વજન ઘટાડવા માટે, ગૃહિણીઓ આ પાંચ કસરતો દરરોજ સવારે ૧૦ મિનિટમાં કરી શકે છે.

 • શું તમે એક ગૃહિણી છો ?
 • શું તમે વધતા વજનથી પરેશાન છો ?
 • કસરત કરવા માટે જીમ નથી જઈ રહ્યા ?
 • ત્યાં સુધી કે ઘરમાં પણ વધારે સમય કસરત નથી કરી શકતા ?

તો પરેશાન થવાની જરૂર નથી કેમકે આજે અમે તમારા માટે એવી સરળ કસરત લઈને આવ્યા છીએ જે ગૃહિણીઓ ફકત ૧૦ મિનીટ દરરોજ કરીને તેનું વજન ઝડપથી ઓછું કરી શકે છે.

જી હા, સવારે ઊઠીને કસરત કરીને સ્વસ્થ અને સુંદર દેખાવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ જો તમારી પાસે વર્કઆઉટ કરવાનો સમય નથી તો તમે મહત્વની કસરત કરી શકો છો. તે તમારા શરીરને જાગૃત કરવા, દિવસ માટે પંપ કરવા અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાથેજ આ જાદુઈ કસરતથી તમે તમારું વજન ઝડપથી ઓછું કરી શકો છો. ચાલો કેટલીક એવીજ સરળ કસરત વિશે જાણીએ. પરંતુ કસરત શરૂ કરતાં પહેલા તમારા ઓરડામાં હવાની અવરજવર કરવી અને તમારા મસલ્સને વોર્મ અપ કરવું જરૂરી છે.

સ્ટ્રેચિંગ:

Image Source

તમે દરરોજ સ્ટ્રેચિંગ કરો છો તો થોડા દિવસોમાં તમને પરિવર્તનનો અનુભવ થશે. તે વજન ઓછું કરવાની સાથે સાથે સ્નાયુઓને હળવા કરવા માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત સ્ટ્રેચિંગ કરવાથી મગજ પણ શાંત રહે છે.

કસરત કરવાની રીત :

 • • તેને કરવા માટે પીઠના બળે સૂઈ જાઓ.
  • તમારી આંગળીઓને ક્રોસ કરો.
  • પછી તમારા હાથને જેટલા બની શકે તમારા ખંભાથી દૂર ખેંચો.
  • જ્યાં સુધી તમને સારું ન લાગે ત્યાં સુધી આ કસરતને કરો.

કેન્ડલ કસરત :

Image Source

આ કસરત કરવાથી મગજના રક્ત પ્રવાહને ઉત્તમ બનાવવામાં મદદ મળે છે, જેનાથી તમારા સંપૂર્ણ શરીર પર લાભકારી અસર પડે છે. નિયમિત રૂપે કસરત કરવાથી વજન ઘટાડવાની સાથે સાથે તમારી યાદશકિત, માનસિક કામગીરી અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે. સાથેજ તમને ભરપૂર ઉંઘ આવે છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

કસરત કરવાની રીત :

 • તેને કરવા માટે પીઠના બળે જમીન પર સુઈ જાઓ.
 • પછી પગને છત તરફ લંબાવો
 • આ મુદ્રામાં આવવા પર સપોર્ટ માટે હાથને તમારા હિપ્સ અથવા પીઠના બળે નીચેના ભાગમાં રાખો.
 • તમારા પગની આંગળીઓને છત તરફ કરો.
 • પરંતુ ધ્યાન રાખો કે ગળાના સ્નાયુઓમાં તણાવ ન થવું જોઈએ.
 • આ કસરતને ઘણા શ્વાસ ચક્રોમાં કરો.

સ્ફિન્ક્સ અને કોબરા પોઝ :

Image Source

આ કસરત વજન ઓછુ કરવાની સાથે સાથે તમારી પીઠને મજબૂત કરે છે અને કરોડજજુને વધારે લવચિક બનાવે છે. આ ઉપરાંત તેને કરવાથી પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

કસરત કરવાની રીત :

 • તેને કરવા માટે પેટના બળે સૂઈ જાઓ.
 • ફોરઆર્મ પર ઝૂકીને, તમારા માથાને ઉઠાવીને રાખો.
 • ફોરઆર્મ‌ને એક બીજાથી સમાંતર રાખો.
 • પછી તમારા ખંભા અને પગની આંગળીઓને નીચી કરો.
 • આ “સ્ફિન્ક્સ” છે. હવે તમારે તમારા માથાને હાથોથી ઉઠાવવાની જરૂર છે.• તમારી પીઠથી વધુ આગળ અને ઉપરની બાજુ ઉઠાવવાની જરૂર છે.
 • પછી સ્ફિન્ક્સ મુદ્રા પર પાછા આવી જાઓ.
 • આ કસરતને ઘણા શ્વાસ ચક્રો માટે કરો.

એમબ્ર્યો પોઝ :

Image Source

આ કસરત વજન ઓછુ કરવામાં મદદ કરવાની સાથે સાથે પાચન અંગોને ઉતેજીત કરે છે અને સાંધામાં કેલિશિયમના જથ્થાને રોકે છે. આ ઉપરાંત હાથ,ખંભા અને ગળાના સ્નાયુઓને મજબૂત કરે છે અને હિપ્સ અને ઘૂંટણની રાહત વધારે છે.

કસરત કરવાની રીત :

 • તેને કરવા માટે ઘૂંટણને વાળતા હિપ્સ ને એડી સુધી નીચે કરો.
 • પછી આગળ જુકો અને તમારી પીઠને જેટલી થઈ શકે તેટલી ગોળ કરો.
 • તમારા હાથને તમારા ઘૂંટણને ચારે બાજુ રાખો અને આગળની બાજુ ખેંચો.
 • ઘણા શ્વાસ ચક્રો માટે આ કસરતને કરો.

ટ્વિસ્ટીગ કસરત :

Image Source

આ કસરત તમારી કમરની ગતિશીલતા અને લચીલાપણામાં સુધારો કરે છે, સ્નાયુઓને ખેંચે છે અને તમારા કમરને સાઇઝને ઓછી કરે છે. તે પીઠ દર્દને રોકવાની એક શાનદાર રીત પણ છે.

કસરત કરવાની રીત :

 • તમારા જમણા પગને સીધો કરીને જમીન પર બેસો.
 • તમારા ડાબા પગને તમારી જમણી થાઇની બહાર જમીન પર રાખો.
 • રુદ્ધ દિશામાં માથું ફેરવો. આ કરતી વખતે તમારો જમણો હાથ ફ્લોર પર હોવો જોઇએ અને ડાબો હાથ ઘૂંટણ પર હોવો જોઈએ.
 • બીજી બાજુથી કસરત ફરીથી કરો.
 • યાદ રાખો કે માથું વિરુદ્ધ દિશામાં ફેરવવું જોઈએ.
 • જ્યાં સુધી તમને આરામદાયક લાગે ત્યાં સુધી આ કસરત કરો, પરંતુ શ્વાસ ચક્રને ભૂલશો નહીં.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને  વિનંતી છે કે  ઉપરોક્ત   કસરત કરતાં પેહલા   તમારા  ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

તમે આ કસરતો ફક્ત સવારે જ નહીં, પરંતુ દિવસે પણ કરી શકો છો. તે વજન ઘટાડવામાં મદદ કરે છે તેમજ આરામ અને તાણને દૂર કરવામાં મદદ કરે છે.તંદુરસ્તી સાથે જોડાયેલી આવી વધુ માહિતી માટે અમારી વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *