ગેજ રહો જે તમને ખરેખર ખુશી આપે. શો ઓફ અને જુઠ્ઠી શાનની જગ્યાએ સિમ્પલ લાઈફ સ્ટાઈલ નહીં જીવવાની આદત નાખો. તમે તેનાથી અંદરથી ખુશ રહેશો.

5 યોગથી રહો નિરોગી

જો તમારું વજન વધુ છે તો હેવી વર્કઆઉટ કરવાની જગ્યાએ હલકું સુપાચ્ય અને હેલ્ધી ભોજન કરો અને તેની સાથે જ યોગનો સહારો જરૂરથી લો. યોગ અને મેડીટેશન શરીર તથા મન બંનેને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને ઘણા બધા પ્રકારની બીમારીઓને પણ દૂર રાખે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment